________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫) રાતાં મરચાને સૂકે કરવાની રીત:–સૂકાં મરચાં મીઠા તેલમાં અગર તાજા ઘીમાં મેળવી લાકડાની ખાંડણીમાં ખાંડવાં. મરચાં ઝીણાં ખંડાયા પછી પથરાના કે માટીના વાસણ શિવાય ગમે તેના વાસણમાં ભરી મૂકવાં, અને જરૂર પડે ત્યારે શાક વગેરેમાં નાખવાં.
કાંદા પકવવાની રીત :—કાંદા ઉપરની છાલ કાઢી નાખી. તેનાં ગોળ ચીરિયાં કરવાં. પછી એક પેણમાં ઘી પૂરી તે ગરમ થાય એટલે તેમાં પેલા કાંદાનાં ચીરિયાં નાખી તેમાં પાણીને અંશ માત્ર રહે નહીં ત્યાં સુધી તળવાં, અને પછી એક વાડકી કે થાળીમાં કાઢવાં. તાંદળજાની અને માટની ભાજી શિવાય બીજી સઘળી જાતની ભાજીમાં આ ચીરિયાં નાખવામાં આવે છે, અને ઉપરની બે જાતની ભાજીમાં ફક્ત લસણ તળીને નાખે છે. તળેલા કાંદાને આમલીનું કેળખું, કોકમને સાર અને ચટણી, એમાં નાખી તેને ઉપયોગ કરવામાં આવે છે.
થળ મેવા. મીઠી દ્રાક્ષ –બંગાળા પ્રાંતમાં અને એડન વગેરે ગામમાં દ્રાક્ષ ઘણીજ ઉત્પન્ન થાય છે. દ્રાક્ષના ગણ–ચંડી હવાથી સ્વાદિષ્ટ અને ખાવામાં ઘણી ઉત્તમ છે; એ ખાવાથી શરીરમાંની ગરમી ઘણી ઓછી થાય છે, અરૂચિ જતી રહે છે, શરીર પુષ્ટ થાય છે, પિત્ત વિકાર નરમ પડે છે, શરીરમાં તેજી આવે છે; સૂકી દ્રાક્ષ કેટલાક ઔષધમાં ખપ આવે છે, તેથી બળની વૃદ્ધિ થાય છે, પરંતુ કાળજાને અને તલ્લીને ઈજા થાય છે, તેમજ કઈ કઈ વાર અજીર્ણ પણ થાય છે. ઉપાય-જીરૂં ખાવું.
૧ મુઝધાર પુ (મદ્રાસી ) ૨ વેંચાય પ% (મદ્રાસી ). રે પંછવધ પદ૪ (મદ્રાસી ). જ જોવી વર્લ્ડ (મદ્રાસી ).
For Private and Personal Use Only