________________
૧૫૬
તપ એટલે આપણી ઊર્જા......
ભૂલ કે ગેરમસજ પેદા થાય છે. આપણને એમ લાગે છે કે જો સુખની માગણી કરીને દુઃખમાં પહોંચાતું હોય તો દુ:ખની માગણી કરીને સુખમાં કેમ ન પહોંચાય ? જો સુખની આકાંક્ષા કરવાથી અંતે દુ: ખ મળતું હોય તો શા માટે આપણે દુ:ખની આકાંક્ષા કરીને સુખ ન મેળવી લેઇએ ? એટલે તપની જે પહેલી ભૂલ છે તે આપણું ભોગી ચિત્ત કરે છે. ભોગી ચિત્તનો એ અનુભવ છે કે સુખ દુઃખમાં લઇ જાય છે. એટલે સીધો તર્ક છે કે એનાથી વિપરીત દુ:ખ ભોગવીએ છીએ તો સુખ મળવું જોઇએ. બધા લોકો પોતાને સુખ આપવાની જ કોશિશ કરે છે, તો આપણે પોતાની જાતને દુ:ખ આપવાની કોશિશ કરીએ. જો સુખની કોશિશ દુ:ખ લાવી શકે છે તો દુ: ખની કોશિશ સુખ લાવી શકશે, એવું સીધું ગણિત આપણને દેખાય છે. પરંતુ જિંદગી એટલી સીધી નથી. જિંદગીનું ગણિત એવું સીધુંસાદું નથી. જિંદગી એક સમસ્યા છે, કોયડો છે, એનો રસ્તો આટલો સીધો હોય તો આપણે ઘણું બધું કરી શકીએ. મેં સાંભળ્યું છે કે રશિયામાં એક માટે મનોવૈજ્ઞાનિક પાવલોવ થઇ ગયો. એણે `Conditioned Reflex' · અભિસંધિત પ્રક્ષેપણ કે પ્રતિક્રિયા' નો સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો. એણે કહ્યું કે અનુભવો એક બીજા સાથે જોડાઇ જાય છે. એટલે એક અનુભવ થાય, તેની સાથેસાથે બીજો કોઇ અસંગત અનુભવ પણ થાય. એક વૃદ્ધ માણસને શરાબ પીવાની વર્ષોજૂની એવી આદત હતી કે એના ડોક્ટરે કહ્યું કે એના લોહીમાં શરાબ ફેલાઇ ગયો છે. એ હવે બચે એવી આશા નથી, સિવાય કે એને શરાબ પીવાનું સદંતર બંધ કરાવી શકાય. એટલી વર્ષોજૂની આદત છે, તેને તોડવાથી પણ મૃત્યુ થવાનો સંભવ હતો.એ માણસને પાવલોવ પાસે લાવવામાં આવ્યો. પાવલોવને પોતાના નવા સિદ્ધાંતને પુરવાર કરવાનો મોકો હતો. એના એક પટ્ટશિષ્યને એણે કહ્યું કે આ વૃદ્ધ માણસને શરાબનો પ્યાલો હાથમાં આપો અને એ જેવો પીવા જાય, કે એના શરીરને એક વીજળીનો શૉક આપો. વારંવાર એ રીતે કરતાં એ વીજળીના શૉકથી એને જે પીડા થશે તેનો અને શરાબના ઘૂંટનો બન્નેનો અનુભવ સાથે થશે. શરાબની સાથે શૉકની પીડા પણ જોડાઇ જશે, ‘કેન્ડિશનિંગ’ થઇ જશે. કોઇને પણ પીડા ભોગવવી ગમતી નથી. એટલે પીડા ન ભોગવવી હોય તો શરાબ પીવાનું એણે છોડી દેવું પડશે. એના મનમાં આ ભાવ એક વખત ઊંડે ઊંડે બેસી જાય કે શરાબ પીડા આપે છે. દુઃખ આપે છે તો એ માણસ શરાબ પીવાનું છોડી દેશે.
એક મહિના સુધી આ પ્રયોગ ચાલ્યો. પાવલોવની પ્રયોગશાળામાં જ એ વૃદ્ધને રાખવામાં આવ્યો હતો. એને આખોદિવસ શરાબ પીવડાવાતો જેવો શરાબનો પ્યાલો હાથમાં લે કે એની ખુરશીમાંથી વીજળીનો શૉક લાગે. સામે બેઠેલો વૈજ્ઞાનિક શિષ્ય બટન દબાવ્યા કરે. પરિણામે કેટલીય વાર એનો પ્યાલો છલકાઇ જાય, ક્યારેક પ્યાલો હાથમાંથી નીચે પડી પણ જાય. મહિના પછી પાવલોવે શિષ્યને પૂછ્યું કે ‘પ્રયોગનું શું પરિણામ આવ્યું ?’ એના શિષ્યે કહ્યું