________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯) વધે છે; ગરમીની ઉધરસ નરમ પડે છે; હેડકી આવતી બંધ પડે છે; પરંતુ માંદ્ય (મંદતા) આવે છે. ઉપાય –મધ અને આદાને મુરબ્બો કરી ખાવ.
પનીર, ગાયના દૂધનું પનીર:–ગાયનું દૂધ ઉકળવા માંડે કે તેમાં મીઠું નાખવું, એટલે તે ફાટી જશે, પછી તેમાંનાં ચોસલાં કાપી કાઢીતે એક થાળીમાં મૂકવાં. આવા પનીરના ગુણશરીરમાં કઈક ગરમી તથા રૂક્ષતા કરે છે, ખાવામાં રૂચિકર છે; શરીર સતેજ થાય છે; પરંતુ મંદતા થવાથી શરીરની ઉષ્ણુતા વધારે થાય છે. ઉપાય—પનીરમાં કઈ ખાટી ચીજ મેળવીને ખાવી.
લંડન શહેરની ગાયના દૂધના પદાર્થ અથવા દૂધનું પનીર ખાવાથી થતી અસર–શરીરમાં ગરમી તથા રૂક્ષતા આવે છે. ખાવામાં રૂચિકર, બળવર્ધક, અને દીપન કરનાર છે. પેટ, પીઠ તથા ગળું મજબૂત થાય છે; પરંતુ પેટમાં દુખે છે. ઉપાય –મધ અને કુદન ખાવાં.
માખણ
ગાયના દૂધનું માખણુ–ગાયના માખણના ગણ – સમશીતોષ્ણ તથા ખાવામાં રૂચિકર છે; એ ખાધાથી ગરમી ઓછી થાય છે, શરીર સતેજ થાય છે; કઠે મજબૂત થાય છે; છાતીમાંની રૂક્ષતા જાય છે; હેડકી બંધ પડે છે; આંખમાં ઠંડક લાગવાથી થયેલા વિકાર નાશ પામે છે, અને ઝાડો સાફ આવે છે, પરંતુ પેટમાં ભાર થાય છે. ઉપાય –ખાંડ અથવા સાકર ખાવી.
૧ કપુરંદ્ર નિટી (પાસ). ૨ (મદ્રા).
For Private and Personal Use Only