________________
‘સંયમ’ એટલે મધ્યમાં રહેવું
કોઇ મરાઇ રહ્યું હોય છે, ત્યારે આપણને લાગે છે કે ચોક્કસ કાંઇ પાપ થઇ રહ્યું છે, કાંઇ ખોટું કામ થઇ રહ્યું હોય છે, કારણકે આપણી દૃષ્ટિ એક સીમામાં જુએ છે. મહાવીર જીવનની અનંત શૃંખલાનું એકી સાથે દર્શન કરે છે. આ શૃંખલામાં કોઇ પણ કર્મ અલગ અલગ હોતાં નથી. બધાં કર્મ પાછળ અને આગળ બન્ને તરફ જોડાયેલાં હોય છે.
૧૦૮
જો કોઇ માણસે હીટલરને ૧૯૩૦ પહેલાં મારી નાખ્યો હોત તો એ માણસ હત્યારો સિદ્ધ થાત. આપણને એ વાત દેખાતી નથી કે એવા માણસને મારવામાં આવી રહ્યો છે, કે જે એક કરોડ માણસોની હત્યા કરવાનો હતો. પરંતુ મહાવીર હીટલરની કર્મશૃંખલાને જોઇ શકે છે. એ હીટલરનો હત્યારોખરેખર સારું કામ કરતો હતો કે બૂરું કામ કરતો હતો તે નક્કી કરવાનું મુશ્કેલ થઇ જશે. જો હીટલર મરી જાય તો કરોડો માણસનું જીવન બચી શકે; પરંતુ એનો અર્થ એવો નથી કે હીટલરને જે મારી રહ્યો હતો તે કોઇ સારું કામ કરી રહ્યો હતો. સાચી વાત તો એ છે કે મહાવીર જેવા લોકો જાણે છે, કે આ જગતમાં સારા અને નઠારા વચ્ચે પસંદગી નથી, પરંતુ ઓછા નઠારા અને વધારે નઠારા વચ્ચે પસંદગી છે. ‘Lesser evil’ ની પસંદગી થાય છે. સામાન્ય રીતે આપણે સારા અને ખરાબ, એવા બે વિભાગમાં કર્મોને અલગ પાડીએ છીએ. આપણે જિંદગીનું અંધકાર અને પ્રકાશ જેવા બે હિસ્સામાં વિભાજન કરીએ છીએ. પરંતુ મહાવીર જાણે છે કે આવા સ્પષ્ટ વિભાગ થઇ શકતા નથી. જે કાંઇ આપણે કરીએ છીએ તે ઓછામાં ઓછું ખરાબ છે એમ સમજીને કરીએ છીએ. જે માણસ હીટલરની હત્યા કરવાનો હતો, તે ખોટું કામ જરૂર કરવાનો હતો. પરંતુ હીટલરના જીવવાથી જે હીટલર કરવાનો હતો, તે કામ એટલું ખરાબ હતું, કે એના હત્યારાને ખરાબ કહેતાં આપણને સંકોચ થાય.
એટલે સર્વપ્રથમ હું એ વાત કહેવા માગું છું કે જેવું તમે જુઓ છો એ રીતે મહાવીર જોતા નથી. આ સાથે એ વાતને પણ જોડી દેવાની જરૂર છે કે મહાવીર જાણે છે કે ચોવીસે કલાક અનેક પ્રકારની હત્યાઓ થઇ રહી છે. આપણને એ હત્યાઓ ક્યારેક દેખાય છે. તમે ચાલો છો ત્યારે તમે કોઇની હત્યા કરો છો, તમે શ્વાસ લો છો ત્યારે કોઇની હત્યા કરો છો, તમે ભોજન કરો છો ત્યારે પણ કોઇની હત્યા કરો છો, તમારી આંખની પલક બિડાય છે ત્યારે હત્યા થાય છે. પરંતુ આપણને તો કોઇની છાતીમાં છરી ભોંકાતી હોય ત્યારે જ હત્યા દેખાય છે.
મહાવીર જાણે છે કે જીવનની જે વ્યવસ્થા છે તે હિંસા પર ઊભેલી છે. અહીં ચોવીસે કલાક, દરેક પળે હત્યા થઇ રહી છે. એક મિત્ર મારી પાસે આવ્યા હતા. તે કહેતા કે મહાવીર જ્યાંજ્યાં વિહાર કરતા હતા તેની આસપાસ અનેક લોકો, માઇલો સુધી, બીમાર હોય તો તે સાજા થઈ જતા હતા. મને મન થયું એને કહેવાનું કે એને બીમારીનાં રહસ્યોની કદાચ ખબર જ નહોતી. જ્યારે તમે બીમાર પડો છો ત્યારે તમે તો બીમાર હો છો, પરંતુ અનેક કીટાણું તમારા શરીરમાં ભોજન પામે છે. જો મહાવીરના પસાર થવાથી તમે સાજા થઇ જશો તો અનેક કીટાણું જે તમારા શરીરમાં જીવતા હતા તે મરી જશે. ધ્યાન રાખજો કે મહાવીર આવી કોઇ ઝંઝટમાં પડતા નહોતા. તમે કોઇ