________________
નમો અરિહંતાણમ્: મંત્ર
ખાસ વિશિષ્ટ છો, એવું મહાવીર માનતા ન હતા. મહાવીર માટે પ્રત્યેક પ્રાણનું એક સરખું મૂલ્ય છે. તમારા પર કૃપા કરીને મહાવીર તમને સાજા કરવાનું જોખમ નહી લે, કારણ એમાં બીજા કરાડો જીવ જે તમારા પર નભતાં હતાં તે નષ્ટ થશે. તમે માનો છો એટલાં મૂલ્યવાન તમે છો નહીં. બધા જીવ પોતાને તમારા જેટલા જ મૂલ્યવાન માને છે. માત્ર તમને એ વાતની ખબર નથી. એ જીવોને પણ તમારી હયાતીની ખબર નથી. જે જીવો તમારા પર નભે છે, તેઓને તમે પણ જીવો છો એની ખબર નથી. તમે તો એમનું ભોજનમાત્ર છો.
૧૦૯
તો આપણે જે રીતે હત્યાને જોઇએ છીએ એટલી સરળતાથી એ હત્યાને મહાવીર જોતા નથી. મહાવીર માટે તો જીવેષણા જ હિંસા છે, હત્યા છે. એ કોની જીવેષણા છે તે સવાલ પણ ઊઠતો નથી. જે કોઇ જીવવા માગે છે, તે હત્યા કરશે. એવું પણ નથી કે જે જીવેષણા છોડી દેશે તેનાથી હત્યા થવાનું બંધ થઇ જશે. જ્યાં સુધી એ જીવશે ત્યાં સુધી એનાથી પણ હત્યા થશે. પરંતુ મહાવીર એટલું જરૂર કહેશે કે જેની જીવેષણા છૂટી ગઇ, એનો કૃત્યો સાથેનો સંબંધ છૂટી ગયો. સંબંધ હતો તે માત્ર જીવેષણાને કારણે હતો.
મહાવીર પણ જ્ઞાની થયા પછી ચાલીસ વર્ષ જીવ્યા. એ ચાલીસ વર્ષમાં મહાવીર ચાલશે તો કોઇ મરશે. પરંતુ મહાવીર એટલા સંયમથી જીવે છે કે ઓછામાં ઓછી હત્યા થાય. રાત્રે સૂઇ જાય છે. ત્યારે પડખું પણ બદલતા નથી. એક પડખે આખી રાત સૂઇ રહે છે. એથી ઓછું કરવું મુશ્કેલ છે. બીજુ પડખું બદલતા નથી, કારણ, એમ કરવાથી કોઇ જીવ નષ્ટ થવા સંભવ છે. એકદમ ધીમેથી શ્વાસ લે છે, જેથી ઓછામાં ઓછા હવાનાં જંતુ નાશ પામે, પરંતુ શ્વાસ તો લેવો જ પડે. તો આપણે કહી શકીએ કે આવું બધું કરવું પડે એના કરતાં, કૂદકો મારીને મહાવીર મરી કેમ જતા નથી? પોતાની જાતને જ સમાપ્ત કરી નાખે. પરંતુ એ જો પોતાની જાતનો નાશ કરવા જાય તો જે કરોડો જંતુ એમના શરીરમાં જીવન ભોગવે છે તેમનું શું ? દરેક સ્વસ્થ વ્યક્તિના શરીરમાં સાત કરોડ જીવ પોષાય છે. અસ્વસ્થ બીમાર વ્યક્તિના શરીરમાં તો ઘણાં વધુ જીવ પોષાય છે. મહાવીર જ્યારે હિંસાનું દર્શન કરે છે ત્યારે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. જેટલી ઉપરછલ્લી રીતે તમારી આંખો જુએ છે એટલું સહેલું મહાવીર માટે હોતું નથી.
હત્યા શું છે ? કોને હત્યા કહી શકાય ? મહાવીરની દૃષ્ટિએ તો જીવન જીવવાની કોશિશમાં હત્યા છે અને જીવન જીવવામાં હત્યા છે. દરેક પળે હત્યા થઇ રહી છે. પ્રત્યેક જીવ જીવવા માગે છે. એટલે જ્યારે એના પર હુમલો થાય છે ત્યારે એને એમ લાગે છે કે હત્યા થઇ રહી છે. જંગલમાં જઇને તમે કોઇ સિંહનો શિકાર કરો છો ત્યારે તમારે માટે એ એક રમત છે અને સિંહ જ્યારે તમારો શિકાર કરે ત્યારે એ હત્યા બની જાય છે. ત્યારે સિંહ જંગલી જાનવર બની જાય છે અને તમે એક બહુ સભ્ય જાનવર છો.
એક મજાની સમજવા જેવી વાત છે કે સિંહ ભૂખ ન લાગી હોય, ત્યાં સુધી એ તમારા પર હુમલો નહી કરે. પરંતુ તમે સિંહ પર હુમલો કરશો ત્યારે તમારું પેટ ભરેલું હશે. કોઇ ભૂખ્યા માણસો