________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯ )
શાક.
ફળ તથા શાક'. કેળ –નીચે જણાવેલી દશ જાતનાં કેળાં થાય છે, અને તે બાગમાં, ખેતરમાં તથા પર્વત ઉપર પાકે છે.
૧. મેદન વાળકાય?–સાધારણ કેળાં કરતાં આ કેળાં વધારે લાંબાં, અને જાડી છાલનાં હોય છે. એને ત્રણ બાજુ (પાસા) હેાય છે. જમીનમાં કેળ રેપ્યા પછી એક વર્ષે તેને કેળાની લૂમ બાઝે છે. દરેક લુમમાં સત્તરથી પંચેતેર કેળાં હોય છે. ઉત્તર દેશમાં નદી, તળાવ ઈત્યાદિને કિનારે સાધારણ રીતે કેળ વાવવામાં આવે છે. આ કેળાંના જુદા જુદા પ્રકારના પદાર્થ બનાવે છે. એને બાફીને અગર તળીને ખાધાં હોય તો ઘણું સ્વાદિષ્ટ લાગે છે.
૨. રતાળકાય (કાચાં સેનકેળાં) :–એનું શાક કરે છે અને એને પકવી ખાધાં હેય તે ઘણું સરસ લાગે છે. એના ઉપર કાળી છાંટ હોય છે.
૩. નિરવ –પશ્ચિમ તરફના મલબાર પ્રાંતમાં તથા દક્ષિણ તરફના દેશોમાં આ કેળાં પાકે છે. ઉપર જણાવેલાં કેળાં કરતાં આ કઈક મોટાં હોય છે, તેથી પાકે છે ત્યારે ઘણું સ્વાદિષ્ટ થાય છે; આ કેળાં કાચાં હોય છે ત્યારે ઉની રાખમાં મૂકી સેકી (ભુજ) તૈયાર થાય છે ત્યારે તેનું શાક કરીને ખાય છે. દક્ષિણ તરફના ભાગમાં જમીન ક્ષારવાળી હેવાથી તેમાં પેલી કેળને ઘણું કેળાં આવતાં નથી.
૧ રાયપર પહ8 (મદ્રાસી ). ૨વાઝ8 (મદ્રાસી ). ૨ (મદ્રાસી ). ૪(પાણી). (મદ્રાસી).
For Private and Personal Use Only