________________
નમો અરિહંતાણમ્: મંત્ર
૧૦૩
ધ્યાન થઇ શકે ! કેમ થઇ શકે ? સડક પર એટલો ટ્રાફિક જઇ રહ્યો છે, હોર્ન વાગ્યા કરે છે, ટ્રેનો પસાર થઇ રહી છે, એની સીટી વાગી રહી છે, એ બધા અવાજ આવતા હોય, ત્યાં ધ્યાન કેવી રીતે થઇ શકે ?
મેં કહ્યું, ‘જે કાંઇ થતું હોય એના પર ધ્યાન ન આપો !’
એમણે કહ્યું, ‘એવું કેવી રીતે બને ? નીચે કોઇ હોર્ન વગાડી રહ્યું હોય તે સંભળાયા વગર કેમ રહે? એના પર ધ્યાન તો જાય જ ને?’
મેં કહ્યું, ‘એક પ્રયાસ કરો, જે કોઇ નીચે હોર્ન વગાડતું હોય એને વગાડવા દો. તમે શાંત બેસી રહો. હોર્ન વિષે માનસિક પ્રતિક્રિયા શરૂ ન કરો. હોર્ન વગાડે છે તે સારું છે કે ખરાબ, કે હોર્ન વગાડનાર દુશ્મન છે કે મિત્ર છે, કે જો હવે હોર્ન વગાડશે તો નીચે જઇને એનું માથું ભાંગી નાખીશ. એવી પ્રતિક્રિયા કર્યા વિના શાંત બેસી, એને માત્ર સાંભળ્યા કરો. થોડા વખત પછી એ હોર્ન વાગતું હશે, તોપણ તમારે માટે જાણે એ વાગતું બંધ થઇ જશે જે કાંઇ બની રહ્યું છે એનો સ્વીકાર
કરો.’
જે આદતને બદલવા માગતા હો તેનો સ્વીકાર કરો. એની સાથે લંડો નહીં. જેનો પણ આપણે સ્વીકાર કરી લઇએ છીએ તેના તરફ ધ્યાન જવાનું બંધ થઇ જાય છે. તમને કદાચ ખ્યાલ હશે કે કોઇ સ્ત્રી સાથે તમે પ્રેમમાં હો તો વારંવાર એની યાદ આવશે. એના તરફ ધ્યાન જશે. પરંતુ પ્રેયસીને પરણીને પત્ની બનાવી લો.એ પત્ની તરીકે જેવી સ્વીકૃત થઇ ગઇ કે એના તરફ ધ્યાન જવાનું બંધ થઇ જશે. એક સુંદર કાર, સડક પર ચમકારો મારતી પસાર થાય છે. એના તરફ તમારું ધ્યાન ખેંચાય છે. તમને થાય કે એવી ગાડી તમારી પાસે નથી. યોગાનુયોગ તમને એવી ગાડી મળી ગઇ, તમે એમાં બેઠા. એ તમારી થઇ ગઇ. એના તરફ થોડા દિવસ પછી ધ્યાન જવાનું બંધ થઇ જશે,. એવી જ બીજા કોઇની ગાડી જતી રહશે, તોપણ તમારું ધ્યાન એના તરફ નહી ખેંચાય. કારણકે એવી ગાડી તમારી પાસે છે.
જે ચીજ એક વાર સ્વીકૃત થઇ જાય છે, તેના તરફ ધ્યાન જવાનું બંધ થઇ જાય છે. તમારી ખરાબમાં ખરાબ આદતોને પણ સ્વીકારી લો. એના પર ધ્યાન ન આપો. એના વિષે વિચાર ન કરો. એનું મૂલ્યાંકન કરવાનું બંધ કરો. એ આદતને તમારું ધ્યાન ન મળવાથી, એને તમારી શક્તિ મળવાનું બંધ થઇ જશે. ધીમેધીમે એની શક્તિ ક્ષીણ થઇ જશે, એ આદત છૂટવા લાગશે. તમારી જે શક્તિ એના તરફ વહેતી હતી, તે બંધ થતાં એ શક્તિ તમારી ભીતરમાં વહેવા લાગશે.
જે કહેવાતા તપસ્વી હોય છે તેઓનું ધ્યાન એ જ ચીજો પર હોય છે, જેના પર ભોગીનું ધ્યાન પણ હોય છે. જ્યારે સાચા તપસ્વીનું ધ્યાન સ્વયમ્ના રૂપાંતર પર હોય છે. તપની પ્રક્રિયા ધ્યાનનું