________________
૧૮૨
તપ : ઊર્જાશ૨ી૨ના અનુભવ
મુત્યુ સમયે આ રીતે ઊર્જા બહાર નીકળી રહી હોય છે ત્યારે માનવીનું વજન ઓછું થતું નથી. નિશ્ચિતપણે એમ કહી શકાય કે એ એક એવી ઊર્જા છે જેના પર ગુરુત્વાકર્ષણ gravitation ની કોઇ અસર નથી. કારણકે વજનનો અર્થ જ એ છે કે પૃથ્વીમાં જે ગુરુત્વાકર્ષણની શક્તિ છે તેના ખેંચાણનો પ્રભાવ. તમારું જે વજન છે તે તમારું વજન છે એમ તમે ભૂલચૂકે પણ ન સમજતા. એ વજન તમારા પર જમીનના ખેંચાણનું વજન છે. જમીન જે તાકાતથી તમને ખેંચી રહી છે તે તાકાતનું એ માપ છે. તમે જો ચંદ્ર પર જાઓ તો તમારું વજન સાઠ કિલો હોય તો ચંદ્ર પર માત્ર પંદર કિલો હશે. એનાથી તમે એ પણ સમજી શકો છો કે પૃથ્વી પર જો તમે છ ફૂટ ઊંચા કૂદી શકતા હો તો ચંદ્રપર તમે ચોવીસ ફૂટ ઊંચા કૂદી શકો. અંતરિક્ષમાં ચંદ્ર તરફ જે યાત્રી જાય છે, તેનુ વજન, એના યાનમાં, કેપ્સુલમાં space ship માં, કાંઇ હોતું નથી. કારણકે યાનમાં કોઇ ગુરુત્વાકર્ષણ હોતું નથી. એટલે યાત્રીને પટ્ટાથી એની ખુરસી સાથે બાંધી રાખવો પડે છે. જો એ પટ્ટો છૂટી જાય તો યાનની છત સાથે, ગેસ ભરેલા ફુગ્ગાની જેમ એ ટકરાય. કારણકે એનામાં વજન જ હોતું નથી, જે એને નીચે ખેંચે, એટલે વજન જે છે, તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે છે.
કિરલિયાન પ્રયોગથી એ સિદ્ધ થયું છે કે માનવીમાંથી મૃત્યુ સમયે ઊર્જા બહાર તો નીકળે છે. પરંતુ એનું વજન ઓછું થતું નથી. એટલે એનો એ અર્થ થયો કે એ ઊર્જા પર ગુરુત્વાકર્ષણનો કોઇ પ્રભાવ નથી. યોગના પ્રયોગમાં કેટલાક યોગીઓ, જમીનથી અદ્ધર જાય છે. તેમાં levitation માં, આ ઊર્જાનો જ ઉપયોગ છે.
થોડાં વર્ષો પહેલાં નિજિન્સ્કી નામે એક અદ્ભૂત નૃત્યકાર થઇ ગયો. એનું નૃત્ય અસાધારણ હતું, કદાચ પૃથ્વી પર એવા નૃત્યકાર પહેલાં નહીં જન્મ્યા હોય. એની અસાધારણતા એ હતી કે એ પોતાના નૃત્ય વખતે, જમીનથી એટલો ઊંચે જતો કે એવું ઉપર જવું સામાન્ય રીતે શક્ય નથી. એથી વધારે આશ્ચર્યજનક તો એ વાત હતી કે એ માણસ ઉપરથી, જમીન તરફ જ્યારે આવતો ત્યારે એટલો ધીમેથી ઊતરતો કે જાણે એના પર ગુરુત્વાકર્ષણની અસર જ નથી. સામાન્ય રીતે એટલા ધીમે, ગુરુત્વાકર્ષણની અસરને કારણે, ઉતરવાનું શક્ય નથી, આ નિજિન્સ્કીનો ચમત્કાર હતો. જ્યારે એનાં લગ્ન થયાં ત્યારે એની પત્ની પણ એનું આ નૃત્ય જોઇ આશ્ચર્યચકિત થઇ ગઇ. એની પત્ની પણ નર્તકી હતી.
નિજિન્સ્કીની પત્નીએ એની આત્મકથામાં લખ્યું છે કે મેં એક દિવસ મારા પતિને કહ્યું કે ‘તું તારી જાતને નાચતો જોઇ શકતો નથી એ અત્યંત શરમજનક છે !’ નિજિન્સ્કીએ જવાબ આપ્યો, ‘કોણ કહે છે કે મારી જાતને જોઇ શકતો નથી. હું બરાબર જોઇ શકું છું, કારણકે ત્યારે હું મારા શરીરની બહાર હોંઉ છું. હું મારા શરીરની બહાર રહીને, એને નૃત્ય કરાવું છું. હું નૃત્ય સમયે મારી જાતને, દર વખતે બરાબર જોતો હોઉં છું, કારણકે હું હંમેશાં બહાર હોઉં છું. જ્યારે હું બહાર નથી હોતો ત્યારે આટલો જમીનથી ઊંચે નથી જઇ શકતો. એટલું જ નહીં, ત્યારે આટલો ઘીમે જમીન