________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૫)
અનાર (દાડમ) ના દાણું, ત્રણ માસા રાઈ, છ માસા વરિયાળી, તેટલેજ અજમે, એક રૂપિયા ભાર ધાણા, એક માસે હળદર, ચાર રતી ભાર હિંગ, બે માસા રાતાં ખાંડેલાં મરચાં, છ માસા સૂઠ, તેટલીજ પિપેર અને બે રૂપિયા ભાર મીઠું, એ બધી જણસે ઝીણું જૂદી જૂદી વાટી ભેગી કરવી, અને એ મસાલે ઉપરની કાકડીમાં છેડે થેડે ભરી તેને સૂતરથી લપેટી રાખવી.
ઉપરની કાકડી ઉપર આઠ કાગદી લિંબુને રસ, અને બે રૂપિયા ભાર સરસિયું નાખી, આ અથાણુને એક બરણીમાં ભરવું, અને તેનું મહેડું બંધ કરી દે તેને ત્રણ દિવસ સૂધી તડકામાં મૂકવી. પછી તેનું વ્હાંડું ઉઘાડી અંદરના અથાણું પર કાગદી લિંબુને પાંચ રૂપિયા ભાર રસ, અથવા પાશેર સરકો અને પાશેર ખાંડની ચાસણી કરી રેડવી. પછી બરણીનું મહેડું પહેલાં પ્રમાણે બંધ કરી દેઈ એક અગર બે દિવસ સૂધી તેને તડકામાં રાખવી, એટલે અથાણું અથાઈ સારૂં થશે.
૧૩. કુંવારનું અથાણું. ૨ શેર કુંવારને ગર. રા શેર ચૂનાનું નીતરૂં પાણું. ૧ બાટલી અંગુરી સરકે. ૫ રૂ. ભાર મીઠું.
કુંવારનો બશેર ગર પાણીમાં નાખી ચાર દિવસ સૂધી - ખી મૂકવે, અને તેમાંનું પાણી સાંજ સવાર બદલતાં જવું, એટલે તેમાંથી કડવાશ નિકળી જશે. પછી તેને પાણીમાંથી કાઢી લઈ, ચૂનાના અઢી શેર નીતરા પાણીમાં નાખી, ચાર પહેર સૂધી પલાળી રાખવો, અને તે પલળે એટલે તેને કાઢી લેઈ ચોખા પાણીથી ધોઈ નાખો. પછી તેમાં સાદું પાણી નાખી બાફી તે વાસણ એક તરફ ઢળતું મૂકવું એટલે ગરમાંથી બધું પાણી નિકળી જશે. પછી આ ગરના નાના નાના કકડા કરી, તેને એક બાટલી અંગુરના સરકામાં નાખવા, અને તેમાં પાંચ રૂપિયા ભાર મીઠું નાખી અથાણુને બરણીમાં ભરવું.
For Private and Personal Use Only