________________
નમો અરિહંતાણમ્ઃ મંત્ર
૧૯૫
એવું હતું કે બીજા લોકોને સોનું પહેરતાં રોકી અને પોતે ભરપૂર સોનું પહેરીને, સમ્રાટ વધારે લાંબુ જીવવાની આકાંક્ષા રાખતો હતો. લોકોની પ્રાણઊર્જા, અજાણતાં જ પોતા તરફ, વધારે સોનું પહેરીને આકર્ષી રહ્યો હતો. જ્યારે તમે સોનું જોઇને આકર્ષાઓ છો, ત્યારે તમારી પ્રાણઊર્જા સોના તરફ વહેવાની શરૂ થાય છે. એટલે તમે પણ સાથેસાથે આકર્ષાઓ છો. એટલે સમ્રાટોએ આ - તથ્યનો પોતાના લાભ માટે ઉપયોગ કર્યો.
સોનાનું મૂલ્ય એટલા માટે છે કે એ પ્રાણઊર્જા પોતાની તરફ ખેંચે છે. બીજું કોઇ રહસ્ય નથી, સોનાનું આટલું મૂલ્ય હોવા માટે ઝવેરાતના દાગીનામાં જે કીંમતી પત્થરો જડવામાં આવે છે તેનું પણ આવું જ કાંઇ મૂલ્ય હોવું જોઇએ. એ પત્થરો કાં તો પ્રાણઊર્જાને ખેંચતા હોય અથવા પ્રાણઊર્જા ન ખેંચાઇ જાય એ માટે કાંઇ અવરોધ ઊભો કરતા હોય. માણસનું જ્ઞાન હજી ઘણું અધૂરું છે. કેટલીક જાણકારી હતી તોઆપણે ગુમાવી દીધી છે.
લૂકમાન નામના હકીમે પોતાના એક શિષ્યને આયુર્વેદના શિક્ષણ માટે ભારત મોકલ્યો. એને કહેવામાં આવ્યું કે રસ્તામાં રાત પડે અને સૂઇ જાય, ત્યારે એણે હંમેશાં બાવળનીચે સૂવું. બીજા કોઇ વૃક્ષ નીચે નહી, બાવળ નીચે જ સૂવું, એવી તાકીદ કરવામાં આવી હતી. એ શિષ્ય ભારત પહોંચ્યો ત્યાં સુધીમાં એને ક્ષય રોગ લાગુ પડી ગયો હતો. કાશ્મીર પહોંચીને એણે એક ચિકિત્સકની સલાહ લીધી. એણે કહ્યું કે ‘હું મરી રહ્યો છું. હું આયુર્વેદ શીખવા માટે આવ્યો હતો. હવે મારે આયુર્વેદ શીખવું નથી. મને સાજો કરી દો એટલે હું પાછો ચાલ્યો જાઉં.’ એ ચિકિત્સક વૈદે એને પૂછ્યું કે ‘તું કોઇ ખાસ વૃક્ષ નીચે સૂતો અહીં પહોંચ્યો છે ?’
એણે કહ્યું કે મારા ગુરુની આજ્ઞા હતી કે મારે બાવળ નીચે સૂતાં સૂતાં ભારત પહોંચવું. પેલો વૈદ્ય હસ્યો. એણે કહ્યું, હવે તું લીમડાના ઝાડ નીચે સૂતો સૂતો પાછો જા. એણે એમ કર્યું અને એ જ્યારે સ્વસ્થ પાછો ર્યો ત્યારે એના ગુરુને ખાતરી થઇ કે એનો શિષ્ય જીવતો પાછો આવ્યો, એટલે આયુર્વેદ જરૂર રહસ્યમય શાસ્ત્ર છે. પેલા શિષ્યે એના ગુરુને કહ્યું કે ભારતમાં મારી કોઇ ચિકિત્સા કરવામાં આવી ન હતી. ગુરુએ કહ્યું, તુ પાછો ર્યો ત્યારે કોઇ બીજા વૃક્ષ નીચે સૂતાં સૂતાં આવ્યો હતો ? શિષ્યે કહ્યું, કે મને લીમડાના ઝાડ નીચે સૂતાં સૂતાં પાછા ફરવાની સલાહ અપાઇ હતી.
લુકમાનને ખાતરી થઇ કે ભારત પણ આરોગ્ય વિષે ઘણું જાણે છે. બાવળનું ઝાડ હંમેશાં તમારી ઊર્જાને શોષી લે છે. એટલે ભૂલેચૂકે પણ બાવળ નીચે ન સૂવું. બાવળનાં દાતણ કરી દાંત સાફ કરવાથી બાવળની શક્તિ દાંતને મળે છે. લીમડો તમારી ઊર્જા ચૂસતો નથી, પરંતુ પોતાની ઊર્જા
તમારામાં રેડે છે.
પીપળાના ઝાડ નીચે પણ ન સૂવું. કારણકે પીપળાના ઝાડમાં એટલી બધી શક્તિ છે કે વધારે પડતી શક્તિ તમારામાં દાખલ થાય તો પણ તમે બીમાર પડી જશો. પીપળાનું ઝાડ પણ સર્વાધિક