________________
નમો અરિહંતાણમ્ મંત્રા
૧૫૯
છે ત્યારે એ અરીસામાં જોઈને લગાડે છે. માણસ જાત અદ્ભુત છે. રાખલગાડવા માટે અરીસાની શું જરૂર હોઈ શકે? અરીસાની જરૂર છે, કારણકે રાખ સજાવટ છે, શૃંગાર છે. શરીરને કુરૂપકરનાર પણ અરીસામાં જોઈને શરીર બરાબર કુરૂપ થઈ ગયું કે નહીં તેની ખાતરી કરી લે છે. આમ આ બધું ઊલટું દેખાય છે પણ ઊલટું છે નહીં. ભોગ શરીરનો લોલુપ મિત્ર છે, તો તપ પણ શરીરનું દુશ્મન નથી. પરંતુ તપસ્વી ભોગથી વિપરીત થઈ જાય છે, કારણકે એની વિપરીતતામાં ભોગ જોડાઈ જાય છે. શરીરને સુંદર બનાવવા માટે પણ અરીસાની જરૂર પડે છે. શરીરને સુંદર બનાવનાર બીજાની દષ્ટિ એના પર પડે તે માટે જેટલો ઉત્સુક હોય છે તેટલો જ શરીરને કરૂપ બનાવનાર પણ બીજાની દષ્ટિ માટે ઉત્સુક હોય છે. કોઈ મને જુએ એ પણ એક વાસના છે. સુંદર વસ્ત્ર પહેરીને રસ્તા પર નીકળનાર, એને કોણ જોઈ રહ્યું છે તેની પ્રતીક્ષા તો કરે છે. પરંતુ નગ્ન થઈને નીકળનાર પણ કોઈ જોઈ રહ્યું છે તેની પ્રતીક્ષા કરે છે. એક જ રોગની બે વિપરીત શાખાઓ જેવું હોય છે, એ સમજવાની જરૂર છે. શરીરના કોઈ અંગ દ્વારા, શરીરના તાપ પર જવાનું સહેલું છે. શરીરને સુખ આપવાની આકાંક્ષાનું, શરીરને દુઃખ આપવાની આકાંક્ષામાં બદલાઈ જવાનું પણ, એકદમ સુગમ અને સરળ છે. એક બીજી વાત ધ્યાનમાં રાખવા જેવી છે. જે માધ્યમથી સુખ મળશે એમ આપણે માનતા હોઈએ તે માધ્યમથી જો સુખન મળે તો આપણે તેના દુશ્મન થઈ જઈએ છીએ. તમે જે પેનકે કલમથી લખતા હો તે બરાબર ન ચાલે તો તે પેન પર ગુસ્સો કરી એને જમીન પર પછાડી તોડી નાખો છો. કલમ પર ગુસ્સો કરવો એ નરી મૂર્ખતા છે. પરંતુ કલમ તોડવાથી કલમનું કાંઈ તૂટવાનું નથી, આપણું જ કાંઈ તૂટે છે. નુકસાન આપણું જ થાય છે. એ જ રીતે પોતાના જોડાને ગાળ આમનાર, દરવાજાને જોરથી પછાડનાર, લોકો પણ હોય છે. આવા લોકો તપસ્વી બની જાય છે. શરીર સુખ નથી આપતું? તો શરીરને શિક્ષા કરો, શરીરને પીડા આપો, પરંતુ શરીરને પીડવા પાછળ એક નિરાશા અને વિષાદકામ કરે છે કે શરીરથી સુખ મળશે એમ માન્યું હતું, મળ્યું નહીં. જે માધ્યમ દ્વારા સુખ ચાહ્યું હતું અને ન મળ્યું તો એ માધ્યમને દુઃખ આપીને પાઠ ભણાવવો જોઈએ એવો આપણે તર્ક કરીએ છીએ. આવા અનુભવો થવા છતાં આપણે બદલાતા નથી. હજીય આપણી દષ્ટિ શરીર પર જ રોકાઈ છે. એના દ્વારા સુખ ચાહ્યું હોય કે હવે એને દુઃખ આપવા માગતા હોઈએ તોપણ આપણા ચિત્તની જે દશાછે તે શરીરની આસપાસ જ વર્તુળાકારે ઘુમ્યા કરે છે. આપણી ચેતના શરીર કેન્દ્રીત છે. શરીર પોતાની જગા પર ઊભું છે અને તમે પણ તેનાતે જ છો. જ્યાં સુધી શરીર સાથેના સંબંધને લાગેવળગે છે, ત્યાં સુધી ભોગી અને કહેવાતા તપસ્વી વચ્ચે કાંઈ ફરક નથી. બન્નેનો સંબંધ શરીર સાથે સરખો જ છે. તમે જો કોઈ ભોગીને કહો કે તારું શરીર છીનવી લઈએ તો તને શું થાય? ભોગી કહેશે કે હું બરબાદ થઈ જઈશ. કારણકે શરીર જ મારા ભોગનું એક માધ્યમ છે. એ જ પ્રમાણે કોઈ તપસ્વીને એ જ