________________
સંયમની વિધાયકદ્રષ્ટી
હાથ પદાર્થ સાથે જ જોડે છે, પરંતુ એટલા ખાતર હાથ સાથે નારાજ થવાની કાંઈ જરૂર નથી, કારણકે ભીતરમાં એ જ હાથ ચેતના સાથે, આત્મા સાથે પણ જોડે છે. જો મારા હાથ દ્વારા મારી ચેતના બહારની તરફ પ્રવાહિત કરું, તો એ ચેતના બીજાના શરીરે જઇને અટકી જાય છે, પરંતુ એ જ ચેતનાને હું પાછી મારી તરફ ખેંચી લઉં, તો ચેતના જાણે ગંગોત્રી તરફ, એના સ્ત્રોત તરફ પાછી ફરે છે, મારા આત્મામાં લીન થઇ જાય છે, ત્યારે એ સાગર તરફ, પદાર્થ તરફ વહેતી નથી. બહાર તરફ વહેતી ચેતના કે ઉર્જા બહિરાત્માનું રૂપ છે. હાથમાં ભીતર તરફ વહેતી ઉર્જા અંતરાત્માનું રૂપ છે. ઉર્જા વહેતી જ નથી ત્યાં પરમાત્મા છે. પરમાત્મા સુધી પહોંચવું હોય તો અંતરાત્મા મારફત જ પહોંચાશે. આપણી આજની સ્થિતિ છે તે બહિરાત્માની છે. પરમાત્મા આપણી સંભાવના છે, આપણું ભવિષ્ય છે, આપણી નિયતિ છે. અંતરાત્મા આપણો યાત્રામાર્ગ છે. એની મારફત પસાર થવું પડશે. જે રસ્તે બહાર જવાય છે, તે જ રસ્તે ભીતરમાં પણ જવાશે. એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે. જે ઇન્દ્રીયો ચેતનાને બહાર લઇ જાય છે તે ઇન્દ્રીયો આપણને સ્થૂળ સાથે જોડે છે અને એજ ઇન્દ્રીયો ભીતરમાં ચેતનાને કેન્દ્રીત કરે છે, ત્યારે તે આપણને સ્થૂળ સાથે જોડે છે. ઇન્દ્રીયોનાં બે રૂપ છે. એક રૂપ જેને આપણે ઇન્દ્રીયોની શકિત કહીએ છીએ તે, બીજું જે રૂપ છે તેને આપણે અતિન્દ્રીય કહીએ છીએ.
૧૪૦
પેરાસાઇકોલોજી જેનું અધ્યયન કરે છે, તે છે પરામનોવિજ્ઞાન. યોગે આ વિષે ઘણું અધ્યયન કર્યું છે. યોગ એ શક્તિને ‘સિદ્ધિ’ અથવા ‘વિભૂતિ’ કહે છે. રશિયામાં આજે આ શક્તિને બીજું નામ અપાયું છે, ‘Psychotronics, સાઇકોટ્રોનિકસ’. આ છે મનોશક્તિનું જગત. જેમજેમ આપણો સંયમ વધતો જાય તેમતેમ આપણે આપણા અતીન્દ્રીય રૂપનો અનુભવ કરતા જઇએ છીએ, કોઇ પણ એક ઇન્દ્રીયનો સહારો લઇ તેની અતીન્દ્રીય રૂપનો અનુભવ કરવાનું શરૂ કરો. તમે ચકિત થઇ જશો.
દસ વર્ષ પહેલાં ૧૯૬૧ માં રશિયાની એક અંધ છોકરીએ પોતાના હાથના સ્પર્શથી વાંચવાનું શરૂ કર્યું. અત્યંત આશ્ચર્ય ઊપજાવે એવી વાત છે. સતત પાંચ વર્ષ સુધી એ છોકરી સાથે પ્રયોગો કરવામાં આવ્યાં. રશિયાની જે સૌથી મોટી વૈજ્ઞાનિક એકેડેમી છે, તેણે પાંચ વર્ષ સુધી છોકરીનું અધ્યયન કર્યા પછી ઘોષણા કરી કે હાથના સ્પર્શથી આ છોકરી વાંચી શકે છે. બીજી આશ્ચર્ય ઊપજાવે એવી વાત એ કરી કે હાથ, આંખોથી પણ વધુ ગ્રહણશીલ બનીને અધ્યયન કરી શકે છે. બ્રેઇલ લિપિમાં અંધ વ્યક્તિઓ માટેની ભાષામાં લખાયું હોય તો તે તો સ્પર્શ વડે વાંચી શકાય છે. પરંતુ આપણી ભાષામાં જે આપણે આંખથી વાંચીએ છીએ, તેવું જ લખેલા કાગળ પર પોતાનો હાથ ફેરવી છોકરી વાંચી શકે છે. તમે લખેલા કાગળ પર એક કપડુ ઢાંકી દો તોપણ એ કપડા પર હાથ ફેરવીને એ વાંચી શકે છે. લોખંડનું પતરું ઢાંકી દો તોપણ એ વાંચી લે છે. આપણી આંખ પણ આવું કામ કરી શકતી નથી. જે