________________
૧૭૪
તપ એટલે આપણી ઊર્જા.....
રૂપાંતર કરે છે. ભોગી કે તથાકથિત ત્યાગીનું જે ચીજો પર ધ્યાન હોય છે, ત્યાં સાચા તપસ્વીનું ધ્યાન જતું જ નથી. એ પોતાના ધ્યાનની દિશા જ બદલી નાખે છે, સ્વયમ તરફ લઈ જાય છે. આપણું ધ્યાન આપણા હાથમાં છે. આપણે જેના પર ધ્યાન આપવા માગીએ, તેના પર આપી શકીએ છીએ. હમણાં તમે અહીં બેઠા છો, મને સાંભળી રહ્યા છો. પરંતુ હમણાં આ મકાનમાં આગ લાગી જાય, તો તરત જ તમે મને સાંભળી રહ્યા છોતે ભુલાઈ જશે. તમારું ધ્યાન તરત મકાન બહાર દોડી જશે, તમે બહાર દોડી જશો. કાંઈ સાંભળી રહ્યા હતા એ વાત જ ભૂલાઈ જશે. સાંભળવાનો પ્રશ્ન જ રહેતો નથી. પોતાની જાતને બચાવવાની વધારે જરૂર છે, આગ લાગી ગઈ છે. આ રીતે ધ્યાન દરેક પળે બદલાઈ શકે છે. એને માત્ર કોઈ નવું બિંદુ મળવું જોઈએ.
જ્યારે તપની પ્રક્રિયા દરમિયાન તમારી ભીતરનાં નવાં કેન્દ્રો કે બિંદુઓ તરફ ધ્યાન ખેંચાય, ત્યારે તે કેન્દ્રોને તમારી શક્તિ મળશે. એમ થતાં સાચો તપસ્વી શક્તિશાળી બને છે. પરંતુ કહેવાતો તપસ્વી કમજોર થતો જાય છે, કારણકે એ જીતવાની ભાષામાં વિચારતો હોય છે. એને એમ થાય છે કે હું જિતેન્દ્ર બનીશ. એનામાં જીતવાની ભ્રાંતિ પેદા થાય છે. એક વ્યકિતને ત્રીસ દિવસ ભોજનન અપાય તો એની કામવાસના ક્ષીણ થઈ જશે. એ સ્વાભાવિક છે. એ વ્યક્તિમાંથી કામવાસના જતી રહેતી નથી, પરંતુ કામવાસના પેદા થવા માટે જરૂરી રસ, શરીરમાં પેદા થતો નથી. ફરીથી ત્રીસ દિવસ પૂરતું ભોજન અપાય, તો જે કામવાસના ક્ષીણ થઈ ગઈ હતી, જિતાઈ ગઈ હતી એમ લાગતું હતું, તે ફરીથી જાગ્રત થશે. ભોજન મળતાં જ શરીરમાં રસ પેદા થશે અને કામકેન્દ્રફરીથી સક્રિય બનશે. પાછુ ધ્યાન કામકેન્દ્ર તરફ દોડવા લાગશે. એટલે જેમણે ભૂખ્યા રહીને કામવાસના પર વિજય મેળવવાની કોશિશ કરી હોય છે તેઓ જીવનભર, ભૂખ્યા રહેવાની કોશિશક્ય કરશે, કારણકે એમને ડર રહે છે કે ભોજન કરીશું તો ફરીથી કામવાસના પેદા થશે. પરંતુ આ એક ગાંડપણ છે. એ રીતે વાસનાથી મુક્ત થવાતું નથી. માત્રકમજોરી થવાને કારણે વાસનાને શક્તિ મળતી નથી. ખરેખર તો માણસ ભોજનમાંથી જે શક્તિ પ્રાપ્ત કરે છે, તેમાંની અમુક શક્તિ તો રોજનાં જે કામ કરતા હોઈએ, તેમાં વપરાઈ જાય છે. રોજના દૈનિક વ્યવહારમાં ઊઠવા બેસવામાં, સ્નાન કરવામાં ખાવામાં, વ્યાવસાયિક કામકાજમાં મોટા ભાગની શક્તિ તો વપરાઈ જાય છે. જે કાંઈ શક્તિ છેલ્લે બચે છે, તે જેના પર તમારું ધ્યાન છે, આકર્ષકણ છે, તેને મળે છે. સમજો કે રોજ આપણને ભોજનમાંથી બે હજાર કેલેરી શક્તિ મળે છે. રોજબરોજના કામમાં જો એક હજાર કેલરી વપરાઈ જતી હોય, તો બાકીની એક હજાર કેલેરી શક્તિ, જે ચીજ પર તમારું ધ્યાન હશે તે તરફ દોડી જશે. તમારું ધ્યાન એકમાત્ર રસ્તો છે, એક તીર છે, જેની મારફત એ બાકીની શક્તિ વપરાઈ જશે.