________________
નમો અહિંતાણમ્: મંત્ર
૧૮૫
પેદા થાય છે. અને ત્યારે તમને શૉક લાગવાનો સંભવ છે.
આ આંતરિક ઊર્જાને સંમોહન hypnosis ના પ્રયોગો વડે વધારી કે ઘટાડી શકાય છે. મુસલમાન અને સૂફી ફકીરો અને યોગીઓ સળગતા અંગારા પર ચાલી બતાવે છે. એનું રહસ્ય એ છે કે એ પોતાની આંતરિક ઊર્જાને એટલી જગાડે છે, કે બહારના અંગારનો તાપ એને ઓછો લાગે છે, સાપેક્ષ રૂપમાં-relatively, એટલે એમને અંગારા ઠંડા લાગે છે. એમના શરીરની ગરમી, અંતર ઊર્જાનો પ્રવાહ, એટલો તીવ્ર હોય છે કે બહારની ગરમી ઓછી લાગે છે.
ગરમીનો અનુભવ સાપેક્ષ છે. તમારા એક હાથને બરફ પર રાખીને ઠંડો કરી લો અને બીજો હાથ સળગતી સગડી પર રાખી ગરમ કરી લો. પછી બન્ને હાથ, એક ઠંડા પાણીથી ભરેલી બાલદીમાં નાખશો, તો બન્ને હાથની ગરમી તમને અલગ અલગ ઉષ્ણતામાન બતાવશે. એક હાથ કહેશે કે પાણી ઠંડું છે અને બીજો હાથ કહેશે કે પાણી ગરમ છે. જે હાથ ઠંડો કરેલો છે તે કહેશે કે પાણી ગરમ છે અને જે હાથ ગરમ કરેલો છે તે કહેશે કે પાણી ઠંડું છે. તમે પોતે મૂંઝવણમાં પડી જશો. કદાચ અદાલતમાં કોઇ સાક્ષી આપવાનો પ્રસંગ ઊભો થાય કે બાલદીમાં અમુક સમયે પાણી ઠંડું હતું કે ગરમ ? તો સાધારણ રીતે તો આપણા શરીરનું તાપમાન બધે સરખું હોય છે એટલે આપણે સહેલાઇથી કહી શકીએ કે પાણી ગરમ છે કે ઠંડું પરંતુ એક હાથ ગરમ કરેલો હોય અને બીજો ઠંડો કરેલો હોય તો જ્યારે બાલદીમાં બન્ને હાથ નાખીએ ત્યારે જવાબ આપવાની મુશ્કેલી ઊભી થશે. ત્યારે તમારે મહાવીર જેવું વિધાન કરવું પડશે કે કદાચ પાણી ઠંડું પણ હોય, કદાચ પાણી ગરમ પણ હોય, ડાબો હાથ અને જમણો હાથ બન્ને અલગ અલગ જવાબ આપે છે, તો પાણી કેવું છે તે કેવી રીતે કહી શકીએ ? તમારું વક્તવ્ય સાપેક્ષ છે. તમે જે કહી રહ્યા છો તે પાણીના સંબંધમાં નહીં, પરંતુ તમારા હાથના સંબંધમાં કહો છો.
તમારી અંતરની ઊર્જા એક વખત જાગી જાય, પછી તમે અંગારા પર ચાલી શકો. એ અંગારાથી તમારા પગ પર ફોલ્લા નહીં ઊઠે. એનાથી ઊલટી ઘટના, સંમોહન-hypnosisમાં બને છે. જો હું તમને સંમોહિત કરી બેહોશ કરી દઉં, જે કરવાનું ઘણું સરળ છે અને તે પછી તમારા હાથમાં એક સાધારણ કાંકરો મૂકી તમને કહું કે તમારા હાથમાં સળગતો અંગારો છે, તો તમારો હાથ તરત બળવા લાગશે અને તમે એ કાંકરો ફેંકી દેશો. ત્યાં સુધી તો ઠીક, પરંતુ જો એનાથી તમારા હાથમાં ફોલ્લો પણ ઉઠે, તો તમે વિચાર કરતા થઇ જશો કે આવું કેવી રીતે બની શકે ? આમ કેવી રીતે બને છે ? જેવો હું તમને તમારી સંમોહિત અવસ્થામાં કહું કે હાથમાં સળગતો અંગારો મૂક્યો છે તમારા હાથની ઉર્જા ગભરાઇને ત્યાંથી હટી જાય છે. એક પ્રકારનો શક્તિનો અવકાશ-relative gap પેદા થાય છે. ખાલી જગ્યા પેદા થઇ જાય છે અને હાથ બળી જાય છે. એમાં એ હાથ અંગારાની આગથી નથી બળતો, પરંતુ ત્યાંથી તમારી ઊર્જાશક્તિ હટી જાય છે માટે આવું બને છે. તમારા હાથમાં સાચો સળગતો અંગારો મૂકીને તમને કહેવામાં આવે કે એક ઠંડો કાંકરો મૂક્યો છે તો