Book Title: Namo Arihantanam Mantra
Author(s): Osho
Publisher: Upnishad Charitable Trust

View full book text
Previous | Next

Page 180
________________ નમો અરિહંતાણમ: મંત્ર ૧૭૫ શક્તિને ખબર નથી કે ક્યાં જવાનું છે. તમારું ધ્યાન એ શક્તિને દિશાસૂચન કરે છે. એ મુજબ શક્તિ તે દિશામાં ગતિ કરે છે. જે તમારે ખોટા તપમાં ઊતરવું હોય તો માત્ર એટલું જ ભોજન કરો કે જેમાંથી માત્ર હજાર કેલરી શક્તિ જ પેદા થાય. હજાર કેલરીથી વધારે શક્તિ જો પેદા જ નહીં થાય, તો તમને બ્રહ્મચર્ય સધાયું - છે એમ લાગશે. કારણકે તમારા કામકેન્દ્રને માટે જરૂરી વધારે શક્તિ પેદા થતી જ નથી. માટે એવા તપસ્વી, ભોજનનું પ્રમાણ ઓછું કરી નાખે છે, પગપાળા ચાલવાનું શરૂ કરે છે, જેથી વધારે શ્રમ થાય અને ધીમેધીમે શ્રમ કરવાથી શક્તિ વધારે ખર્ચાય. એ ઓછામાં ઓછી શક્તિથી જીવવા લાગે છે. શક્તિ વધારે પેદા થશે નહીં અને કામવાસના જાગશે નહીં. પરંતુ એ રીતે કામવાસનાથી મુક્ત નહીં થવાય. વાસના પોતાના સ્થાન પર કાયમ છે. વાસનાનું કેન્દ્ર જન્મોજન્મ પ્રતીક્ષા કરી શકે છે. શક્તિ વધારે પેદા થાય એની જાણે રાહ જુએ છે. આ તો ભયમાં જીવવાનું છે. એવી ભયભીત જિંદગીમાંથી કાંઇ ઉપજતું નથી. એ રીતે પ્રકૃતિને તો થાપ આપી શકાય છે, પરંતુ સંસ્કૃતિ પેદા થતી નથી. માત્ર વિકૃતિ પેદા થાય છે અને ભયભીત ચેતના કાયમ રહે છે. ના, આ રીત બરાબર નથી. સાચા વિધાયક તપ (Austerity) નો રસ્તો આનથી. શક્તિ પેદા કરો અને એને ધ્યાનમાં રૂપાંતરિત કરો. ધ્યાનમાં નવાં કેન્દ્રો તરફ લઈ જાઓ. શક્તિ અગ્નિ સ્વરૂપ છે. જેમજેમ ગહેરાઈથી ધ્યાનમાં ઊતરતા જશો તેમતેમસ્વયનાં રૂપાંતર-નિખાર થયાંકરશે. તેમતેમ આ પ્રક્રિયા પણ સમજાતી જશે. સૌથી પહેલાં એ વાત ખ્યાલમાં આવી જવી જોઈએ કે આપણી વધારાની શક્તિ ક્યાકેન્દ્રથી વ્યય થઈ રહી છે. જો પ્રાકૃતિક રીતે કે વિકૃતિ દ્વારા, શક્તિ અધોગમન તરફ વ્યય થતી હોય, તો ઊર્ધ્વગમન માટેનાં જે કેન્દ્રો છે, તેના તરફ ધ્યાન વાળવું જોઈએ. એક નાનકડી ઘટના સમજાવી, મારી આજની વાત પૂરી કરીશ. ધર્મગુરુઓનું એક સંમેલન ભરાયું હતું. મોટા મોટા ધર્મગુરુઓ એક દેશની એક નગરીમાં એકઠા થયા હતા. એ દેશમાં ચાર મોટા ધર્મ છે. એ ચાર ધર્મોના ધર્મગુરુ પોતપોતાની વાતોમાં મસ્ત હતા. સંમેલન પૂરું થવાનો સમય થયો. બધા પોતપોતાની બડાઈની વ્યર્થ વાતો કરતા હતા. ઊંચી ઊંચી ચર્ચાઓ થઈ, નકલી વાતો પૂરી થઈ ગઈ. છેવટે થોડા ધર્મગુરુ બેઠાબેઠા ગપશપ કરતા હતા એમાં એક પંચોતેર વર્ષના વૃદ્ધ ધર્મગુરુ બોલ્યા, જાતજાતની વાતો થઈ ગઈ. લોકો સાંભળીને ચાલ્યા ગયા. પણ હવે આપણે આપણી ખરી પરિસ્થિતિ શું છે, તે સમજવું જોઈએ. હું આશા રાખું છું કે તમે બધા નિખાલસતાથી તમારી અસલી પરિસ્થિતિ વિષે કાંઈ નહીં છુપાવો. મારે પણ હવે તમારાથી કાંઈ છુપાવવું નથી. મારી એવી પરિસ્થિતિ છે કે મને ધન બહુ આકર્ષે છે. દિવસ-રાત હું મારા અનુયાયીઓને ધન વિરુદ્ધની વાતો કરું છું. પરંતુ મારી પોતાની ધન પર ખૂબ પકડ છે. જો કોઈ મારો એક પૈસો ખોટો કરે તો મને

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210