________________
નમો અરિહંતાણમ્:મંત્ર
૧૪૯
બાળકોને પકડનાર લોકો મળી આવશે, પરંતુ બુટ્ટાને પકડનાર લોકો મળતા નથી. પરંતુ બાળકો અને બુટ્ટા બન્નેના અનુભવોમાં ખાસ કાંઈ ભેદ હોતો નથી. નસદ્દીન મરી ગયો. સ્વર્ગનાં દ્વાર પર પહોંચ્યો. સો વર્ષની ઉંમરે મર્યો હતો. ઘણું જીવ્યો. એવી કથા છે કે સ્વર્ગનાં દ્વાર પર સેંટ પીટર પહેરો ભરતા હતા. તેમણે નસરૂદ્દીનને પૂછ્યું, ‘ઘણા વર્ષ જીવ્યા, બહુ લાંબુ જીવ્યા, એ સમયમાં કયાં ક્યાં પાપ ક્યાં છે પૃથ્વી પર?' નસરૂદ્દીને કહ્યું “પાપ! પાપર્યા જ નથી.” સેંટ પીટરને લાગ્યું કે કદાચ “પાપ” શબ્દ બહુ સામાન્ય છે, બુટ્ટો માણસ છે. એને કાંઈ સમજાયું નહીં હોય. એટલે ફરી પૂછ્યું, ‘ક્યારેક ચોરી કરી છે?' નસરૂદીને કહ્યું ના, કયારેય જૂઠું બોલ્યા છો?’ નસરૂદીને કહ્યું “ના ‘કયારેય દારૂ પીધો છે? નસરૂદીને કહ્યું ‘ના’ ‘ક્યારેક સ્ત્રીની પાછળ પાગલની જેમ ભટક્યા છો?’ નસરૂદીને કહ્યું ‘ના’. સેંટ પીટરને આશ્ચર્ય થયું. તો આટલો બધો લાંબો, સો વર્ષ જેટલો સમય તેંપસાર કેવી રીતે કર્યો? શું કરી રહ્યો હતો ત્યાં? નસરૂદીને કહ્યું, “હવે તમે મને પકડ્યો. તમારો સવાલ બહુ ઝંઝટમાં નાખે તેવો છે. પરંતુ એનો જવાબ આપું તે પહેલાં મારે તમને એક સવાલ પૂછવો છે. તમે અહીં શું કરી રહ્યા છો? હું તો જાણે સો વર્ષથી પૃથ્વી પર હતો, પરંતુ તમે તો અહીં અનન્તકાળથી ઊભા છો. શું કરો છો આખો વખત?’ પાપ જેવું કાંઈ ન હોય તો માણસને લાગે છે કે જીવનમાં છે શું? અસંયમન હોય તો ભોગવીએ શું? મહાવીર જેવા માનવો કેવી રીતે જીવી ગયા હશે તે આપણી સમજમાં આવતું નથી. એનાં કારણો બૌદ્ધિક રીતે સમજાય તેવાં નથી. જે ફરક છે તે આપણા જીવનનાં ઢંગનો છે. આપણને એ નથી સમજાતું કે દરેક બાબતમાં સંયમ કરવાનો હોય તો શું અને કેમ જીવીશું? ના કોઈ સ્વાદમાં રસ લેવાય, ના કોઈ ભોજનની સુગંધ આકર્ષે, ના કોઈ સુંદર વસ્ત્રો પહેરાય, ના કોઈ સંગીતમાં રસ લેવાય, ના કોઈ રૂપ આકર્ષે...જે કોઈ મહત્ત્વાકાંક્ષા જ બાકી ન રહે તો શેના માટે જીવવાનું? મારી પાસે લોકો આવે છે ને પૂછે છે કે જો કોઈ મહત્ત્વાકાંક્ષા જ ન રહે, કોઈ મોટું સુંદર મકાન બનાવવાનો ખ્યાલ જ મટી જાય, કોઈ દેહની સુંદર સજાવટનો ખ્યાલ પણ ન આવે તો એ કાંઈ જીવન છે? ધન પ્રાપ્ત કરવા માટેની દોડધામ બંધ થઈ જાય તો કેવી રીતે જીવન પસાર થશે ? આપણને એમ લાગ્યા કરે છે કે પાપ એજ જીવનની વિધિ છે, અસંયમ એ જીવનનો તંગ છે. એટલે સંયમની વાતો આપણે સાંભળી લઈએ છીએ; આપણને સારી લાગે છે પરંતુ તે આપણા જીવનને ક્યાંય અડકતી નથી. આપણા અનુભવોમાં સંયમનો કોઈ મેળ ખાતો નથી. કારણકે જ્યારે