________________
૧૯૦
તપ : ઊર્જશરીરના અનુભવ
સ્પર્શનથી કરતું ત્યાં સોય ભોંકાવાની અસર થતી નથી. એ મૃત બિંદુઓ છે ત્યાં તમારું ભીતર તપ શરીર, જે સંવેદશીલ છે, તે સંબંધિત નથી થતું. જ્યારે તમને ઓપરેશન થિયટરમાં એનેસ્થેસિયા અપાય છે ત્યારે ભૌતિક શરીરનો ઊર્જાશરીર સાથેનો સંબંધ તોડી નાખવામાં આવે છે. જ્યારે શરીરના કોઈ ચોક્કસ હિસ્સાને એનેસ્થેસિયાથી મૃત કરી દેવામાં આવે છે. ત્યારે તમારા ભૌતિક શરીરના એ હિસ્સા સાથે જોડાયેલા ઊર્જશરીરનાં બિંદુઓનો સંબંધ તોડી નાખવામાં આવે છે. પછી એ શરીરના હિસ્સાને કાપી નાખવામાં આવે તો પણ આપણને ખબર પડતી નથી. કારણ કે જ્યાં જ્યાં મારા ઊર્જશરીર સાથેનો ભૌતિક શરીરનો સંબંધ જીવંત હોય, ત્યાં જ પીડા થાય છે. એનેસ્થેસિયાની અસર ઊતરી જાય પછી આપણને ખબર પડે છે, પીડા જાગે છે. આ કારણે જ્યારે કોઈ ઊંઘમાં જ, સૂતેલી હાલતમાં મરણ પામે છે ત્યારે એક આશ્ચર્યકારક ઘટના બને છે. ગાઢ ઊંઘ દરમિયાન ઊર્જાશરીરનો ભૌતિક શરીર સાથેનો સંબંધ અત્યંત શિથિલ થઈ જાય છે. એટલે ગાઢ ઊંઘ દરમિયાન કોઈ મરી જાય છે ત્યારે એ વ્યક્તિને મરી ગયાનો અનુભવ થતાં કેટલાક દિવસો લાગી જાય છે. માણસ મરી જાય છે, ત્યારે જેમ જેમ એના ભૌતિક શરીરના ઊર્જાશરીર સાથેનાં સંબંધ તૂટતા જાય છે તેમ તેમ એને ખબર પડે છે કે એ મરી રહ્યો છે. આખી દુનિયામાં મૃત્યુ પછી ભૌતિક શરીરને બાળી નાખવામાં કે દાટી દેવામાં આવે છે. આ કામ તત્કાલ હાથમાં લેવામાં આવે છે, જેથી ઊર્જશરીર અનુભવે કે ભૌતિક શરીર નાશ પામ્યું છે. જે શરીરને હું મારું માનતો હતો તે હવે નાશ પામ્યું છે. સ્મશાનમાં એ મૃત શરીરને બાળી નાખવાનોને કબ્રસ્તાનમાં દાટી દેવાનો જે પ્રબંધ કરવામાં આવે છે, તેનું મુખ્ય કારણ એની ચેતનાને અનુભવ કરાવવા માટે છે, કે એ ભૌતિક શરીર તારું હતું જ નહીં. વિનાકારણ અત્યાર સુધી એની ચેતના, એ શરીરને મારું માનતી હતી. જો આપણે એ મૃત ભૌતિક શરીરની સડી જવાની કે નાશ થવાની પ્રક્રિયાને અટકાવી શકીએ અને એને સુરક્ષિત રાખીએ તો ચેતનાએ શરીરની આસપાસ ભટક્યા કરે એવું બની શકે છે. એ ચેતનાને બીજે જન્મ લેવામાં આ વાત આડે આવી શકે. ઈજિસમાં પિરામિડ બનાવીને મૃત શરીર“MUMMIES'ને રાસાયણિક દ્રવ્યો વડે સુરક્ષિત કરી રાખવામાં આવતાં હતાં તેનાં કારણ હતાં. એમ મનાતું કે ક્યારેક એ મરી ગયેલા સમ્રાટને બીજું જીવન મળે તો એનું શરીર જે સુરક્ષિત રખાયું છે, તેમાં એ દાખલ થઈ શકે. આજે લગભગ સાત, સાડા સાત હજાર વર્ષો પુરાણા એ સમ્રાટોનાં શરીર પિરામિડોમાં સુરક્ષિત રખાયાં છે. માત્ર એ સમ્રાટના શરીરને જ નહીં, એની પત્ની કે પત્નીઓ, જે ત્યારે જીવતી હોય કે ન હોય એમના શરીરને પણ એ સમ્રાટના શરીર સાથે જ સુરક્ષિત રખાતાં. એ સમ્રાટને જે જે ચીજો ગમતી તે ચીજો પણ એ સમ્રાટના શરીર સાથે જ સુરક્ષિત રાખવામાં આવતી. એની પત્નીઓ, એના કપડાં, એનાં વાસણ, એની શય્યા, થાળી, પ્યાલા, બધું જ