________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮) તાંદળજાની ભાજી' –આ ભાજી ખેતરમાં થાય છે. - માસા સિવાય બીજી તુમાં એની વાવણી થઈ શકે છે. આ ભાજીને ખેતરમાં નહેર બાંધીને પાણી પાવામાં આવે છે, તેથી કરી ને તે જલદીથી વધે છે, અને જોઈએ તે વખતે તેડીને એનું શાક કરે છે. આ ભાજીથી શરદી થાય છે.
૩. નાની અને મોટી માટની ભાજી–આ જાતની ભાજી બારે માસ સઘળી જાતની જમીનમાં થાય છે, પરંતુ રેતાળ જમીન હોય છે તે તેમાં પહેલું ખાતર નાખે છે ને પછી વાવણી કરે છે. આ ભાજી ઠંડી હવાથી શરીરને આરોગ્ય રાખે છે. પરંતુ એથી શરદી થાય છે.
૪. મેથીની ભાજી –ચોમાસા સિવાય બીજા દિવસોમાં બાગમાં એની વાવણી કરે છે. ખાવા લાયક થાય ત્યારે ગમે તે વખતે તેડીને એનું શાક કરે છે. મેથીની ભાજીની કુમળી ડાંખળી, પાંદડાં, અને બી એટલે મેથી એ સર્વે ઉપગમાં આવે છે. આ ભાજી ખાવાથી એકવીશ જાતના મેઘ રોગ નાશ પામે છે.
૫. સરગવાના પાંદડાંની ભાજી—આ ભાજી તોડી લાવી તેનું શાક કરે છે. તે જ પ્રમાણે સરગવાની શિંગ તથા પૂલનું પણ શાક કરે છે.
૬. અગસ્તાની ભાજી –ધોળી અને રાતી એવી એની બે જાત છે. બાગની આસપાસ એનાં ઝાડ વાવે છે. એ ઊંચાં વધે છે. જોઈએ તે વેળાએ એની ભાજી તેડી લાવીને શાક કરે છે. ચેમાસામાં તે ઘણી જ સ્વાદિષ્ટ લાગે છે. આ ભાજીથી ખાધેલા ઔષધને ગુણ બાબર લાગતું નથી.
૧ મા વિર (મદાર ). २ मुळ्ळ किरै व तंडकिरै ( मद्रासी) રે ચંદ્ઘ રે (મદ્રાસી ). ૪ મુજે રે ( મદ્રાસી ). ५ अघत्ती कीरै (मद्रासी).
For Private and Personal Use Only