________________
તેઓને પૂજ્યશ્રીજીના શિષ્ય નરીકે જાહેર કર્યા હતા. એ પછી તે સં. ૧૯૮૫ નું ચાતુર્માસ શ્રીસંઘના આગ્રહથી ફેર રાજગજ પૂ. પન્યાસજી મહારાજાની છાયા નીચે કર્ય, આસો માસમાં ઉપધાન તપનું આરાધન કરાવીને શ્રીસંધમાં આનંદની રેલમછેલ પ્રસરાવી ચાતુર્માસ બાદ શ્રીપાવર તીર્થે પધારીને ત્યાંના દહેરાસરજીના ઉપરના ભાગમાં ભારી ધામધૂમ પૂર્વક પ્રભુને ગાદર્શન કર્યા-પધરાવ્યા અને ધજાદંડ તથા કલશ મારાપણું કરાવ્યાં હતાં. રાજગઢથી વિહાર કરીને વખતગઢવાળા શેઠ કેસરીમલ આદિની વિનંતીથી વખતગત પધાર્યા બાદ ત્યાંના રહીશ કેશરીમલજી ચંપાલાલજીના માતુશ્રીએ કરેલ તપ નિમિત્તે પાંચ છોડના ઉજમણુને શુભ અવસરને પૂજ્યશ્રીએ ખૂબ એપાવ્યું હતું. એ પ્રસંગે નીકળેલ કુંકુમ પત્રિકાને માન આપીને રતલામ–બદનાવર-રાજગઢ–રાજેદ કેદ–બીડવાલ આદિ અનેક ગામોથી સેંકડો સાધમબંધુઓ એ મહેસવમાં પધાર્યા હતા ત્યાં પણ દહેરાસરજી ઉપર ધ્વજાદંડ અને કલશાપણ મહોત્સવ કરાવીને પૂજ્યશ્રી અનામે વિચરતાં બદનાવર પધાર્યા હતા ત્યાંના શ્રીસંઘની વિનંતિથી સં. ૧૯૮૬ નું ચાતુર્માસ પુ. પન્યાસજી મહારાજાની છાયા નીચે બદનાવરમાં કર્યું હતું. સંવત ૧૯૮૭ નું ચાતુર્માસ શ્રીશૈલાના સંધની વિનંતિથી પુ. પન્યાસજી મહારાજની છાયા નીચે શલાન કર્યું હતું. '
ચાતુર્માસ બાદ રતલામ સંધ તરફથી નીકળેલા શ્રી કેસરીયાજીના સંધમાં શ્રી રતલામ સંધની વિનંતિથી પધારીને શ્રીસિરીયાજી તીર્થની યાત્રા કર્યા બાદ ઇડર–તારંગા-વીસનગર આદિ સ્થળે વીચરીને પૂજ્યશ્રી અમદાવાદ પધાર્યા બાદ ત્યાં શ્રીકપડવણજ સંઘની વિનંતિથી સં. ૧૯૮૮ નું ચાતુર્માસ પૂ પન્યાસજી મહારાજની છાયામાં કર્યું હતું. પૂજ્યશ્રીએ સૂત્રકૃતાંગાદિ સૂત્રોનાં યોગદહન પણ ત્યાંજ કર્યા.
. ચાતુર્માસ બાદ વિહાર કરીને પૂ. પન્યાસજી મહારાજ સાથે આપણું પ્રભાવક ચરિત્રનાયક શ્રીછાણું મુકામે પધારતાં, મુંબઈથી પધારતા પરમ દેવ ૫. આમેદ્ધારક આચાર્ય દેવેશથીને મેળાપને ત્યાં અજબ લાભ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com