Book Title: Namo Arihantanam Mantra
Author(s): Osho
Publisher: Upnishad Charitable Trust

View full book text
Previous | Next

Page 204
________________ ૧૯૯ - પરિશિષ્ટ - ઓશો એક પરિચય ઓશોના અંગ્રેજી પુસ્તકોની યાદી ઉપનિષદનાં પ્રકાશનો આગામી પ્રકાશનો: ઓશોની ઓરિજીનલ ઓડિયો સિરીઝ ઓશોના પુસ્તકોપ્રેક્ષકો સમક્ષ આપવામાં આવેલા પ્રવચનોનું લિપ્યાંતરણ છે. ઓશોના તમામ પ્રવચનો સમગ્ર પણે પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવ્યા છે અને તેનું મૂળ ઓડિયો રકોર્ડિંગ પણ પ્રાપ્ય છે. ઓડિયો રેકોર્ડિંગ અંગેની માહિતી અને સંપૂર્ણ લખાણનો અભિલેખ www.osho.com પર ઓશો પુસ્તકાલયમાં છે. ઓશો - એક પરિચય સત્યની વ્યક્તિગત શોધથી માંડીને જ્વલંત સામાજિક અને રાજનૈતીક પ્રશ્નો ઉપર ઓશોની નવી વિચારધારા તેમને દરેક શૃંખલાથઈ અલગ એક વિશિષ્ટ સ્થાને પ્રતિષ્ઠિત કરે છે. એ આંતરિક રૂપાંતરણના વિજ્ઞાનમાં સહભાગી કાંતિકારી પર્યાય છે તથા ધ્યાનનો એવો અભિગમ છે જે સાંપ્રત જીવનની ગતિશીલતાને લક્ષ્યમાં રાખે છે. ઓશો એક્ટિવ મેડિટેશનઝખ એવી રીતે બનાવાયાં છે કે શરીર તથા મનમાં એકત્રિત થયેલ તનાવ નિષ્કાસિત થઈ શકે જેને લીધે સ્થિરતા આવે તથા ધ્યાનની વિચાર રહિત દશાની અનુભૂતિ થાય. ઓશોના મત પ્રમાણે એમનો ઉદ્દેશ એવી પરિસ્થિતિ નિષ્પન્ન કરવાનો છે જેમાં એક નવા - અભિનવ - મનુષ્યનો જન્મ થઈ શકે, જેને એમણે ‘ઝોર્બી ધ બુદ્ધ કહ્યો છે, જેના પગ જમીન પર હોય પરંતુ જેના હાથ તારાઓને સ્પર્શી શકે. ઓશોના પ્રત્યેક વિચારમાં એક ધારાની માફક વહેતું રહેતું એ જીવનદર્શન રહેલું છે, જે પૂર્વની કાલાતીત પ્રજ્ઞા તથા પશ્ચિમના વિજ્ઞાન અને ટેકનોલોજીની ઉચ્ચતમ સંભાવનાઓને સમન્વિત કરે છે. આ દ્રષ્ટિની સંભાવનાઓ એટલી વિશાળ છે કે જો તેને સમજી અને આપણાં જીવનમાં અમલી બનાવીએ તો માનસ જાતમાં ગુણાત્મક કાંતિ લાવી શકાય. T E+ A- ર

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210