________________
નમો અરિહંતાણમ્: મંત્ર
આંતરિક પ્રક્રિયા જો બરાબર સમજીએ તો મહાવીર એમ કહે છે કે જે ઇન્દ્રીય આપણને બહારની ચીજો સાથે જોડે છે, તે જ ઇન્દ્રીયો આપણને ભીતરના જગત સાથે પણ જોડે છે. બહાર ધ્વનિનું જગત છે. કાન આપણને એ બહારના ધ્વનિ સાથે જોડે છે; પરંતુ આપણી ભીતર પણ ધ્વનિનું એક અદ્ભૂત જગત છે, જેની સાથે કાન આપણને જોડી શકે છે. જીભ બહારના રસ સાથે આપણને જોડે છે, પરંતુ એ બહારના રસનું જગત અત્યંત દીન છે. જો આપણને ભીતરના રસની ઓળખ થાય, તો જીભ આપણને ભીતરના રસ સાથે પણ જોડે છે.
૧૩૫
મેં સાંભળ્યું છે અને કદાચ તમે પણ સાંભળ્યું હશે કે કેટલાક યોગી પોતાની જીભ નીચેના એક ભાગને કાપીને જીભને પાછળની તરફ વાળવાની કોશિશ કરે છે, જેથી જીભને બહારના રસને બદલે ભીતરના રસ સાથે, આત્માના રસ સાથે જોડી શકાય. આવી વાતો પ્રતીક માત્ર છે‘Symbolic’ છે. કેટલાક યોગી પોતાની આંખને ઊંચી ચઢાવી દે છે, જેથી એ આંખજે બહારનું જોતી હતી, તે હવે ભીતરનું જોવા લાગે. પરંતુ આ બધું કેટલીક વાર માણસને પાગલપણામાં ધકેલી દે છે. એક વાર તમને ભીતરનો સ્વાદ આવી જાય તો બહારના બધા સ્વાદ બેસ્વાદ બની જાય છે. એને બેસ્વાદ કરવા પડતા નથી. બેસ્વાદ કરવાનો પ્રયત્ન કરવાથી તો સ્વાદ વધારે તીવ્ર થઇ જાય છે. જીદ કરવાથી ઇન્દ્રીયો કુંઠિત થઇ જાય છે. એની સંવેદનશીલતા ઘટી જાય છે. તો ઇન્દ્રીયોને ભીતરની તરફ કેવી રીતે વાળવી ?
અનાહત નાદ સાંભળવાનો પ્રયોગ
ક્યારેક એક નાનો પ્રયોગ કરો તો વાત ખ્યાલમાં આવી જશે. તમે તમારા ઘરમાં શાંતિથી બેસીને, બહારના બધા અવાજો સાંભળવાનું શરૂ કરો. એકદમ જાગ્રત થઇને કોઇ પણ અવાજ છટકી ન જાય, એ રીતે સાંભળો. પ્રત્યેક અવાજ તરફ જાગ્રત થઇ જાવ અને એને સાંભળો. રસ્તા પર ગાડીઓ દોડી રહી છે, હોર્ન વાગી રહ્યાં છે, આકાશમાં હવાઇજહાજ ઊડી રહ્યાં છે, આજુબાજુમાં લોકો વાતો કરે છે, બાળકો કીકિયારી કરતાં રમી રહ્યાં છે. રસ્તા પર પસાર થતા લોકોનું એક સરઘસ અવાજો કરતું અને બૂમો મારતું આગળ વધી રહ્યું છે. આ બધા અવાજો તરફ જાગ્રત બની જાવ અને પછી ખ્યાલ કરો કે એક એવો પણ અવાજ સંભળાઇ રહ્યો છે જે બહારથી આવતો નથી, પરંતુ જે ભીતરમાં પેદા થઇ રહ્યો છે. એ ખ્યાલમાં લીન થઇ, સાંભળતા રહેવાથી, એક અલગ સન્નાટાનો અવાજ તમને સંભળાશે. એ અવાજ બહારનો નથી, એ કોઇ બે ચીજના ટકરાવથી પેદા થયેલો નથી. એ અનાહત નાદ છે. એ અવાજ ભીતરમાં ચોવીસે કલાક ગૂંજી રહ્યો છે.
પરંતુ આપણે બહારના અવાજોની ભીડમાં એટલા બધા વ્યસ્ત અને સંલગ્ન હોઇએ છીએ કે એ ભીતરના સન્નાટાનો અવાજ આપણને સંભળાતો નથી. બધા અવાજોને સાંભળતા રહો, કોઇ પણ અવાજ સાથે લડો નહીં, કોઇ અવાજને હટાવવાનો પ્રયત્ન ન કરો, માત્ર સાંભળતા રહો, સાથેસાથે ભીતરમાં એક શોધ કરતા રહો કે આટલા બધા બહારના અવાજોમાં કોઇ