________________
૧૮
સંયમની વિધાયકદ્રષ્ટી
કોઈ પ્રયોજન સમજાતું નથી, તેને માટે સંગીત એક ઘોંઘાટ કે અવાજથી વધુ કાંઈ નહીં હોય. એવા માણસને ભીતરના અંતરધ્વનિ તરફ આગળ વધવું મુશ્કેલ લાગશે. જે ઈન્દ્રીય તમને વધારેમાં વધારે પરેશાન કરતી હોય, જેના નિષેધ અને વિરોધમાં તમને લડવાનું મન થઈ જાય છે. એ જ ઈન્દ્રીય તમારી મિત્ર છે, કારણકે એ જ ઈન્દ્રીય તમને તમારી ભીતરમાં વધારે જલદી લઈ જઈ શકશે, માટે દરેકે પોતાની સર્વાધિક સંવેદનશીલ ઈન્દ્રીયને ઓળખી લેવી જોઈએ. ગુર્જએફની પાસે પહેલી વાર કોઈ આવે ત્યારે એ પૂછતા, ‘તમારી વધારેમાં વધારે કમજોરી શી બાબતમાં છે ? તમારી એ કમજોરી મને કહો, તો એને જ હું તમારી વધારે શક્તિમાં રૂપાંતરીત કરી આપું. જો રૂ૫તમને વધારે આકર્ષતું હશે તો ભયભીત થવાની જરૂર નથી. એ રૂપ જ તમારે માટે દ્વાર બની જશે. જો કોઈ સ્પર્શ તમને આમંત્રણ આપતો હશે તો ભયભીત થવાની જરૂર નથી, સ્પર્શ જ તમારો માર્ગ છે. કોઈ સ્વાદ તમને ખેંચીને તમારા સ્વપ્નોમાં પ્રવેશ કરી જાય છે? તો એ સ્વાદને આવકારો. એ તમારા માટે સેતૂ બની જશે. તમારી જે ઈન્દ્રીય સર્વાધિક સંવેદનશીલ હશે, એની સાથે તમે લડશો તો એ ઈન્દ્રીય બહેરી થઈ જશે. તમે તમારે હાથે તમારા સેને તોડવા માટે જવાબદાર ગણાશો. જો તમે વિધાયક સંયમની ધારણાને સમજશો તો તમે ઈન્દ્રીયને તમારો માર્ગ બનાવી ભારતમાં પહોંચી જશો. જે ઇન્દ્રીય આપણને બહાર ઉપયોગ માટે ખેંચી જાય છે એ જ ઈન્દ્રીય દ્વારા તમે ભીતરમાં પણ જઈ શકશો. ધ્યાન રાખો કે જે રસ્તે આપણે બહાર જઈએ છીએ, એ જ રસ્તે પાછા અંદર આવી શકાય છે. રસ્તો એ જ હોય છે, માત્ર આપણા ગન્તવ્યની દિશા બદલાઈ જાય છે. આપણું મોં જે બહારની દિશા તરફ હતું તે ભીતરની દિશા તરફ થઈ જશે. જે રસ્તે આ પ્રવચનસ્થળ પર આવ્યા છો, એ જ રીતે તમે તમારે ઘેર પાછા ફરી શકશો. માત્ર મોંની દિશા બદલવાની જરૂર છે. કોઈ રસ્તો આપણો દુશમન નથી, બધા રસ્તા બન્ને દિશાઓમાં ખુલ્લા છે. જે ઈન્દ્રીય દ્વારા જગતમાં પ્રવેશવાનું તમને સર્વાધિક આકર્ષક લાગે છે અને જેના તરફ તમે ખેંચાયા કરો છો, તે પછી ભલે આંખ હોય, સ્વાદ હોય, ધ્વનિ હોય, જે કાંઈ ઈન્દ્રીય હોય, એની મારફત જ તમે બહાર નીકળશો અને તમારાથી દૂર ચાલી જશો. એ જ ઈન્દ્રીય સંયમની વિધાયક દિશામાં દોરી જવામાં સહયોગી બનશે. એ ઈન્દ્રીય સાથે લડવાનું નથી. એની સાથે લડી એને તમે નુકસાન પહોંચાડશો, તોડી નાખશો, નાશ કરશો, તો પાછા કેમ ફરશો? પરંતુ એમ કરવાથી તમારું પાછા વળવું મુશ્કેલ બની જશે. માર્ગને જ તોડી નાખશો તો પાછા કેમ ફરશો? આ વાતથી તમને બહુ નવાઈ લાગશે. પરંતુ હું ભારપૂર્વક કહેવા માગું છું કે આવી સંવેદનશીલ ઈન્દ્રીયોને કારણે માણસો ખોટે રસ્તે ચડી જતા નથી, પરંતુ ઈન્દ્રીયોના રસ્તાને તોડી નાખે છે, એટલે પાછા ફરવાનો રસ્તો બચતો નથી અને તેઓ ભટકી જાય છે.