Book Title: Namo Arihantanam Mantra
Author(s): Osho
Publisher: Upnishad Charitable Trust

View full book text
Previous | Next

Page 191
________________ ૧૮૬ તપ : ઊર્જશરીરના અનુભવ તમારો હાથ બળશે નહીં, કારણકે તમારી હાથની ઉર્જા ત્યાંથી હટતી નથી, પોતાના સ્થાને કાયમ રહે છે. આ તથ્યોનો અર્થ એ છે કે તમારી ઊર્જ, તમારા સંકલ્પના બળથી હટે છે, ઘટે છે, આગળ કે પાછળ ખસે છે. બીજાનાના મોટા પ્રયોગો કરીને આપણે આ અનુભવ કરી લઈશું, તો આ વાત સમજવી સહેલી થઈ પડશે. પહેલાં થર્મોમીટરથી તમારા શરીરનું તાપમાન માપી લો. પછી થર્મોમીટર બાજુએ રાખી, આંખ બંધ કરીને દસ મિનિટ, એક તીવ્ર ભાવ તમારામાં પેદા કરો કે તમારા શરીરમાં ગરમી વધી રહી છે. એકાગ્ર ચિત્તે ભાવકરો. દસ મિનિટ પછી ફરીથી થર્મોમીટરથી તમારું તાપમાન માપો. તમે ચક્તિ થઈ જશોકે થર્મોમીટનો પારો, તમારા તીવ્ર ભાવથી, થોડો ઉપર ચઢી ગયો. આમ જો અર્ધી ડિગ્રી કે એક ડિગ્રી ‘Degree” અંશ પારો ઉપર ચડી શકે તો વધારે કેમ ન ચઢી શકે? આપણા નિષ્ઠાપૂર્વકના પ્રયાસની, શ્રમની જ આ વાત છે. આ રીતે પારો જો ઉપર ચઢી શકતો હોય તો નીચે પણ ઊતરી શકે. તિબેટમાં હજારો વર્ષોથી સાધકો બરફની શિલાઓ પર બેસી કલાકો સુધી ધ્યાન કરે છે. એનું એકમાત્ર કારણ છે કે તે સાધકો પોતાની આસપાસ, એક જીવનઊર્જાનું વર્તુળ એવો ભાવ કરીને સજાગ કરી દે છે. ચીને તિબેટ પર આક્રમણ કર્યું તે પહેલાંની વાત છે. તિબેટની લ્હાસા યુનિવર્સિટી, પોતાના જે શિષ્યો, ઔષધિશાસ્ત્ર-Medicine નો અભ્યાસ કરી ચિકિત્સક થવા માગતા હોય, તેમની પરીક્ષા લેવાતી હતી. જ્યાં સુધી રાત્રે વરસતા બરફની રાતમાં માત્ર ભાવ દ્વારા ગરમી પેદા કરી શરીરમાંથી પરસેવો ન કાઢી શકે, ત્યાં સુધી યુનિવર્સિટી એ શિષ્યોને ચિકિત્સક તરીકેનું પ્રમાણપત્ર-Degree આપતી નહોતી. કારણકે જે ચિકિત્સાનો પોતાની જીવન ઊર્જા પર એટલો પ્રભાવનહોય, તે દર્દીની જીવન ઊર્જા પર પ્રભાવ કેવી રીતે પાડી શકે ? શિક્ષણ પૂરું થઈ જાય, પરંતુ પ્રમાણપત્ર તો આ કસોટીમાંથી જે પાર ઊતરે તેને જ મળે. એટલે જે લોકો તિબેટમાં ચિકિત્સક તરીકે કામ કરતા હતા તે બધા આ કસોટીમાંથી પાર ઊતરેલા હતા. આપણને આશ્ચર્યથી ભરી દે એવી વાત છે. કેટલાક શિષ્યોને છ મહિના લાગતા, કેટલાકને આખું વર્ષ લાગતું. જે શિષ્યો પ્રથમ આવતા, જેમને ઈનામમાં સુવર્ણચંદ્રક-Gold Medal મળતો, તેઓ આવી બરફ વરસતી રાતમાં, એક વખત નહીં પરંતુ દસકે વીસ વાર પરસેવો કાઢી શકતા હતા. તેઓ આવો પરસેવો કાઢતાતે પછી એમને ઠંડા પાણીથી નવરાવીફરીથી પરસેવો કાઢવા કહેવામાં આવતું. સમજવાની વાત છે કે આ માત્ર સંકલ્પને ભાવના બળથી બની શકતું હતું. કિરલિયન ફોટોગ્રાફીના અભ્યાસ પરથી એ સાબિત થઈ ચૂક્યું છે કે જે વ્યક્તિ સદ્ભાવથી સંકલ્પ કરે છે, એની ઊર્જાનું વર્તુળ એના ચિત્રમાં મોટું થઈ ગયેલું દેખાય છે. જે વ્યક્તિ ધૃણા અથવા ક્રોધથી ભરાયેલી હોય તેના ચિત્રમાં શરીરમાંથી ઊર્જાના ગુચ્છ બહાર નીકળતા હોય એવું દેખાય છે. જેવું મૃત્યુ સમયે બનતું હોય છે. જ્યારે તમે પ્રેમથી ભરેલા હો, જ્યારે તમે કરુણાથી

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210