________________
નમો અરિહંતાણમ:મંત્ર
થઈ જાય. એનાથી તદ્દન વિરુદ્ધ મહાવીર કહે છે કે હું એવો જવું કે મારી હાજરીનો કોઈને ખ્યાલન આવે, એવો પસાર થઈ જાઉં કે જાણે હું હતો જ નહીં. એક બીજી રીતે સમજીએ તો આપણી હાજરીનો અનુભવ કરાવવાની કોશિશનું નામ હિંસા છે. બીજાને આપણી હાજરીની નોંધ લેવી પડે એવું કાંઈ કરવામાં હિંસા છે. પતિ, પોતાની પત્નીને, પોતાની હાજરીનો ખ્યાલ રહ્યા કરે એ રીતે વર્તે અથવા પત્ની એવું વર્તે કે તમે ઓરડામાં એકલા, છાપું વાંચી રહ્યા હો, ત્યારે પણ તમને ખ્યાલ રહે કે પત્ની ઘરમાં છે. પત્ની છાપાંની દુશ્મન બની શકે છે, કારણ કે છાપું પત્નીની ઉપસ્થિતિની આડે આવે છે. એટલે એ તમારું છાપું ઝૂંટવી, ફાડીને ફેંકી દઈ શકે છે. તમારી ચોપડીઓ દૂર કરી શકે છે. રેડિયો સાંભળતાં તમને અટકાવી શકે છે. બિચારો પતિ એટલા માટે રેડિયો વગાડતો હોય છે અને છાપું આડું રાખતો હોય છે કે જેથી એને પત્નીની હાજરીની નોંધન લેવી પડે. આપણે બધા એવા પ્રયત્નમાં સંલગ્ન છીએ કે આપણી હાજરીની બધાને જાણ થાય. પરંતુ બીજાની હાજરીનો આપણને અનુભવન થાય, આ હિંસા છે. આ એક જ સિક્કાની બે બાજુઓ છે. જ્યારે મારી ઈચ્છા એવી હોય કે મારી હાજરીની તમને ખબર પડે ત્યારે સાથેસાથે મારી એ પણ ઈચ્છા હોય છે કે તમારી હાજરીની મને ખબર ન પડે. આ બન્ને વાત બનાવી શક્ય નથી. માત્ર મારી જ હાજરીની તમને ખબર પડે, એવું ત્યારે જ બની શકે કે જ્યારે હું તમારી હાજરીને એવી હતી નહતી કરી દઉ કે જાણે તમે છો જ નહીં. આપણી બધાની એ જ કોશિશ છે કે આપણી હાજરી એકદમ સઘન બની જાય, ઘટ્ટ બની જાય અને બીજાની હાજરી મટી જાય. આ હિંસા છે. અહિંસા આથી તદ્દન ઊલટી છે. બીજા બધા હાજર રહે અને તે એવી રીતે રહે કે મારી હાજરીનું એમને ભાન ન થાય. હુંએવી રીતે પસાર થઈ જાઉ કે કોઈને ખબર પણ ન પડે કે હું હતો. અહિંસાનો ઊંડો અર્થ છે અનુપસ્થિત વ્યક્તિત્વ. આપણે એમ કહી શકીએ અને મહાવીરે એમ કહ્યું છે કે અહંકાર હિંસા છે અને નિરહંકાર અહિંસા છે. અહંકાર પોતાની ઉપસ્થિતિનો પ્રભાવ પાડવા ચાહે છે. ગમે તે રીત હોય, પરંતુ આપણે બધા આપણા અહંકારનું પ્રદર્શન કરવાનો જ પ્રયત્ન કરી રહ્યા છીએ. કોઈ હીરાનો હાર પહેરીને ઊભા છે, તો કોઈ કિંમતી સુંદર વસ્ત્રો પહેરીને ઊભા છે, કોઈ નગ્ન-વસ્ત્રહીન ઉભા છે. એક જ કોશિશ છે કે બીજાને ખબર પડે કે “હું છું.' હુ કોઈને શાંતિથી બેસવા દેવા માગતો નથી. તમારે કબૂલ કરવું જ પડશે કે હું છું. નાનાં નાનાં બાળકો પણ આવી હિંસામાં નિષ્ણાત બની જાય છે. તમને કદાચ ખ્યાલ હશે કે
જ્યારે ઘરમાં મહેમાન હોય ત્યારે બાળકો વધારે તોફાન કરે છે. કોઈ ઘરમાં ન હોય ત્યારે બાળકો શાંતિથી કાંઈક કરતાં હોય છે, પરંતુ જેવું કોઈ ઘરમાં આવે છે કે તરત તેઓ તમારી સામે પચીસ સવાલ ઊભા કરે છે, વારંવાર તમારી પાસે આવે છે, કેટલીક ચીજો પાડી નાખે છે. બાળક કેમ આમ કરે છે? એ માત્ર ધ્યાન દોરી રહેલ છે, કે એ પોતે પણ છે. એ કહે છે કે, હું પણ છું, અને તમે એને કહો છો કે ‘શાંત બેસ, તોફાનન કરીશ.' તમે એમ કહો કે એ હાજર ન હોય તેમ બેસે. વૃદ્ધ