________________
A
સંયમની વિધાયકદ્રષ્ટી
જો એક નવલકથા પુસ્તકમાંથી વાંચવાની અથવા એ જ નવલકથા પર તૈયાર થયેલી કિલ્મ જોવાની બાબતમાં પસંદગી કરવાનું તમને કહેવામાં આવે, તો તમે પુસ્તકને બાજુમાં મૂકી દઇ, ટેલિવિઝન કે ફિલ્મ જોવાનું પસંદ કરશો. એમાં પુસ્તકનો ત્યાગ નથી, પરંતુ બેમાંથી શ્રેષ્ઠ માધ્યમ પસંદ કરવાનો સવાલ છે. હંમેશાં જે શ્રેષ્ઠતમ છે તેને જ માણસ પસંદ કરી લે છે. જો તમારામાં ઇન્દ્રીયોનું અતીન્દ્રીય રૂપ પ્રગટ થવાનું શરૂ થશે, તો તમને તમારી સ્થૂળ ઇન્દ્રીયોમાં રસ નહીં રહે. તમે એક નવા રસમાં પ્રવેશ કરી જશો. જે લોકોની સમજ એમની બહારની ઇન્દ્રીયો સુધી વિસ્તરેલી છે તેઓ તમને ‘મહાત્યાગી’ છો એમ કહેવા લાગશે, પરંતુ તમે તો ભોગની એક ગહનતમ અને અન્તરતમ દિશામાં આગળ વધી ગયા છો તેની એમને ખબર જ નથી. ઇન્દ્રીયોમાં જ જીવનારી વ્યક્તિઓને આ નવા રસ વિષે કાંઇ ખબર જ નથી. અતીન્દ્રીય સંભાવનાઓનો વિકાસ કરવામાં સંયમની વિધાયક દષ્ટિનો ઉપયોગ છે.
૧૪૨
મહાવીરે અતીન્દ્રીય સંભાવનોઓનો વિકાસ કરવા માટે ઘણા ગહન પ્રયોગા કર્યા છે. મહાવીરની સાધનાને આ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું તો બીજી ઘણી વાતોનાં રહસ્ય પ્રગટ થઇ જશે. મહાવીર વર્ષો સુધી ભોજન વિના રહી શક્યા, એનું કારણ શું ? એનું એક જ કારણ છે કે મહાવીરે પોતાના ભીતરમાંથી કોઇ ભોજન મેળવી લેવાનું શરૂ કરી દીધું. જો મહાવીર સીધા પત્થર પર જ સૂઇ જાય અને ગાદલાની એમને જરૂર જ ન રહેતી હોય, તો એમણે ભીતરમાં જ, કોઇ સ્પર્શનું નવું જગત શરૂ કરી દીધું. મહાવીર તે પછી તો કોઇ પણ પ્રકારના ભોજનમાં સ્વાદ ઊપજાવી શકે છે. ભીતરનું ભોજન, બહારના ભોજન પર છવાઇ જાય છે. એટલે જ મહાવીર દુબળા થઇ ગયા હોય એવું દેખાતું નથી. એ તો જાણે ફેલાઇ ગયા હોય એવા લાગે છે. સંકુચિત થયા હોય એવું લાગતું નથી. એમના વ્યક્તિત્વમાં ક્યાંય સંકુચિતતા દેખાતી નથી. પોતે ખૂબ આનંદમાં છે. કહેવાતા તપસ્વીઓ જેવા એ દુ: ખી નથી.
બુદ્ધથી આ ન બની શક્યું. એ સમજવું જરૂરી છે કે બુદ્ધે પણ મહાવીરે કરી હતી તેવી જ સાધના કરી, પરંતુ બુદ્ધને, ભોજનત્યાગ પછી પોતે વધારે નબળા પડી જતા હોય તેવું લાગ્યા કર્યું. એમને થયું કે આ રીતે તો કાંઇ મળતું નથી. એટલે છ વર્ષની તપશ્ચર્યા પછી બુદ્ધે આ બધું છોડી દીધું. બુદ્ધે એવો સ્વાભાવિક નિર્ણય લીધો કે આવી શારીરિક તપશ્ચર્યા વ્યર્થ છે. બુદ્ધબુદ્ધિમાન અને પ્રામાણિક હતા, એટલે જ આ નિર્ણય પર આવી શક્યા. અનેક નાસમજ લાકો એવી દિશાઓમાં ચાલી ન્રીકળે છે, જે એમને માટે નકામી હોય છે. એ દિશામાં જવાની એમની ક્ષમતા હોતી જ નથી. એ દિશામાં એમના વ્યક્તિત્વનો વિકાસ ન થતા, તેઓ પોતાની જાતને સમજાવે રાખે છે કે કદાચ પાછલા જન્મોનાં કર્મોને કારણે આવું બની રહ્યું છે, કે કદાચ પૂર્વજન્મમાં કરેલા પાપોને કારણે આવું બની રહ્યું છે, કે કદાચ હું પૂરો પ્રયત્ન જ નથી કરતો માટે આવું બની રહ્યું છે. યાદ રાખવું જોઇએ કે જે તમારી દિશા નથી, તેમાં તમે કયારેય પૂરો પ્રયાસ કરી નહીં શકો, છતાં તમારો ભ્રમ ચાલુ રહેશે કે હું પૂરો પ્રયાસ કરી શકતો નથી.