________________
ગૃહસ્થ જીવન
: ૧૧ :
કાંઈક હસીને બોલ્યા કે “હે ભદ્રે ! તેં અમારાથી દશ હાથ ઘર ઊભા રહીને જળપાન કર્યું છે, તેથી તારે પુત્ર પણ શ એજનના અંતરે જ વૃદ્ધિ પામશે અને પ્રભાવના સ્થાનરૂપ તે પુત્ર યમુના નદીના તીરે મથુરા નગરીમાં રહેશે, તેમજ તેને બીજા પણ મહા તેજસ્વી નવ પુત્ર થશે.”
તે વખતે ચંપકલ્પષના રસપાનથી ઉન્મત્ત થયેલા ભ્રમરના ધ્વનિ જેવી કોમલ વાણુથી પ્રતિમાએ કહ્યું કે “હે ભગવન ! જે એમ જ હોય તો પ્રથમ પુત્ર મેં તમને અર્પણ કર્યો. તે ભલે આપની સેવામાં રહીને જિંદગી, ગાળે, કારણ કે તે દૂર રહે તેથી મને શું લાભ ?”
આચાર્યે કહ્યું: “હે ભદ્રે ! તારે તે પુત્ર શ્રીસંઘ તથા પૃથ્વીને ઉદ્ધાર કરવામાં વરાહરૂપ અને બુદ્ધિમાં બૃહસ્પતિ સમાન થશે.” * આચાર્યનું આવું વચન સાંભળીને પ્રતિમા સંતુષ્ટ થઈ અને શકુનની ગાંઠ બાંધીને ઘેર આવી. અહીં તેણે પિતાના પતિને બધી હકીક્તથી વાકેફ કર્યો, એટલે તે પણ ઘણે સંતોષ પામ્યા.
આ બનાવ પછી એક રાત્રિએ પ્રતિમાને નાગેન્દ્રનું સ્વમ આવ્યું અને તેણે ગર્ભ ધારણ કર્યો. પછી ઉચિત નિયમનું પાલન કરતાં તે ગર્ભ ક્રમશઃ વૃદ્ધિ પામે અને પ્રતિમાના મનેર પણ ક્રમશઃ વૃધ્ધિ પામ્યા.
દિવસે પૂર્ણ થતાં પ્રતિમાએ એક સુલક્ષણા પુત્રને જન્મ આપે કે જે રૂપમાં કામદેવ કરતાં પણ અધિક અને તેજમાં સૂર્ય સમાન હતા.
મંગલ–ઉત્સવનો પ્રસાર થયો. ફુલ્લ એઝીએ છૂટા હાથે મરીબોને દાન કર્યું. પછી યોગ્ય સમયે પ્રતિમાઓ વરેટયાની પૂજા કરીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com