________________
નમો અરિહંતાણમ્મંગ
૧૬૩
હોવો જોઈએ. એણે કહ્યું કે તમે કેવી ઊલટી વાતો કરો છો ? હું તો ડાઇવોર્સ-તલાકનો વિચાર કરી રહી છું. મેં કહ્યું, આપણે તલાક એને આપવો પડે જેની સાથે આપણું કોઈ બંધન હોય. જેની સાથે બંધન ન હોય એને તલાક આપવાનો પ્રશ્ન ઉભો થતો નથી. બંધન ન હોય તો વાત ત્યાં જ પૂરી થઈ જાય છે, તલાકનો સવાલ જ ઊઠતો નથી. બે વર્ષ પહેલાંની આ વાત છે. ફરીથી હમણાં એ મને મળી ત્યારે મેં પૂછ્યું, કેમ શું ખબર છે? એણે કહ્યું કે કદાચ તમે સાચું જ કહેતા હતા. હવે કોઈ કલહ નથી. અમારી વચ્ચે કોઈ સંબંધ જ નથી. મેં પૂછ્યું, તલાક વિશે શું વિચાર છે? એણે કહ્યું, સંબંધ જ નથી. શું લેવું ને શું દેવું? સંબંધ હોય તો તોડી શકાય. જો કોઈ વાસના સાથે લડી રહ્યા હોઈએ તો એ વાસનામાં આપણો રસ હજી કાયમ છે. જિંદગી એક સમસ્યા છે. ફ્રોઈડે પચાસ વર્ષના અનુભવ પછી કહ્યું કે જ્યાં સુધી પ્રેમ છે ત્યાં સુધી કલહ રહેશે. કદાચ આ વ્યક્તિ પૃથ્વી પર મનુષ્યના મન વિષે આટલા ઊંડા ઉતરવામાં, સર્વપ્રથમ હશે. એણે કહ્યું કે જે કલહમાંથી છૂટવું હોય તો પ્રેમમાંથી પણ છૂટવું પડશે. પતિ પત્ની વચ્ચે પ્રેમ હોય, તો તે એકાંતમાં પ્રગટ થતો હોય છે, એટલે એની તો આપણને ખબર પડતી નથી, પરંતુ બન્ને વચ્ચે ઝઘડો ચાલતો હોય તો તે ઘણી વાર જાહેરમાં પણ પ્રગટ થઈ જાય છે, એટલે એની ખબર પડી જવાની શક્યતા ખોટી છે. ઝઘડો કરવા માટે ખાસ કોઈ એકાંત શોધતું નથી; એને માટે કોઈ એકાંતની રાહ જોતું નથી. એટલે ફ્રોઇડકહે છે કે જે પતિ-પત્ની વચ્ચે ઝઘડો જાહેરમાં થતો હોય, તે ખાનગીમાં પ્રેમ જરૂર કરતાં હશે. દિવસે જે પતિ-પત્ની લડ્યાં હોય, તે રાત્રે જરૂર પ્રેમ કરશે. કારણકે જીવનમાં આ પ્રકારનું સંતુલન કરવું પડે છે, એવું સંતુલન થયા કરે છે. જે દિવસે ઝઘડો થયો હોય તો તે દિવસે સાંજે પતિ કોઈ ભેટ લઈને આવે છે. જે પતિ ફૂલનો ગજરો ઘેર લઈ જતો હોય તો એમ ન સમજતા કે આજે એની પત્નીનો જન્મદિવસ છે. કાંઈક એવું તે દિવસે સવારે બન્યું છે જેને સંતુલિત કરવાની જરૂર છે, પરંતુ ક્રોઇડતો એટલે સુધી આગળ વધીને કહે છે કે કામવાસના એક પ્રકારની લડાઇ છે. ફોઈડ કહે છે કે યુદ્ધ અને કામવાસના એક જ ચીજનાં બે રૂપ છે. જ્યાંસુધી મનમાં કામવાસના છે ત્યાં સુધી યુદ્ધ કરવાની વૃત્તિ મરતી નથી. આ બહુ ગહેરી અંતર્દષ્ટિ જો આપણે સમજી શકીએ તો મહાવીરને સમજવાનું સહેલું થઈ પડશે.