________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩. સુપડું –એ હાથીના કાનના આકારનું હોય છે. એ અનાજ વગેરે ઝાટકવાના કામમાં આવે છે.
૪. ચાળણીએ વાંસ વગેરેની બનાવવામાં આવે છે. એના નીચલા ભાગમાં ઝીણું કાણું હોય છે. ઘઉં વગેરેને લેટ તેમજ બીજા પદાર્થ એમાં નાખી ચાળવામાં આવે છે તે તેમને કચરે, થુલું વગેરે ચાળણીમાં રહે છે, અને તેથી ચળાયેલે ભાગ સ્વચ્છ નિકળે છે.
૫. નિસા અને નિસાત–આ બંને વાનાં કાળા પથ્થરનાં હોય છે. એના ઉપર મસાલો, ચટણી વગેરે પથરાવડે વાટવામાં આવે છે.
૬. વેલણ–રોટલી, પિળી, પાપડ વગેરે વણવાને સારુ એ લાકડાનું બનાવવામાં આવે છે. એ બે વેંત લાંબું હોય છે. અને એને વચગાળાને ભાગ જાડે હેય છે.
૭. પેણીએ લેઢાની અથવા પિત્તળની બને છે. એને બે બાજુએ બે કડાં હોય છે. પણ ગરમ થઈ ગઈ હોય છે ત્યારે એને કડા આગળથી ઝાલી નીચે મૂકવામાં આવે છે. વળી આવી પણ ચિકણી માટીની અથવા પથરાની બનાવવામાં આવે છે, તેને આકાર તગારા જેવો હોય છે. કેટલીક પેણીઓ કડાં વગરની પણ હોય છે. પણ પૂરી વગેરે તળવાના કામમાં આવે છે.
૮. ઝાશે–આને દાંડે આસરે એકાદ હાથ લાંબો હોય છે. તેના આગલા ભાગમાં કાણાં પાડેલું પતરું હોય છે. પેણમાં તળવામાં આવતા પદાથે આવા ઝારાવતી બહાર કાઢવામાં આવે છે. આવા ઝારાને ઉપગ કળી પાડવામાં પણ થાય છે.
૯ વળી–વંત દેઢ વેંત લાંબા લોઢાના પતરા ઉપર અથવા લાકડાના પાટિયા ઉપર એક બાજુએ પાળી જેવી ધારવાળું ગેળાકાર દાતરડા જેવું બેસાડેલું હોય છે. એના ઉપરના છેડા તરફ લીલું નાળિયેર ખમણવાની ખમણું હોય છે. આ વિળી સમારવાના કામમાં આવે છે.
For Private and Personal Use Only