________________
નમો અરિહંતાણમ્: મંત્ર
મંદિર વચ્ચે કોઇ અતૂટ સંબંધ હોઇ શકે ? સાચી વાત તો એ છે કે દરેકે પ્રથમ પોતાનું વ્યક્તિત્વ કેવું છે, પોતાની દિશા કઇ છે, પોતાની સંભાવના શું છે તે નક્કી કરવું જોઇએ. ક્યું ચુમ્બક તમને આકર્ષે છે અને ક્યા ચુમ્બકનો તમને અણગમો છે તે દરેક વ્યક્તિએ સ્વયં શોધવાનું છે.
૧૪૭
આપણે એક ધાર્મિક દુનિયા બનાવવામાં ત્યારે સફળ થઇશું જ્યારે આપણે દરેક વ્યક્તિને પોતાનો ધર્મ પસંદ કરવાની સ્વતંત્રતા આપીશું. નહિ તો દુનિયામાં ધર્મનો લોપ થશે, અધર્મનો પ્રસાર થશે. ધાર્મિક લોકોનો ધર્મ, માત્ર ઔપચારિક રહેશે અને અધાર્મિક લોકો સાચા લાગશે. એક બહુ સમજવા જેવી વાત છે. કોઇ વ્યક્તિ ક્યારેક નાસ્તિકતા સભાનપણે પસંદ કરે છે? એને નાસ્તિકતા પસંદ કરવી પડે છે. કોઇ કહે છે કે ‘ઇશ્વર નથી’ તો એ એનું સ્વતંત્ર મંતવ્ય છે, પસંદગી છે. જે કહે છે કે ઇશ્વર છે તો એના પૂર્વજોની પસંદગી છે, એટલે નાસ્તિક સામે આસ્તિક હંમેશા હારી જાય છે. એનું કારણ છે કે આસ્તિકની પસંદગી સભાન કે સ્વતંત્ર નથી. તમે આસ્તિક, જન્મ્યા ત્યારથી છો. જે નાસ્તિક બન્યો છે તે સ્વતંત્ર વિચારણાથી. એટલે નાસ્તિકતામાં એક પ્રકારનાં બળ, ગતિ અને ત્વરા હોય છે અને પ્રાણનો પ્રભાવ હોય છે. તમારી આસ્તિકતા ઔપચારિક છે. તમારા હાથમાં એક કાગળનો ટુકડો પકડાવાયો છે. એ ચબરખીમાં લખ્યું છે કે તમે ક્યા ધર્મમાં પેદા થયા છો. એમ જ બની રહ્યું છે. નાસ્તિકથી આસ્તિક હારી જાય છે, પરંતુ એવું લાંબો સમય નહિ ચાલે. આજસુધી એ થયું છે. કેમકે નાસ્તિકતા પણ ધર્મ બની ગઇ છે.
૧૯૧૭ની રશિયન ક્રાંતિ પછી નાસ્તિકતા પણ ધર્મ લેખાય છે. એટલે રશિયામાં પણ નાસ્તિક કમજોર પડી ગયો છે. રશિયનો બધા જન્મથી જ નાસ્તિક હોય છે. એનો બાપ નાસ્તિક હતો એટલે દીકરો પણ નાસ્તિક છે. એટલે નાસ્તિકતા પણ દુર્બળ, નપુંસક થઇ ગઇ છે. એટલે હવે એમાં બળ રહ્યું નથી. બળ હંમેશાં માણસની સ્વતંત્ર પસંદગીમાં છે. જો હું મરવા માટે જ ખાડામાં પડું અને એ જો મારો સ્વતંત્ર નિર્ણય હોય, તો મારા મૃત્યુમાં પણ જીવનની એક આભા હશે. મને કોઇ ધક્કો મારીને સ્વર્ગમાં ધકેલી દે, કોઇ ઔપચારિકતાથી સ્વર્ગમાં પહોંચાડી દે, તો હું સ્વર્ગની ગલીઓમાં પણ ઉદાસપણે ભટક્યા કરીશ. એ સ્વર્ગ મારે માટે નર્ક બની જશે, એની સાથે મારા આત્માનો કોઇ મેળ નહીં હોય.
માટે સંયમને પસંદ કરો. પોતાના સ્વયંને શોધો. સિદ્ધાંતોનો બહુ આગ્રહ ન રાખો. તમારી જાતને, તમારી ઇન્દ્રીયોની ક્ષમતાને સમજવા પ્રયત્ન કરો. તમારું પોતાનું વહન કઈ દિશામાં છે, તમારી ઊર્જા કઇ દિશામાં વહી રહી છે, તેનું નિરીક્ષણ કરો. એની સાથે લડો નહીં, એ જ માર્ગ બતાવશે ને માર્ગ બની રહેશે. એથી પણ વધુ ઊંડા ઊતરો અને વિધાયક રૂપે અતીન્દ્રીયના અનુભવ મેળવવાના પણ પ્રયત્ન કરો. પ્રત્યેક વ્યક્તિ પાસે અતીન્દ્રીય માટેની ક્ષમતા છે. એને ખબર હોય કે ન હોય, તોપણ પ્રત્યેક વ્યક્તિ અતીન્દ્રીય પ્રતિભાથી એક ચમત્કારિક રૂપે ભરાયેલી છે. નિષ્ઠાપૂર્વક માત્ર દ્વાર ખખડાવવાની જરૂર છે, ખજાનો ખૂલવાનો શરૂ થઇ