________________
નમો અરિહંતાણમ્: મંત્ર
ચૂકી જવાનું મુખ્ય તાર્કિક કારણ એ છે કે દરેક ચીજને ‘સંયોગ’ કહીને છોડી દઇએ છીએ. એ વાત સાચી કે સંયોગોવશાત કાંઇ બનતું નથી. પરંતુ પુરો વિચાર કર્યા વિના ‘સંયોગ’ તરીકે માની લઇ, આપણે આપણી અતીન્દ્રીય શક્તિને સમજવાનું ચૂકી જઇએ છીએ. ખરેખર જો ‘સંયોગ’ ન હોય, તો તમને તમારી સંભવિત શક્તિનું અનુમાન કરવાનું સહેલું થઇ પડશે. આપણી શક્તિનું આ સૂત્ર, એક વાર ખ્યાલમાં આવી જાય તો એનો ધીમેધીમે વિકાસ કરી શકાય છે. એનું પ્રશિક્ષણ થઇ શકે છે. સંયમ એ જ એનું પ્રશિક્ષણ છે.
૧૪૫
એક દિવસ તમે ઉપવાસ કર્યો અને તમને ભોજનની યાદ ન આવી, પરંતુ ત્યારે તમે તે દિવસે તમારી જાતને ભૂલવાની કોશિશ ન કરતા. સામાન્ય રીતે ઉપવાસ કરનાર વ્યક્તિઓ મંદિરમાં જઇને બેસી જાય છે. ભજન, કીર્તન, ધૂન, જાપ વગેરે કરવા બેસી જાય છે. શાસ્ત્રમાંથી સૂત્રો બોલે છે, સાધુનાં પ્રવચન સાંભળે છે વગેરે વગેરે, પરંતુ એમ કરવામાં એ ચૂકી જાય છે. જે દિવસે ભોજન ન કર્યું હોય તે દિવસે બીજું કાંઇ ન કરો. માત્ર બેસી રહો અને તમારા સ્વયંનું નિરીક્ષણ કરો. જો ચોવીસ કલાકમાં તમને ભોજનની યાદ ન આવે તો સમજજો કે તમારે માટે ઉપવાસનો માર્ગ ઉપયોગી થઇ શકે તેમ છે. તો તમે મહાવીરની જેમ લાંબા ઉપવાસની દુનિયામાં પ્રવેશ કરી શકશો. એ માર્ગ તમને લક્ષ્ય પર પહોંચાડશે. પરંતુ એ ચોવીસ કલાક દરમિયાન તમને વારંવાર ભોજન યાદ આવે તો સમજજો કે ઉપવાસનો માર્ગ તમારો નથી તમારે માટે એ યોગ્ય નથી.
આપણી સામે ચોવીસ કલાક અનેક દિશાઓ ઊઘડતી રહે છે. જે જાણે છે તેઓ કહે છે કે દરેક ક્ષણે આપણે એક ચોરાહા પર ઊભા હોઇએ છીએ, જ્યાં બધી દિશાઓ ખૂલી હોય છે. પોતાને અનુકૂળ દિશા શોધી લેવાનું સાધક માટે અત્યંત જરૂરી છે, નહી તો એ અટવાઇ જશે. બીજા કોઇને ન પૂછો, અંતરમાં જ શોધ કરો. તમારો સમય, તમારો ઢાંચો, તમારા વ્યકિતત્વનું રૂપ, બધું ધ્યાનપૂર્વક સમજો. નહિ તો ભૂલ થઇ જશે. મહાવીરને માનનારા પરિવારમાં તમે જન્મ્યા હો, એટલે મહાવીરનો જ માર્ગ તમારે માટે અનુકૂળ છે, એવું માની લેવાની જરૂર નથી. કોઇ બીજું નહીં કહી શકે કે તમારે માટે મુહમ્મદનો માર્ગ ઠીક છે, કોઇ નહીં કહી શકે કે તમારે માટે કૃષ્ણનો માર્ગ ઠીક નથી. તમે કૃષ્ણને માનનારા કુટુંબમાં જન્મ્યા હો તો કૃષ્ણની બંસરીમાં તમને રસ પડે જ, એવું નક્કી નથી, જરૂરી પણ નથી. શક્ય છે કે તમારે માટે મહાવીર વધારે સાર્થક બને, જે મહાવીરને બંસરી સાથે ક્યાંય જોડી શકાય એવી શક્યતા જ નથી, કૃષ્ણના હાથમાંથી વાંસળી ઝુંટવી લો, તો ૯૦ ટકા કૃષ્ણ મટી જશે, કૃષ્ણ જેવું કાંઇ બચશે જ નહીં. કૃષ્ણના હાથમાં વાંસળી ન હોય, તો કૃષ્ણને ઓળખવા મુશ્કેલ બની જાય. હા, વાંસળી એકલી પડી હોય તો કૃષ્ણનો ખ્યાલ આવી પણ જાય. વ્યક્તિત્વના ભેદ છે. દાખલા તરીકે એક એવો સમય હતો કે જ્યારે આપણે સમગ્ર ભારતની વસ્તીનું ચાર વર્ણોમાં વિભાજન કર્યું હતું. સમજવા જેવી વાત એ છે કે આ ચાર વર્ણ, મૂળ મનુષ્યની ચાર