________________
નમો અરિહંતાણમ્: મંત્ર
૧૮૩
તરફ આવી પણ નથી શકતો. જ્યારે હું ભીતરમાં રહીને નૃત્ય કરું છું ત્યારે મારામાં વજન હોય છે. જ્યારે હું બહાર રહીને નૃત્ય કરું છું ત્યારે મારા શરીરનું વજન ઓછું થઇ જાય છે.’
યોગ કહે છે કે જ્યારે કોઇ વ્યક્તિનું અનાહત ચક્ર જાગ્રત થઇ જાય છે ત્યારે જમીનના ગુરુત્વાકર્ષણનો પ્રભાવ એના પર અત્યંત ઓછો થઇ જાય છે. વિશેષ પ્રકારનાં નૃત્યનો પ્રભાવ અનાહત ચક્ર પર પડે છે અને એમાં યોગીને કોઇ પ્રયાસ કરવો પડતો નથી. નિજિન્સ્કી નૃત્ય કરતાં કરતાં પોતાનું અનાહત ચક્ર સક્રિય કરી લેતો હતો. બીજી એક એવી ખૂબી છે કે જે વ્યક્તિનું અનાહત ચક્ર સક્રિય થઇ જાય તેને શરીરની બહારના અનુભવો out of body experience થવા લાગે છે. એ પોતે શરીરની બહાર ઊભો રહીને તે અનુભવે છે. પરંતુ જ્યારે તમે શરીરની બહાર હો છો ત્યારે જે શરીરની બહાર હોય છે તે પ્રાણઊર્જા છે. ખરેખર તમે પોતે એ ઊર્જા જ છો, એ ઉર્જાને મહાવીરે જીવનઅગ્નિ કહી. એ ઊર્જાને જગાડવાની પ્રક્રિયાને વૈદિક સંસ્કૃતિએ યજ્ઞ કહ્યો.
એ ઊર્જા જાગી જતાં જીવનમાં એક નવી જ ઉષ્મા પેદા થાય છે. એ ઉષ્મા અત્યંત શીતલ હોય છે. સમજવું ખૂબ મુશ્કેલ પડે છે. તપસ્વી એટલો શીતલ હોય છે કે એના જેવું કોઇ બીજું ન હોઇ શકે. છતાં એને આપણે તપસ્વી કહીએ છીએ કારણકે સાધારણ રીતે તપસ્વી એટલે તાપથી, ગરમીથી ભરેલો છે, એમ સમજીએ છીએ. પરંતુ એનો અગ્નિ જેટલો જાગે છે, એટલી જ એના કેન્દ્રમાં શીતલતા પેદા થાય છે.
વૈજ્ઞાનિકો પહેલાં એમ સમજતા હતા કે આપણો સૂર્ય છે તે ભડભડ બળતો અગ્નિ છે. પરંતુ હવે વૈજ્ઞાનિકો એમ કહે છે કે સૂર્યનું કેન્દ્ર એક અત્યંત શીતલ સ્થાન છે. ચારે તરફ ભભૂકતા અગ્નિનું વર્તુળ છે, પોતાના કેન્દ્રમાં સૂર્ય સર્વાધિક શીતલ બિંદુ છે. હવે એ વાત સમજાતી જાય છે કે જ્યાં એટલો અગ્નિ પ્રજ્વલિત થયો હોય ત્યાં એનાં સંતુલન માટે કેન્દ્ર શીતલ હોવું જોઇએ.
ઠીક આવી જ ઘટના તપસ્વીના જીવનમાં બને છે. તપસ્વીની ચારે તરફ ઉત્તમ થયેલી ઊર્જાને સંતુલિત કરવા, એનું કેન્દ્ર શીતલ થઇ જાય છે. ખરેખર એ શીતલતા અનિવાર્ય છે, એ ન હોય તો અસંતુલનને કારણે ગરમી વીખરાઇ જાય છે.
તમે ઉનાળાના દિવસોમાં, ધૂળનો વંટોળિયો ઊઠતો જોયો હશે. એ વંટોળિયો શમી જાય તે પછી તમે એ રેતી કે ધૂળના ઢગલા પાસે જશો તો ચારે તરફ વંટોળિયાએ સર્જેલો વિનાશ તમને દેખાશે, પરંતુ એમાં એક એવું બિન્દુ હશે, જ્યાં એ વિનાશનું નામ નિશાન નહી હોય. એ વંટોળિયો શૂન્યની ઘરી આસપાસ ઘૂમતો હતો. જ્યારે બળદનું ગાડું ચાલતું હોય છે ત્યારે એનાં પૈડાં ગોળ ગોળ ધૂમે છે, પરંતુ એ પૈડાંને ફરવા માટેનો આધાર બને છે. એ પૈડાંથી વિપરીત ચાલતી ધરી સંતુલન સાચવે છે. જીવનનો નિયમ છે કે સંતુલન હંમેશાં વિપરીતથી થાય છે.
એટલે સાચા તપસ્વીનો પ્રયત્ન એવો હોવો જોઇએ કે એ પોતાની આસપાસ એટલો અગ્નિ પેદા