________________
૧૫૦
સંયમની વિધાયકદ્રષ્ટી
પણ આપણને કોઈ સંયમનો ખ્યાલ આવે છે કે તરત જ લાગે છે, કે કોઈ ચીજનો નિષેધ કરવો પડશે. આ છોડો, પેલું છોડો, બધું છોડો. અરે, એ તો આપણું જીવન છે. બધું છોડી દઇશું તો એમાં જીવન ક્યાં રહ્યું ? આ નિષેધાત્મક સંયમની ધારણાએ જ તકલીફ ઊભી કરી છે. હું ક્યારેય નથી કહેતો કે આ છોડો કે પેલું છોડો, હું કહું છું કે આ પણ મળી શકે તેમ છે, બીજું પણ મળી શકે તેમ છે. જે મેળવવાની આકાંક્ષા છે તેને પૂરી નિષ્ઠાપૂર્વકની મહેનતથી મેળવો, પરંતુ એ હાથમાં આવશે ત્યાં સુધીમાં એની નિરર્થકતાનો તમને બોધ થઈ જશે અને એ હંમેશા માટે છૂટી જશે, ત્યારે કાંઈ કરી ચૂક્યાના અનુભવમાંથી પસાર થતાં મન ભરાઈ જશે. પૂરી જાગૃતિમાં થયેલો અનુભવ મુક્ત કરે છે. આપણી બધી ઈન્દ્રીયો એક ખાસ વ્યવસ્થા મુજબ વર્તે છે. જે તેમને કોઈ અતીન્દ્રીય દ્રશ્ય દેખાવા લાગે તો એવું નથી કે હવે તમારી આંખને બહાર જોવામાંથી છુટકારો મળી ગયો.
જ્યાં સુધી અતીન્દ્રીય દર્શન નથી થયું, ત્યાં સુધી બહાર જોયા કરીશું. પરંતુ અતીન્દ્રીય દર્શન થતાં, બહારના દશ્ય ફીક્કા પડી જશે. આંખનું એક નવું ભીતરી રૂપ ખ્યાલમાં આવી જશે. આંખથી છુટકારો મળતાં કાનથી છુટકારો મળવાનું પણ શરૂ થઈ જશે. કારણકે અનુભવના ભીતરી જગતનો ખ્યાલ આવતાં સમજાશે કે જે આંખના જગતમાં ભીતરનું દર્શન છે, તો કાનના જગતમાં પણ ભીતરનો ધ્વનિ હોવો જોઈએ, ભીતરનો નાદ સંભળાવો જોઈએ. પછી સ્પર્શના જગતમાં પણ ભીતરના જગતનો સ્પર્શ થશે. સંભોગના જગતમાં પણ ભીતરી સમાધિનો અનુભવ થશે. આ બધું તરત ખ્યાલમાં આવવા લાગે છે. એક વાર અસંયમમાં જીવતી એક ઈન્દ્રીયનો ઢાંચો તૂટી જાય તો એક પછી એક બીજી ઈન્દ્રીયોના જગતની દીવાલો પણ તૂટવાની શરૂ થઈ જાય છે. પ્રત્યેક ચીજ એક બીજાને સથવારે આવતી હોય છે. એક ઢાંચામાં આવતી હોય છે. એક ઇંટ ખેંચી લેતાં, બધું જ ધરાશાયી થઈ જાય છે. નસરૂદીનના ગામમાં જનગણના, વસતિ ગણતરી થઈ રહી હતી. એક અધિકારી નસરૂદીનના ઘેર આવ્યો. પૂછ્યું, ‘તમારા પરિવારમાં કોણ કોણ છે તેની માહિતી આપો.” નસરૂદ્દીને કહ્યું, “મારા પિતા જેલમાં છે. શું અપરાધ કર્યો હતો તે ન પૂછશો, ઘણા બધા અપરાધ ક્ય હતા. મારી પત્ની કોઈ ની સાથે ભાગી ગઈ છે, કોની સાથે ભાગી છે તે કહેવું મુશ્કેલ છે. કારણકે એ કોઈકની સાથે પણ ભાગી શકે તેવી હતી. મારી મોટી દીકરી પાગલખાનામાં છે,એના દિમાગનો ઈલાજ થઈ રહ્યો છે, એ ન પૂછતા કે એને શી બીમારી છે. પરંતુ એને કઈ બીમારી નથી તે પૂછી શકો છો.’ અધિકારી આ બધું સાંભળી થોડો બેચેન થઈ ગયો. આ તો મુસીબત છે, અહીંથી કેવી રીતે ભાગું? કઈ રીતે થોડી સહાનુભૂતિ બતાવી નીકળી જાઉં ? ત્યાં નસરૂદ્દીને આગળ ચલાવ્યું.