Book Title: Namo Arihantanam Mantra
Author(s): Osho
Publisher: Upnishad Charitable Trust

View full book text
Previous | Next

Page 192
________________ નમો અરિહંતાણમ્: મંત્ર ૧૮૭ ભરેલા હો ત્યારે વિરાટ બ્રહ્મમાંથી તમારામાં ઊર્જના ગુચ્છ પ્રવેશ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે, કે પ્રેમમાં આપણે કાંઈ આપીએ છીએ અને ક્રોધમાં કાંઈ છીનવી લઈએ છીએ. પરંતુ સાચી વાત છે કે પ્રેમમાં તમે કાંઈ પામો છો, કરૂણામાં પણ કાંઈ પામો છો અને દયામાં પણ પામો છો, ત્યારે તમારી જીવનઊર્જા વધે છે. એટલે જ ક્રોધ કર્યા પછી તમે થાકી જાઓ છો અને કરુણાતમને સશક્ત, સ્વચ્છ અને તાજા બનાવે છે. એટલે જ કરૂણાવાનું ક્યારેય થાકતા નથી. ક્રોધી થાકેલો જ જીવે છે. કિરલિયાન ફોટોગ્રાફી મુજબ મૃત્યુ સમયે જે ઘટના બને છે, તેવી જ ક્રોધમાં નાના પાયા પર બને છે. મૃત્યુ સમયે મોટા પ્રમાણમાં ઊર્જાના ગુચ્છ શરીરની બહાર નીકળે છે. કિરલિયાન ફોટોગ્રાફીથી એક ફૂલનું ચિત્ર લીધું, જે ફૂલ હજી એની ડાળ પર લાગેલું છે. એ ફુલની આસપાસ એક ઊર્જાનું જીવંત વર્તુળદેખાય છે અને ચારે તરફ વિરાટમાંથી ઊર્જનાં કિરણ ફલમાં પ્રવેશતાં દેખાય છે. આ ચિત્રો હવે તો છપાઈ ચૂક્યાં છે અને તે જોવા મળી શકે છે. એક ફૂલને ડાળી પરથી તોડવામાં આવ્યું અને ફોટો લીધો તો તરત જ પરિસ્થિતિ બદલાઈ ગઈ. જે કિરણો ફૂલમાં પ્રવેશી રહ્યાં હતાં તે પાછાં વળે છે. માત્ર એકસેકન્ડના અંતરે ડાળી પરથી ફૂલ તોડાય છે. ઊર્જા વિખેરાઈ જાય છે. ફૂલની પાંખડીઓ સુસ્ત થઈ ચીમળાઈ જાય છે ત્યારે એ ફૂલમાંથી બધી ઊર્જા નીકળીને શૂન્ય થઈ જાય છે. કિરલિયાને તો ફૂલ સાથે ઘણા અસામાન્ય પ્રયોગો ક્ય. એમાંથી આપણનેતપવિશે એક જુદી જ દૃષ્ટિ મળે છે. કિરલિયાને ફૂલને ડાળી પરથી ન તોડ્યું. પરંતુ એની છ પાંખડીમાંથી ત્રણ તોડી નાખી અને પછી પણ એ ફૂલની આસપાસ ઊર્જાનું જે વર્તુળ હતું તે એટલું જ કાયમ રહ્યું જેટલું છે પાંખડી વચ્ચે હતું. ફૂલનું જે આભામંડળ હતું તે પણ બીજી બે પાંખડી તોડી નાખીને એક જ રહી ત્યાં સુધી પુરહયું. પરંતુ એ આભામંડળતીવ્રતાથી ઝાખું થવા લાગ્યું છતા પૂરુંકાયમ રહ્યું. એફૂલ ડાળી સાથે લાગેલું હતું ત્યાં સુધી. એટલે તમને સંમોહિત કરીને અથવાઅનેસ્થેસિયા આપીને બેહોશ કર્યા પછી, તમારો હાથ કાપી નાખવામાં આવે તો પણ તમને ખબર પડતી નથી, પીડા થતી નથી. એનું કારણ માત્ર એટલું જ હોય છે કે તમારો તમારા શરીર સાથેનો વાસ્તવિક અનુભવ, ઊર્જા શરીર દ્વારા જ હોય છે. તમારો હાથ કપાઈ ગયા પછી પણ તમને તે પૂરો મહેસૂસ થાય છે. જ્યારે તમે ભાનમાં આવો છો ત્યારે પીડા થાય છે અને તમે હાથ કપાયલો જુઓ છો ત્યારે તમને પીડા જણાય છે. ઘેરી નિદ્રામાં, સંમોહનમાંકે એનેસ્થેસિયા આપ્યા પછી તમારું તાદામ્ય, શરીરથી છૂટી જાય છે. પરંતુ ઊર્જા શરીર સાથે કાયમ રહે છે. તમારો અનુભવ પૂરો ઊર્જાશરીર સાથે જ રહે છે. તમે લંગડા થઈ જાવ તોપણ આંતરિક રીતે એમ લાગતું નથી કે કાંઈ ઓછું થઈ ગયું. બહાર તો ચાલી ન શકાય એટલી પીડા થાય છે, પરંતુ ભીતરમાં કાંઈ ઓછું થઈ ગયું હોય એવું લાગતું નથી. તમે ઘરડા થઈ જાવ તોપણ

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210