________________
૧૬૬
તપ એટલે આપણી ઊર્જા......
પહોંચશો? માટે લડો નહીં. સામેના કિનારે પહોંચવાનો પ્રયત્ન કરતાં, આ કિનારો છુટી જશે, ભુલાઇ જશે અને અદૃશ્ય પણ થઇ જશે, માટે તપશ્ચર્યા દ્વંદ્વ નથી, સંઘર્ષ નથી, પરંતુ અતિક્રમણ છે, transcendence છે.
હવે આ અતિક્રમણની વાતમાં થોડા ઊંડા ઊતરીએ. પહેલાં તો અતિક્રમણનો અર્થ બરાબર સમજવો જોઇએ. તમે એક ખીણમાં ઊભા છો, જ્યાં ઘણું અંધારું છે. એ અંધારા સાથે આપણે લડતા નથી, પરંતુ એ ખીણના શિખર તરફ ચઢવાનું શરૂ કરીએ છીએ. જેમજેમ આગળ વધીએ છીએ તેમતેમ સૂર્યના પ્રકાશમાં ઝગમગતાં શિખર નજીક જઇએ છીએ. હવે અંધારું ઘટી ગયું છે. કારણકે તમે ખીણમાં જ ઊભા નથી રહ્યા, તમે શિખર તરફ પ્રયાણ શરૂ કરી દીધું છે. જેવા શિખર પર પહોંચ્યા કે પૂર્ણ પ્રકાશમાં પહોંચી ગયા, અંધારાનું અતિક્રમણ થઇ ગયું. ક્યાંય સંઘર્ષ કરવો પડયો નથી.
જ્યાં તમે ઊભા છો ત્યાં બે ચીજ છે. એક તો તમે છો અને બીજું તમારી આસપાસ ખીણનું અંધારું પણ છે. જો ખીણના અંધારા સાથે લડશો તો ખીણમાં જ રોકાવું પડશે. તમે અંધારા સાથે લડતા નથી પરંતુ ભીતરમાં બિરાજમાન તમારી જાતને ઉપર ઉઠાવો છો, ઊર્ધ્વગમન કરો છો. અંધારા તરફ ધ્યાન આપવાની જરૂર નથી. જ્યાં આપણે ઊભા છીએ ત્યાં ચારે તરફ અત્યંત લલચામણી ભોગવૃત્તિઓ હાજર છે અને સાથેસાથે આપણે પણ ઊભા છીએ. કહેવાતા ત્યાગીઓનું ધ્યાન વૃત્તિઓ પર હોય છે. કઇ વૃત્તિનો કેવી રીતે નાશ કરું ? ધ્યાન વૃત્તિને વશ કરવા તરફ છે. પરંતુ એ ત્યાગીનું ધ્યાન જો એના સ્વયમ્ પર હોય, તો એ વિચારશે કે આ વૃત્તિથી ઉપર હું કેવી રીતે ઊઠું ?
આ વાતને ખૂબ ધ્યાનપૂર્વક સમજી લો. કારણકે બન્ને પ્રકારના ત્યાગીઓની યાત્ર અલગ અલગ દિશામાં છે. બન્નેના નિયમો જુદા હશે, બન્નેની સાધના જુદી હશે, બન્નેની દિશા અલગ હશે, બન્નેનું ધ્યાન અલગ પ્રકારનું હશે. જે વૃત્તિ સાથે લડે છે તેનું ધ્યાન વૃત્તિ પર રહેશે, જે સ્વયમ્ને ઉપર ઉઠાવવા પ્રયત્ન કરે છે, તેનું ધ્યાન સ્વયમ્ પર રહેશે. જે વૃત્તિ સાથે લડશે તેનું ધ્યાન બહિર્મુખ હશે. જે સ્વયમ્નું ઉર્ધ્વગમન કરી રહેલ છે, તેનું ધ્યાન અંતર્મુખ હશે. એક બીજી વાત સમજવા જેવી છે. ધ્યાન ભોજન છે. જે ચીજ પર તમે ધ્યાન આપો તેને તમે શક્તિ આપો છો.
એક ઝેકોસ્લોવેકિયન વૈજ્ઞાનિક અને વિચારક પાવલિટાની પાસે નાનાં નાનાં યંત્રો હતાં. એ યંત્ર । તરફ તમે પાંચ મિનિટ તમારી આંખને સ્થિર રાખી જોયા કરો, તો એ યંત્ર તમારી શક્તિનો સંગ્રહ કરી લે. અમેરિકામાં એક અદ્ભુત માણસ હતો જેનું નામ હતું વિલ્હેમ રેક. આ સદીમાં જે લોકોમાં અંતર્દ્રષ્ટિ હતા, તેમાંનો આ એક માણસ હતો. એને અમેરિકન સરકારે બે વર્ષ સુધી જેલમાં રાખી પછી એને પાગલખાનામાં મોકલી દીધો. એના પર કોર્ટમાં કાયદેસર કામ ચલાવવામાં આવ્યું. એણે એક આશ્ચર્ય ઊપજાવે એવી પેટી બનાવી હતી, જેને એ ‘આરગન-ARGON’ પેટી કહેતો