________________
નમો અરિહંતાણમ: મંત્ર
૧૫૧
મારો નાનો દીકરો બનારસ યુનિવર્સિટીમાં છે.” સાંભળી અધિકારી થોડો પ્રસન્ન થયો. એણે કહ્યું, ‘તો આ છોકરો પ્રતિભાશાળી હોવો જોઈએ, કયા વિષયમાં અધ્યયન કરે છે ?' નસરૂદીને કહ્યું, “ગેરસમજ ના કરશો. અમારા ઘરમાં કોઈ અધ્યયન કરી શકે? અમારા ઘરમાં કોઈ પ્રતિભા પેદા થઈ શકે ? એ દીકરો પ્રતિભાશાળીય નથી ને કાંઈ અધ્યયન પણ નથી કરતો. પરંતુ એનું અધ્યયન, બનારસ વિશ્વવિદ્યાલયના મનોવૈજ્ઞાનિક કરી રહ્યા છે.’ નસરૂદીને ' કહ્યું “અમારા પરિવારનો પૂરો ઢાંચો શું છે તે તો સમજો. બાકી રહી મારી વાત એ બાબત ન પૂછો તો સારું,’ આમ નસરૂદીન કહી રહ્યો હતો ત્યાં તો પેલો અધિકારી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. એક ઢાંચામાં ચીજોનું અસ્તિત્વ હોય છે. હવે મનોવૈજ્ઞાનિકો કહે છે કે જો તમારા ઘરમાં એક માણસ પાગલ હોય તો તમારા પરિવારમાં કોઈને કોઈ રૂપે એને લગતો કાંઈ ઢાંચો હશે. મનોવૈજ્ઞાનિકો તો કહે છે કે પાગલની ચિકિત્સા ત્યાંસુધી બરાબર કરી શકાતી નથી જ્યાં સુધી એના પરિવારની પણ ચિકિત્સા ન થાય. હવે પારિવારિક ચિકિત્સા -family therapy- નો વિકાસ થઈ રહ્યો છે. પરંતુ જેઓ આ વિષે વધારે ઊંડો વિચાર કરે છે તેમને લાગે છે કે એક પરિવારની ચિકિત્સા કરવાથી શું ફરક પડવાનો છે? કારણકે એક પરિવાર બીજ ઘણાં પરિવારોના સામૂહિક ઢાંચામાં આવે છે. તો જ્યાં સુધી આખાય સમાજની ચિકિત્સા ન થાય, ત્યાંસુધી એક પાગલને ઠીક કરવો મુશ્કેલ છે! “ચુપ થેરેપી’ ની ચર્ચા ચાલે છે. લાંબો સમય એકબીજાની સાથે જીવતી વ્યક્તિઓનો સમૂહ પણ એક ઢાંચો છે. એ બધાની વચમાં એક માણસ પાગલ હોય છે. બધાંની સંયુક્ત અસરો કોઈ પરિણામ લાવે છે. એટલે એક વાત જરૂર સાચી છે કે જે ઘરમાં એક વ્યક્તિ પાગલ હોય, તો કોઈને કોઈ રૂપમાં એના પાગલપણાને વધારવામાં, ઘરના દરેક સભ્યોનો કાંઇ ને કાંઈ હિસ્સો છે. દરેકે કાંઈને કાંઈ એવું કર્યું છે જેથી એના પાગલપણાને સહયોગ મળ્યો છે. નહિ તો એ વ્યક્તિ પાગલ કેમ બની શકે ? એક પરિવાર તો મોટા સમૂહનો હિસ્સો છે અને આખા સમૂહનો આ પરિવારને પાગલ કરવામાં કાંઈને કાંઈ હાથ છે. જ્યાં સુધી પૂરો સમૂહ ઠીક ન થઈ જાય ત્યાં સુધી આવું બન્યા કરશે. પરંતુ આથી ઊલટું બની શકે છે. જો ઘરમાં એક વ્યક્તિ પૂરી રીતે સ્વસ્થ થઈ જાય તો આખા ઘરના પાગલપણાનો ઢાંચો તોડી શકે છે. આ વાત હજી આજના મનોવૈજ્ઞાનિકના ખ્યાલમાં આવી નથી. એ વાત એમના ખ્યાલમાં આવવી પણ મુશ્કેલ છે. પરંતુ ભારતના ખ્યાલમાં આ વાત સેંકડો વર્ષો પહેલાં આવી ગઈ હતી. એટલે એક વ્યક્તિનો ઢાંચો જે તૂટી જાય તો પૂરા સમૂહનો ઢાંચો તોડી શકાય છે.