________________
:૧૦:
જીવનકથા
પણ તેની એ બધી ક્રિયાઓ નિષ્ફળ ગઈ. વળી તેણે લૌકિક શાસ્ત્રો
માં કહ્યા મુજબ તીર્થસ્નાનના પ્રયોગ પણ કર્યા છતાં તેને મને રથ સિધ્ધ ન થયું. એટલે તેણે પ્રગટ પ્રભાવી શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચૈત્યમાં રહેલી વૈરેટયા નામની શાસનદેવતાને આશ્રય લીધે.
પ્રતિમાએ કર, કસ્તૂરી વગેરે ભોગ-સામગ્રીથી વિરાટયાની પૂજા તથા ઉપવાસની તપશ્ચર્યાપૂર્વક એકાગ્ર મન રાખીને અઠ્ઠાઈ મહેત્સવ શરૂ કર્યો. ત્યારે આઠમે ક્વિસે તે દેવીએ પ્રત્યક્ષ થઈને કહ્યું કે “હે ભદ્ર! વર માગ.” એટલે તેણે કુલદીપક પુત્રની યાચના કરી. તે વખતે દેવીએ તેને જણાવ્યું કે “હે વત્સ ! જે તને પુત્રની જ ઈચ્છા હોય તે પૂર્વે નમિ-વિનમિ નામના વિદ્યાધરેના વંશમાં મૃતસાગરના પાસ્યામી એવા કાલક નામે સૂરિ થઈ ગયા, તેમને વિધાધર નામે ગચ્છ છે, તેમાં ખેલાદિક લબ્ધિસંપન્ન અને ત્રિભુવનને પૂજનીય એવા આર્ય નાગહસ્તિસૂરિ વિદ્યમાન છે, તેમના ચરણેદકનું પાન કર.'
આવા પ્રત્યુત્તરથી પ્રસન્ન થયેલી પ્રતિમા પ્રભાતને પહેર થતાં જ તે નગરમાં બિરાજતા આચાર્ય આર્યનાગહસ્તિના વસતિ–સ્થાને ગઈ. હવે બનવાજોગ કે તે જ વખતે એ આચાર્યના એક શિષ્ય તેને સામા મળ્યા કે જેના હાથમાં ગુરુના ચરણદકનું પાત્ર હતું. આ જોઈને પ્રતિમાએ તેમને પૂછ્યું કે “ હે તપોધન ! આ શું છે ?” શિષ્ય કહ્યું કે “ગુરુનું ચરણોદક.” એટલે પ્રતિમાને પ્રાર્થના કરીને તેની પાસેથી એ ચરણદક પ્રાપ્ત કર્યું અને તેનું અતિ હર્ષભેર અટલ શ્રદ્ધાપૂર્વક પાન કર્યું. પછી તેણે આચાર્યની સમીપે જઈને તેમને ભક્તિભાવથી વન્દન કર્યું.
આચાર્ય મહાજ્ઞાની અને નિમિત્તના જાણકાર હતા, એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com