________________
૧૫ર
સંયમની વિધાયકદ્રષ્ટી
આ વાત હવે આપણી ઈન્દ્રીયોના સંદર્ભમાં સમજીએ. જે તમારી ભીતરમાં કોઈ એક ઈન્દ્રીય સાચી દિશા પકડી લે, તો તમારી બધી ઈન્દ્રીયોના જૂના ઢાંચા તૂટવાના શરૂ થશે. તમારી એક વૃત્તિ દૃઢતાથી સંયમ તરફ ગતિ શરૂ કરે તો તમારી બીજી વૃત્તિઓ અસંયમ તરફ આગળ વધવામાં અસમર્થ બની જાય છે. એક તસુભારનું રૂપાંતર થતાં, આખું રૂપ બદલાવાનું શરૂ થઈ જાય છે. ક્યાંયથી પણ શરૂ કરો, કોઈ પણ ઇન્દ્રીયનો ભીતરમાં સંયમ પ્રગટ થવા લાગશે, તો તમારામાંનું અસંયમનું અંધારુ દૂર થવા માંડશે. એ વાતનો હંમેશા ખ્યાલ રાખજે કે શ્રેષ્ઠતર હંમેશાં શક્તિશાળી હોય છે. જો ઘરમાં એક વ્યક્તિ સ્વસ્થ અને વ્યવસ્થિત થઈ જાય તો ઘરની બધી વ્યક્તિઓ પર એની અસર પડશે. કારણકે શ્રેષ્ઠ શક્તિશાળી છે. તમારામાં એક વિચાર કે વૃત્તિ ઠીક થઈ જાય, આખા સમૂહમાં એક વ્યક્તિ ઠીક થઈ જાય તો એની આસપાસના પૂરા સમૂહમાં અસર થશે, કારણકે શ્રેષ્ઠ શક્તિશાળી છે. તમારી બધી વૃત્તિઓના પુરાણા ઢાંચા બદલાવા લાગશે, તૂટવા લાગશે અને તમે ફરીથી જેવા હતા તેવા નહીં થઈ શકો. એટલે સંપૂર્ણ સંયમ સાધવાના પ્રયત્નમાં ન લાગી જશો. પૂરેપૂરો સંયમ સંભવ નથી. આજે એ સંભવ નથી, આ પળે એ સંભવ નથી, પરંતુ કોઈ પણ એક વૃત્તિને તો આજે જ, આ પળે તમે રૂપાંતરિત કરી શકો છો. એ ખ્યાલ રાખજોકે આ એક વૃત્તિનું રૂપાંતર થવું, તમારા આખા જીવનના રૂપાંતર માટેની દિશા નક્કી કરશે. તમારી જિંદગીમાં પ્રકાશનું એક કિરણ ઊતરી આવશે તો અંધારું ગમે તેટલું પુરાણું હશે, અંધારું ગમે તેટલું ધનઘોર હશે એ તરત દૂર થઈ જશે. અનંતગણા અંધારાથી પ્રકાશનું એક કિરણ વધારે શક્તિશાળી છે. સંયમનું એક નાનું સૂત્ર, અસંયમથી ભરેલી અનન્ત જિંદગીઓને નષ્ટ:પ્રાય કરી મૂકે છે. પરંતુ સંયમનું એકમાત્ર સૂત્ર અમલમાં મૂકવું હોય તોપણ વિધાયક દૃષ્ટિની અત્યંત આવશ્યકતા છે. જે ઈન્દ્રીય તમને વધારેમાં વધારે શક્તિશાળી લાગતી હોય, તે ઇન્દ્રિયના સંયમથી કામ શરૂ કરો. સંયમ શરૂ કરતાં, રસ્તો બદલવાની જરૂર નથી, તમારી ચાલવાની દિશા બદલવાની જરૂર છે. જે રસ્તે અસંયમમાં આગળ વધી ગયા હતાતે જ રસ્તે સંયમમાં પાછા અવાશે. જે રસ્તે બહાર ચાલી ગયા હતા તે જ રસ્તે ભીતરમાં પાછા ફરવાનું છે. જ્યારે પણ શરૂ કરીએ આપણે સંયમ સાધના, ત્યારે કોઈનું આંધળું અનુકરણ કરવાનું નથી. ક્યા કુટુંબમાં કે ધર્મમાં પેદા થયા છીએ તે મહત્ત્વનું નથી. દરેકે પોતપોતાના વ્યક્તિત્વને પ્રથમ સમજીને ધ્યાનમાં લેવાનું છે. પછી જેમજેમ માર્ગ મંળતો જાય, તેમતેમ આગળ વધવાનું છે. મહાવીર જ્યાં પહોંચે છે ત્યાં જ મહેમદ પણ પહોંચે છે.
જ્યાં બુધ્ધ પહોંચે છે ત્યાં કૃષ્ણ પણ પહોંચે છે, જ્યાં લાઓત્યે પહોંચે છે, ત્યાં ક્રાઈસ્ટ પણ પહોંચે છે. તમને ખબર નથી કે ક્યું દ્વાર તમારે માટે યોગ્ય છે. તમે માત્ર પહોંચવાની ફીકર રાખજો, અમુક જ