________________
નમો અરિહંતાણમુક મંત્ર
૭૧
છીએ. આખી જિંદગી એવું ચાલ્યા કરે છે. દુઃખના ભાવ સિવાય, બીજો કોઈ અનુભવ છેવટે બચતો નથી. એના એ જ ઘા અને એની એ જ પીડા ભોગવીએ છીએ. આપણે એટલું જાણીએ છીએ કે અધર્મઅમંગળ છે. અધર્મનો અર્થ માત્ર એટલો જ છે કે બીજામાં સુખ ખોળવાની આકાંક્ષા.આ જ દુઃખ છે અને આ જ અમંગળ છે. તમને જ્યારે પણ દુઃખ મળે ત્યારે સમજજો કે કોઈ બીજામાંથી સુખ મેળવવાની ઇચ્છા કરી હતી. તમે તમારા શરીર દ્વારા સુખ મેળવવા ઈચ્છો છો ત્યારે પણ તમે શરીરમાંથી સુખ મેળવવાની ઈચ્છા કરો છો. પણ શરીર તમે નથી. કાલે શરીર બીમાર પડશે, વૃદ્ધ થશે, પરમ દિવસે મરી જશે. આ શરીર પણ, ગમે તેટલું આપણું અને આપણી નજીક લાગે છે, પણ છે પારકું. મહાવીરને જો આપણે પૂછીએ તો એ કહેશે કે, જેનાથી સુખ મળવાની આશા છે તે પરાયું છે. આ જ નિયમ છે, માપદંડ છે કે જેનાથી દુ:ખ મળે છે, તે પણ તમે નથી, એ કાંઈ બીજું જ છે.' સુખનો આપણને પરિચય નથી. કારણકે આપણો પરિચય હંમેશાં બીજી વસ્તુઓનો અને વ્યક્તિઓનો છે. પરિચય હંમેશાં બીજાનો છે. સુખ કલ્પનામાં છે, દુઃખ આપણો અનુભવ છે. પરંતુ એદુઃખના અનુભવને આપણે હંમેશાં ભૂલવા માગીએ છીએ અને સુખ જેકલ્પનામાં છે તેની પાછળ દોડતા રહીએ છીએ. મહાવીરનું આ સૂત્ર, આપણી સમગ્ર ધારણાને બદલવા માગે છે. મહાવીર કહે છે કે “ધમો મંગલમ્ ઉકિકટષ્ઠ ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. આનંદની શોધ એ આપણો સ્વભાવ છે. ક્યારેક તમારા જીવનમાં આનંદનું કોઈ નાનું મોટું કિરણ ઊતર્યું હોય, તો તે ઊતર્યું હશે ત્યારે જ, જ્યારે જાણે-અજાણે કોઈ ક્ષણે તમે તમારા સ્વયં સાથે સંલગ્ન થયા હશો. છતાં આપણામાં એવી ભ્રાંતિ છે કે એવા આનંદ માટે પણ, આપણે કોઈ અન્યને કારણભૂત સમજીએ છીએ. સાગરને કાંઠે આપણે બેઠા છીએ. સાંજ થઈ ગઈ છે, સૂર્યાસ્ત થઈ રહ્યો છે. એ આથમતા સૂર્યની પશ્ચાદ્ભૂમાં, સાગરના તરંગોના અવાજ સાંભળતાં, એ સાગર કાઠ, એક ક્ષણે લાગે છે કે સુખનું કોઈક કિરણ ઊતરી રહ્યું છે. તે ઘડીએ વિચાર આવે છે કે કદાચ આ સાગર અને આ આથમતા સૂર્યમાં સુખ છે. બીજે દિવસે ફરીથી આવીને બેસીએ છીએ, પરંતુ ત્યારે પહેલા દિવસ જેટલું સુખ નથી લાગતું. જો રોજ રોજ આવીને બેસીએ સાગરકાંઠે તો સાગરનો ઘુઘવાટ સંભળાતો પણ બંધ થઈ જવો, સૂર્યાસ્તનાં રંગીન કિરણો પણ દેખાતાં બંધ થઈ જશે. પહેલે દિવસે જે સુખ અનુભવ્યું હતું તે સાગર અને સૂર્યને કારણે ન હતું. એ તો માત્ર અજાણ પરિસ્થિતિમાં, સૂર્ય અને સાગર સાથે ઠીકઠીક સંબંધમાં ન આવતાં, થોડી ક્ષણ માટે તમારા સ્વયંની સાથે તમારો સંબંધ બંધાઈ ગયો, એનું સુખ હતું. આવાત સમજવા જેવી છે. કોઈ પણ પરિવર્તન થાય ત્યારે એક ક્ષણ માટે તે આપણને સારું લાગે છે. કારણકે એ પરિવર્તનની ક્ષણે, એ બદલાતી પળોમાં, કોઈ બીજા સાથે સંલગ્ન થતાં પહેલાં અને એ પહેલાંની ભૂતકાળની ક્ષણોથી છૂટતાં પહેલાં, વચમાં જે એક ગાળો આવે છે તે દરમિયાન,