Book Title: Padliptasuri ane Tarangvati
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Anand Prakashan Mandir

View full book text
Previous | Next

Page 11
________________ અમારું આ મંતવ્ય કલ્પનાના પરિપાકરૂપ નથી, પણ આચાય પ્રભાચ પાતે જ જણાવેલી હકીકતના આધારે રચાયેલુ છે, જે તેમણે પ્રભાવક ચરિત્રની પ્રાસ્તિના ૧૭મા પધમાં નિર્દિષ્ટ કરેલી નીચેની પંક્તિ પરથી જાણી શકાશે. આ ભિન્ન ભિન્ન પ્રશ્ન છે જિજ્ઞાસુઓને એક ઠેકાણે મળવા મુશ્કેલ હતા, તેથી જાણવા નિમિત્તે શ્રી વજીસ્વામી અને તે પછીના ધુર્ધર આચાર્યનાં વૃત્તાન્ત તે તે ગ્રન્થામાંથી અને શાસ્ત્રના જાણ્ આચાર્યોના મુખેથી સાંભળીને આચાર્ય પ્રભાચન્દ્રે તે બધાને આ સંગ્રહ કર્યો.’ 6 શ્રી મેસ્તુગાચાયે પણ પ્રાન્ત્રચિતામણીની પ્રશસ્તિમાં તે જ ઉલ્લેખ કરેલા છે. તે જણાવે છે કે- યદ્યપિ મારી બુદ્ધિ અલ્પ હતી, તે! પણ મેં ગુરુમુખથી જેવી રીતે પ્રબન્ધે સાંભળ્યા છે, તેવી રાતે પ્રયત્નપૂર્વક સંગ્રહ કરીને આ ગ્રંથ રચ્યા છે; માટે મોટી બુદ્ધિવાળા ગુણગ્રાહી પંડિતાએ મસરને લાગ કરીને આ ગ્રંથની ઉન્નતિ કરવી,’ આ રીતે પ્રાન્ત્રકારોએ રજૂ કરેલી હકીકતો પૂરા પ્રામાણિક આરયાળી હોવા છતાં તેમાં કાલાંતર-દેષ આવી ગયેા હોય કે દંતકથાઓને કેટલાક ભાગ ભળી ગયા હોય તે બનવાજોગ છે. તાત્પય કે-શ્રીપાદલિપ્તસુરિની વાસ્તવિક જીવનકથા જાણવા માટે પ્રશ્નધમાં રજૂ થયેલી હકીકતાનું પૃથક્કરણ તથા પર્યાલાચન જરૂરી અને છે. આ દૃષ્ટિબિંદુ લક્ષ્યમાં રાખીને અમે પાદલિપ્તાચાર્ય પ્રબન્ધનુ પુનઃસકલન કર્યાં છે અને તે પર નોંધ તથા જરૂરી ટિપ્પા આપેલાં છે. આશા છે કે શ્રીપાદલિપ્તસૂરિની ધ્વનકથા જાણવા માટે તે સહાયભૂત થશે. ધીરજલાલ ટા. શાહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 202