________________
નમો અરિહંતાણમ્: મંત્ર
પ્રત્યે જાગ્રત થાવ, જે દશ્ય બહારથી ન આવેલું હોય. થોડા વખતમાં બહારના દશ્ય સાથે તમને ભીતરનાં દૃશ્યોની ઝલક પણ મળવા લાગશે. ક્યારેક એટલો બધો પ્રકાશ ભીતરમાં ફેલાઇ જશે, જે બહારનો કોઇ સૂર્ય આપવામાં અસમર્થ માલૂમ પડશે. ક્યારેક એવા રંગ ફેલાઇ જશે, જેવા કોઇ ઇન્દ્રધનુષમાં પણ જોવા નહીં મળે. ક્યારેક ભીતરમાં એવાં ફૂલ ખીલી ઊઠશે, જે પૃથ્વી પર કયારેય નહીં ખીલ્યાં હોય, જ્યારે ખ્યાલ આવશે કે આ બહારનાં ફૂલ નથી, આ બહારના રંગ નથી, આ બહારનો પ્રકાશ નથી, ત્યારે પહેલી વાર વિચાર આવશે કે આ બહારનો જે પ્રકાશ છે તેને ભીતરના પ્રકાશની તુલનામાં પ્રકાશ કહેવો કે અંધકાર. બહારનાં પુષ્પ અને બહારના રંગ, ભીતરનાં પુષ્પ અને રંગ આગળ ફીક્કાં લાગશે. ભીતરના રંગને જ્યારે જાણીશું ત્યારે એમ લાગશે કે એ રંગમાં એક જીવંત ગુણવત્તા છે, જે બહારના રંગોમાં નથી. બહારના રંગ ગમે તેવા ચમકતા હોય, પરંતુ સરખામણીમાં એ જડ જણાશે. ભીતરના રંગોમાં એક જીવન, એક પ્રાણ ધબકતો અનુભવો અને તત્કાલ બહારના રંગોનું આકર્ષણ ઓછું થઇ જશે, કદાચ અદ્રશ્ય થઇ જશે.
૧૩૦
દરેક ઇન્દ્રીય આપણને ભીતરમાં લઇ જનારું દ્વાર બની શકે તેમ છે. આપણે સ્પર્શ ધણો કર્યો છે, સ્પર્શનો ધણો અનુભવ છે. આંખ બંધ કરીને બેસી જાવ અને સ્પર્શ પર ધ્યાન કરો. તમે સુંદર શરીરને સ્પર્શ કર્યો હશે, સુંદર વસ્તુઓને સ્પર્શ કર્યો હશે, મુલાયમ ફૂલોને સ્પર્શ કર્યો હશે! તમે કયારેક પ્રાતઃકાળમાં ઘાસ પર છવાયેલી ઝાકળનો સ્પર્શ કર્યો હશે. ક્યારેક ઠંડીની મોસમમાં સવારે સગડી પાસે બેસી હુંફાળી આગનો ચામડીને થતો સ્પર્શ અનુભવ્યો હશે ! કયારેક ચાંદ-તારાના સાનિધ્યમાં, જમીન પર સૂઇ જઇને ચાંદનીને સ્પર્શી હશે ! અને એવી ધ્યાનસ્થ સ્થિતિમાં કોઇ એવા સ્પર્શનો ખ્યાલ કરો કે જે તમને બહારથી ન થયો હોય. થોડી મહેનત અને થોડાં સંકલ્પબળથી તમને એવો કોઇ સ્પર્શ પ્રતીત થશે જે બહારનો નહીં હોય, જે ચાંદ-તારામાંથી ન મળ્યો હોય, જે ફૂલોમાંથી, ઝાકળબિંદુમાંથી, જે સૂર્યની ઉષ્મામાંથી અને જે સવારની ઠંડી હવાના સ્પર્શમાંથી ન મળ્યો હોય ! જ્યારે તમને એ ભીતરના સ્પર્શનો બોધ થશે ત્યારે બહારનાં સ્પર્શ વ્યર્થ બની જશે.
આ રીતે પ્રયોગ કરતાં દરેક વ્યક્તિએ, પોતાની બધી ઇન્દ્રીયોમાંથી કઇ ઇન્દ્રીય સૌથી વધુ તીવ્ર અને સજાગ છે તે ખોળી લેવું જોઇએ, પરંતુ એમ કરતાં એ ખ્યાલ રાખવાની જરૂર છે, કે તમારી સર્વાધિક તીવ્ર ઇન્દ્રીયને, તમે દુશ્મન બનાવી લો. સંયમનું નિષેધાત્મક રૂપ વધારે સંવેદનશીલ ઇન્દ્રીયના દુશ્મન બની જવાનું છે, પરંતુ સંયમનું વિધાયક રૂપ જો સમજાશે તો જે ઇન્દ્રીય સર્વાધિક સક્રિય છે, એ જ તમારી મિત્ર છે એ વાત પણ સમજાશે. કારણકે તમે એ દ્વારા ભીતરમાં વધુ જલદી પહોંચી શકશો.
જે માણસને રંગોમાં કોઇ રસ નથી, જેણે બહારના રંગો જીવી જાણ્યા નથી, તેને ભીતરના રંગો સુધી પહોંચવાનું અત્યંત મુશ્કેલ લાગશે. જે માણસને સંગીતમાં રસ નથી, જેને સંગીતનું