________________
:
૧૯૪
તપ : ઊર્જાશ૨ી૨ના અનુભવ
પક્ષીની પૂરેપૂરી પ્રાણઊર્જા ખેચી લે તો એ પક્ષી મરીને પડે છે. એ પ્રક્રિયાનું ચિત્ર લેવામાં આવે તો એ પક્ષીમાંથી પ્રાણઊર્જાના ગુચ્છા એ વ્યક્તિ તરફ ખેંચાઇ આવતા દેખાય.
કાકાએ કહ્યું કે હવે એ પ્રાણઊર્જાને એકઠી પણ કરી શકાય છે. જેમ મરતા માણસને ઓક્સીજન પ્રાણવાયુ આપીને કમોરી ઓછી કરાય છે, તેમ એક સમય એવો આવશે કે જ્યારે હોસ્પિટલોમાં પ્રાણઊર્જા (પ્રાણવાયુ નહીં) ના સીલિન્ડર રાખીને મરતા માણસને પ્રાણઊર્જા જે બહાર નીકળી રહી છે એને બહારથી પ્રાણઊર્જા આપવામાં આવે તો એ થોડો વખત જીવી શકે છે.
અમેરિકામાં એક વૈજ્ઞાનિક વિલ્હેમ રેક થઇ ગયો. તમે ક્યારેક આકાશમાં સમુદ્રકિનારે બેસીને જોતા હો ત્યારે તમને કેટલીક ઊંચે નીચે આવતી આકૃતિઓ દેખાતી હોય છે. તમે એમ માનતા હો કે એ દિષ્ટિભ્રમ છે ‘illusion’ છે અથવા તમારી આંખમાં કોઇ રોગ કે વિકૃતિને કારણે એવું તમને દેખાય છે, એ વાત સાચી નથી. વિલહેમ રેકનાં સંશોધનોએ સિદ્ધ કર્યું કે એ આકૃતિઓ તમારી પોતાની પ્રાણઊર્જાની છે. એ આકૃતિઓ, આપણમાંથી જ બહાર નીકળી, ચારે બાજુ ફેલાઇ જતી ઊર્જાની છે, જેને રેક argon energ એવું નામ આપે છે. જે વ્યક્તિ આ બહાર નીકળતી પ્રાણઊર્જાને પાછી ચૂસી લેવાની કળા શીખી જાય તે વ્યક્તિ મહાપ્રાણવાન બની જાય.
પ્રાણાયામ, વસ્તુતઃ માત્ર પ્રાણવાયુને ભીતર ખેંચવાની ને બહાર કાઢવાની શક્તિ વધારવા માટે જ નથી. જે લોકો પ્રાણાયામ શીખતા હોય છે, તેઓ એમ માને છે કે પ્રાણાયામ કરવાથી વધારે ઓકસીજન-પ્રાણવાયુ મળે છે ને તેથી આપણી તંદુરસ્તી વધુ સારી બને છે. પરંતુ પ્રાણાયામ વિષે સાચી સમજ ધરાવતા માણસો બહુ ઓછા છે. મૂળ સવાલ વાયુને અંદર બહાર લઇ જવાનો નથી. મૂળ સવાલ, પ્રાણવાયુની સાથે ‘argon energy” ના ગુચ્છા, જે ચારે બાજુ જીવનમાં જે ફેલાયેલા છે તેને પાતાનામાં ચૂસીલેવાનો છે. જો એ રીતે પ્રાણઊર્જા (પ્રાણવાયુ માત્ર નહીં) પોતાનામાં ચૂસવાની પ્રક્રિયા આવડી જાય તો એ પ્રાણયોગ બને છે, નહીં તો એ વાયુયોગ છે. જો એ પ્રાણયોગના ગુચ્છા, ભીતર પાછા ન ખેંચી શકાય તો એ પ્રાણાયામ નથી. એ પ્રાણગુચ્છામાંથી આપણામાં વધેલી શક્તિનો ઉપયોગ, તપ માટે કરવામાં આવે છે. આપણી પોતાની જીવનશક્તિનો, તેમજ ચારે તરફ ફેલાયેલાં જીવ, જંતુ, વનસ્પતિ, પ્રાણીમાં રહેલી, તેમજ પદાર્થોમાં રહેલી, જીવનશક્તિ પ્રાણઊર્જાનો ઉપયોગ કરી શકાય છે.
એક બીજી મજાની વાત કહું. તમને જાણીને આશ્ચર્ય થશે કે કાફ્કા, કિરલિયાન, વિલ્હેમ રેક વ. અનેક વૈજ્ઞાનિકોનો અનુભવ છે કે સોનું જ એક એવી ધાતું છે કે જે સર્વાધિક રૂપે પ્રાણઊર્જાને પોતાની તરફ ખેંચે છે. સોનાનું આ જ સાચું મૂલ્ય છે, નહિ તો એનું બીજું કોઇ મૂલ્ય નથી. દસ
હજાર વર્ષ પુરાણા ઉલ્લેખો મળી આવ્યા છે, જેમાં કેટલાક સમ્રાટોએ પ્રજાને સોનું પહેરવાની
મનાઇ ફરમાવી હતી. કોઇ બીજા માણસ સોનું ન પહેરી શકે, માત્ર સમ્રાટ જ પહેરી શકે. એનું રહસ્ય