________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩) સોંપેલું છે. આ કામને માટે એક મોટી રકમ ખરચ કરવાનું સરકારે ઠરાવેલું છે, તે જ પ્રમાણે પાકશાસ્ત્ર ઉપર પણ દેશી ભાષામાં ગ્રંથે લખવાનું કામ ચાલે છે. આ વિષયની ગ્રંથમાળામાં મરાઠી, હિંદુસ્તાની, ફારસી, મદ્રાસી અને અંગ્રેજી વગેરે પાકક્રિયાના ગ્રંથનો સમાવેશ કરેલ છે. આપણે સ્વદેશી રમતોને પ્રચાર બંધ ન પડે તેટલા માટે તેને એક મેટ સંગ્રહ છપાય છે, અને જરૂરના અંગ્રેજી ખેલના સંગ્રહ છપાયા છે. ઉ ભાષામાં પણ કેટલાક ગ્રંથ છાપવાનું કામ ચાલે છે. આ સર્વ પુસ્તકો ગુજરાતી તથા મરાઠી, એ બન્ને ભાષામાં પ્રસિદ્ધ કરવા બાબત સરકારને હુકમ છે. આ ઉપરથી શ્રીમંત મહારાજા સાહેબ એમની સમદ્રષ્ટિ કેટલી છે, અને દરેક ઉપયોગી વિષયનું લોકેને શિક્ષણ આપવા તરફ તથા ભાષાની અભિવૃદ્ધિ કરવા તરફ તેમનું કેટલું લક્ષ છે તે સ્પષ્ટ સમજાય છે.
શ્રીમંત સરકાર મહારાજા સાહેબ એમને દ્રવ્યની અનુકૂળતા હેવાથી આવાં કામ કરવાને હુકમ કીધા એટલે બસ, તે ઉપરાંત બીજો કોઈ શ્રમ મહારાજા સાહેબને લેવો પડતો નથી, એવું કદાચ કોઈનું ધારવું હોય તો તે ભૂલ ભરેલું છે. કોઈપણ માણસ એકાદ કામ પિતાને માથે લઈ તે કરવા માંડે એટલે તેમાં સેકડે પ્રકારની ભાંજગડના સવાલો કેવી રીતે ઉઠે છે, તે તો તે પિતેજ જાણી શકે છે. શ્રીમંત મહારાજા સાહેબને આ હેતુ આજ ઘણા દિવસને છે, અને તે પાર પાડવાના કામમાં તેઓ પોતે પુષ્કળ શ્રમ લે છે, તે પણ તે હજી જોઈએ તેટલે દરજજે ફળિભૂત થયે નથી. શ્રીમંત મહારાજા સાહેબ એમને વખત અત્યંત અમૂલ્ય હોવાથી તેઓ આવા વિષયે તરફ આટલું બધું લક્ષ આપે છે, એજ વિશેષ છે. શ્રીમંત મહારાજા સાહેબના આ ઉદ્યોગને
For Private and Personal Use Only