________________
૨. મંગળ અને લોકોત્તમની ભાવના
મહાવીરે કહ્યું છે કે જે મેળવવું છે તેને જોવાનું શરૂ કરી દેવું જોઈએ. જેને આપણે જોવામાં સમર્થ બનીએ છીએ તેને જ આપણે મેળવી શકીએ છીએ. જેને આપણે જોયું નથી તેને મેળવવાનો કોઈ ઉપાય નથી. જેને મેળવવું છે તેની ખેવના કરવાનો પ્રારંભ કરવો જોઈએ. મળતાં પહેલાં જેને માટે આપણે આપણા હૃદયમાં જગ્યા ઊભી કરી હોય છે તે જ આ જગતમાં મળે છે. અતિથિ ઘેર આવવાનો હોય તો તેના સ્વાગતની તૈયારી કરીએ છીએ. જે પોતાનામાં અરિહંતનું નિર્માણ કરવું હોય, સિદ્ધને ક્યારેક પામવા હોય, કોઈ ક્ષણે સ્વયંકેવલી બનવું હોય તો એને જોવાની, એની ભાવના કરવાની, એની આકાંક્ષા અને અભીપ્સા તરફ આપણે ડગલાં ભરવાનું શરૂ કરવું જોઈએ. મહાવીરથી અઢી હજાર વર્ષ પૂર્વે એક કહેવત પ્રચલિત હતી. લાઓત્સ દ્વારા એ કહેવાઈ અને એમાં ચિંતનની ધારાનો પૂરો સાર આવી જાય છે. એ કહેવત છે superior physician cares the illness, before it is manifested. જે શ્રેષ્ઠ ચિકિત્સક છે તે બીમારીને પ્રગટ થતા પહેલા જ ઠીક કરી દે છે. The inferior physician, only cares for the illness which he was not able to prevent. જે સાધારણ ચિકિત્સક છે, તે જે બીમારીને રોકી શકવા માટે એ અસમર્થ હતો, તે બીમારીને દૂર કરવામાં થોડી સહાયતા માત્ર આપે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે મહાવીરથી પાંચ હજાર વર્ષ પહેલાં ચીનમાં બીમારી ઠીક કરવા માટે ચિકિત્સકને કાંઈ પુરસ્કાર આપવો પડતો ન હતો. એનાથી ઊલટો જ રિવાજ હતો. ચિકિત્સકને પગાર આપવો પડતો હતો, જેથી કુટુંબમાં કોઈ બીમાર ન પડે. પરંતુ ક્યારેક કોઈ બીમાર પડી જાય તો ચિકિત્સકે એને સાજો કરવો પડતો અને સામેથી દર્દીને પૈસા પણ આપવા પડતા હતા. જ્યાં સુધી દર્દી સાજો ન થાય ત્યાં સુધી ચિકિત્સકએને પૈસા આપતો. આ ચિકિત્સા પદ્ધતિનું નામ