________________
અને શ્રી બીલીમેરા સંધના શકને પાર રહ્યો નહોતો. ઉપધાન પુરાં થયા બાદ કરાડી ગામે એક શ્રાવિકાને ઉજમણું કરાવવાનું હોવાથી તેની વિનંતિથી કરાડી પધાર્યા ત્યાંથી પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે શ્રીવાપી સંધની વિનંતિથી વાપી ગયા. મહત્સવ સંપૂર્ણ થયા પછી વલસાડ થઈ પૂજ્યશ્રી ફેર બીલીમેરા પધાર્યા. બાદ શ્રી નવસારી સંધની વિનંતિથી સં. ૧૯૯૧ નું ચાતુર્માસ નવસારી મુકામે કર્યું ત્યાં પણ ઉપધાન ઉજમણાદિ અનેક ધર્મકૃત્યો કરાવીને શ્રી સંઘમાં આનંદ મંગળ વર્તાવ્યો. ત્યાંથી જલાલપુર પધારીને જલાલપુર સંઘને કુસંપ દૂર કર્યો અને ત્યાં શ્રી સંઘની પેઢીની સ્થાપના કરી, ત્યાંથી કાલીયાવાડી પધારીને મહાન વિક્ષેપ ટાળવા ત્યાં એક માસની સ્થિરતા કરીને ત્યાંના સંધનો કલેશ પણ દૂર કર્યો. શ્રીમદ્ ફેર બીલીમેર પધાર્યા ૧૯૯૨ નું ચાતુર્માસ શ્રીસંઘના આગ્રહથી
શ્રીબીલીમોરા કર્યું, બન્ને પક્ષનું વૈમનસ્ય દૂર કરીને કાયદેસર સમાધાન . કરાવ્યું અને નવા કાયદા કાનુનો રજીસ્ટર કરાવીને પેઢી સ્થાપવાવડે ગ્રીબીલીમોરા સંધને કલેશ નિર્મળ કર્યો.
સં. ૧૯૯૩ નું ચાતુર્માસ શ્રીસુરત સંઘના આગ્રહથી સુરત મંછુભાઈ દીપચંદના ઉપાશ્રયે કર્યું. શ્રી સંઘથી વિરૂદ્ધ રીતે બુધવારે સંવત્સરી કરનાર નવા પક્ષના અવાજને તદન ઘેઘરે બનાવી દઈને શ્રીમદે પ્રાયઃ સારાય સુરત શહેરમાં શાસનપક્ષની ગુરૂવારેજ સંવત્સરીની આરાધના કરાવી હતી એ અવસરે મુનિશ્રી છતસાગરજી મહારાજને શ્રીભગવતીસૂત્રનાં ગહન અને તેને અંતે ગણું પદ આપીને તથા શ્રાવકથાવિકા પિણુચારસો જેટલા સમુદાયને ઉપધાન તપ કરાવીને શ્રી સુરતમાં ધર્મની રેલમછેલ પ્રસરાવવા વડે પૂજ્યશ્રી સુરતમાં ભારી જયમાલ વર્યા હતા અને શા. મોતીચંદ ગુલાબચંદના સુપુત્ર ઉત્તમચંદને ધામધુમપૂર્વક દીક્ષા આપી શ્રી મનોજ્ઞસાગરજી નામ રાખી શ્રીહેમસાગરજીના શિષ્ય તરીકે જાહેર કર્યા.
કપડવણજનું ચાતુર્માસ અને ૧૦ જણને દીક્ષા. પૂજ્યશ્રી કપડવણજવાળા વાડીલાલ છગનલાલની દીક્ષા નિમિત્તે વિનં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com