Book Title: Namo Arihantanam Mantra
Author(s): Osho
Publisher: Upnishad Charitable Trust

View full book text
Previous | Next

Page 189
________________ ૧૮૪ તપ : ઊર્જાશ૨ી૨ના અનુભવ કરી લેકે એ અગ્નિના પ્રમાણમાં એની ભીતર શીતલતાનું કેન્દ્રલંભ થાય. એ તપસ્વી પોતાનામાં એટલી ગતિશીલ dynamic શક્તિ પેદા કરી લેકે એનામાં એક શૂન્ય બિંદુ ઊભું થાય. એની આસપાસ ઊર્જાનું એવું તીવ્ર પરિભ્રમણ થાય કે એની ધરી સ્થિર થઇ જાય. આ પ્રક્રિયા એવી ઊલટી દેખાય છે કે એને સમજવામાં મોટી ભૂલ થઇ જાય છે. એમ લાગે છે કે તપસ્વી માત્ર અગ્નિ પેદા કરવામાં જ ઉત્સુક છે. નહીં, તપસ્વી શીતલતા પ્રતિ ઉત્સુક છે. પરંતુ શીતલતા પેદા કરવાની પ્રક્રિયા એની ચારે તરફ અગ્નિ-તાપ પેદા કરશે. પરંતુ એ તાપ બહારનો નથી. એ તાપ એવો નથી કે જેવો આપણે આપણી આસપાસ સગડી સળગાવીને પેદા કરીએ છીએ. એ તાપ આંતરિક છે. એટલા માટે મહાવીરે, તપસ્વીને પોતાની આસપાસ સગડી સળગાવવાનો નિષેધ કર્યો છે. કારણકે સગડીનો તાપ બહારનો છે. એનાથી આંતરિક શીતલતા પેદા નહીં થાય. ધ્યાનમાં લેવાની વાત એ છે કે આંતરિક તાપ હશે, તો આંતરિક શીતલતા પેદા થશે; બહારનો તાપ હશે તો બહાર શીતલતા પેદા થશે. જો આપણે અંતર ભણી યાત્રા કરવાની હોય તો એની અવેજીમાં બહારનો તાપ પેદા કરવાનો પ્રયત્ન ખતરનાક છે. શું એવો તાપ ભીતરમાં પેદા કરી શકાય ? કિરલિયાને પોતાના કેમેરામાં એવી વ્યક્તિઓના ફોટા લીધા છે, જેમની આંગળીઓમાંથી, ધ્યાનમાં ઊંડા ઊતર્યા પછી, વીજળીના ભડકા નીકળતા હોય. સ્વિડનમાં રહેનાર એક વ્યક્તિ ધ્યાનમાં ઊતર્યા પછી, પોતાના હાથમાં પાંચ કેન્ડલ પાવરનો બલ્બ સળગાવી શકતો હતો. એ જેવો ધ્યાનમાં ઊંડો ઊતરે કે એના હાથમાં રાખેલો બલ્બ, ધીમેધીમે પ્રકાશિત થવાનું શરૂ કરે છે. પંદર વર્ષ પહેલાં હોલેન્ડની એક અદાલતમાં એક છૂટાછેડાનો કેસ દાખલ થયો, જેમાં એક પતિએ ફરિયાદ કરી કે એની પત્નીને એ અડવા જાય છે, ત્યારે એને વીજળીનો શૉક લાગે છે. એ સ્ત્રી અકસ્માતે એની ગાડીમાંથી બહાર પડી ગઇ હતી. તે પછી એને જે કોઇ અડે, તેને વીજળીનો શૉક લાગવાનું શરૂ થતું. એના પતિએ કહ્યું કે ‘મારે તાત્કાલિક ફારગતિ જોઇએ છે, કારણકે હું તો એને અડવાથી જ કદાચ મરી જઇશ.’ આવો છૂટાછેડાનો કેસ પહેલી વાર અદાલતમાં આવ્યો હતો. કાયદામાં આવા કારણે છૂટાછેડા અદાલતને મંજૂર કરવા પડયા. કારણકે એ સ્ત્રીના શરીરમાં વહેતી વીજળીમાં કોઇ છીદ્ર કે કાણું પેદા થઇ ગયું હતું. તમારા શરીરમાં પણ ઋણ અને ધન-negative and positive-વીજળીનું એક વર્તુળ-cir - cuit- હોય છે. એમાં ક્યાંયથી છેદ પડી જાય તો તમારા શરીરની ઊર્જા-વીજળીનો, બીજાને શોક લાગવાનો શરૂ થઇ જશે. ક્યારેક અચાનક તમારા પોતાના કોઇ અંગમાં પણ ઝટકો લાગે છે, તે પણ આવા કોઇ આકસ્મિક leakage ને કારણે બને છે. તને રાત્રે સૂતા હો છો અને અચાનક તમને કાંઇ ઝટકો લાગે છે. એનું બીજું કોઇ કારણ નથી. સૂતી વખતે તમારી વીજળી-ઊર્જાને ઊંઘ સાથે શાંત થઇ જવું જોઇએ. પરંતુ એવું બનતું નથી, એટલે શરીરમાં એક પ્રકારની અડચણ

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210