________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪) કરી ઝીણી વાટી મૂકે છે. આવા પ્રકારની ભાજણ મલયાળ અને વાવણકર દેશમાં કરે છે.
પદાર્થ સાફ કરવાની રીત. છાશ બનાવવાની રીત—સવા છ શેર ગાયનું દૂધ ચાર કલાક સૂધી ઉનું કરી ટાઢું પડવા દેવું. ઠંડું પડ્યા પછી એમાં છાશ અથવા સોપારી જેટલી આમલી અથવા અર્થે લિંબુ, એ ત્રણમાંથી એક પદાર્થ તેમાં મેળવી તે ઢાંકી રાખવું. બાર કલાક પછી તે દહીંમાં સાડા બાર શેર પાણી રેડી વડે વલે વવું એટલે છાશ થશે. દ્રાવિડ દેશમાં છાશને ઉપગ ઘણે કરવામાં આવે છે.
ખાંડ લેવાની રીત :–ત્રણ શેર ને પાંચ રૂપિયા ભાર ખાંડ એક પહેલા તપેલામાં નાખી તેમાં સવા એકત્રીસ રૂપિયા ભાર પાણી રેડવું. પછી તપેલું ચૂલા પર ચઢાવી નીચે તાપ કરે. ત્યાર પછી દૂધ અને પાણી એકઠું કરી તેને ઉપર જણાવેલા ખાંડના પાણીમાં ફીણ આવે ત્યાં સૂધી ઉપરા ચાપરી છાંટયા કરવું; એટલે મેલ ઉપર તરી આવશે. આ મેલ તબેથા અથવા કડછીવતી તેમાંથી કાઢતા જ. આ પ્રમાણે ખાંડનું પાણી સ્વચ્છ ને નિર્મળ થયા પછી જોઈએ તે પકવાન માટે ઉપયોગ કરે.
મીઠું સ્વરછ કરવાની રીત –ત્રણ શેરને પાંચ રૂપિયા ભાર મીઠું એક કેરા માટલામાં નાખી તેમાં પાણી રેડી તે માટલું એમનું એમ એક રાત રહેવા દેવું. બીજે દિવસે તેમાંનું બધું પાણી ગાળી ચૂલા ઉપર મૂકી નીચે તાપ કરે. પછી પાણું જાડું થઈ સ્વચ્છ મીઠું તળિયે બેસે તે કાઢી શાક વગેરેમાં નાખવું.
૧ રાત શુદ્ધિ શૈથું પૂરું (મદ્રાસી ). ૨ રાવ શિર મુ (મદ્રાસી ). ३ उप्पिल अळुक्किड किड्मुरै (मद्रासी ).
For Private and Personal Use Only