________________
સંયમની વિધાયકદ્રષ્ટી
છે. બહારના દેખાવ પરથી શું છોડેલું છે, શેનો નિષેધ કરેલો છે તેનો જ ખ્યાલ આવે છે. પરંતુ મહાવીર, બુદ્ધ અને કૃષ્ણ પોતાના અંતરતમમાં જીવે છે, ભીતરમાં જીવવામાં વિધાયકતા છે. જેમના જીવનમાં પરમ આનંદ ફેલાયેલો હોય, એમના જીવનમાંથી જેને આપણે સુખ કહીએ એવી વાતો છૂટી જશે. તેઓ એ સુખ છોડતા નથી. પરંતુ એમને જે મળ્યું છે તે એટલું વિશાળ છે કે એને સમાવવા હાથ ખાલી કરવાની જરૂર છે. જેના જીવનમાં હીરા આવી જાય તે કાંકરા, પત્થરને શાને પકડી રાખે? હાથમાં હીરો આવ્યા પછી પત્થરને પકડી રાખવાની કાંઇ જરૂર નથી. ત્યારે પત્થર આપોઆપ છૂટી જાય છે, છોડવો પડતો નથી. હીરો તો પેદા થશે આંતરિક આકાશમાં. તે આપણને દેખાશે નહીં. પરંતુ હાથમાં જે પત્થર હતા તે છૂટી જતા દેખાશે. સ્વાભાવિક રીતે આપણે વિચારીશું કે આવી રીતે પત્થર છોડવા એ સંયમ છે. બધા જાગ્રત પુરુષોની આસપાસ આવી ઘટના બને છે અને એના ખોટા અર્થ આપણે કાઢીએ છીએ. આપણને લાગે છે કે મહાવીર જે છોડી રહ્યા છે એ સંયમ છે. પરંતુ એમને જે પ્રાપ્ત થયું છે તેની આપણને ખબર નથી. કાંઇ મળ્યા વિના, છોડવાનું સંભવિત નથી. જેઓ કાંઇક શ્રેષ્ઠ મેળવે છે, તે કનિષ્ઠને છોડે છે. પરંતુ કાંઇ મળ્યા વિના છોડનાર રોગી બની જાય છે, અસ્વસ્થ બને છે, સંકોચાઇ જાય છે અને છેવટે મૃત્યુ પામે છે. હું જે કહી રહ્યો છું તે સંયમનું એક જુદું જ રૂપ છે, સંયમનું જુદું જ પરિમાણ છે.
૧૩૨
હું કહું છું કે મહાવીર જેવા માનવો જે મેળવે છે તે એવું વિરાટ હોય છે કે એની સરખામણીમાં, એમના હાથમાં કાલ સુધી જે કાંઇ હતું તે વ્યર્થ અને મૂલ્યહીન બની જાય છે. એક વાત સમજી લેવાની જરૂર છે કે મૂલ્યહીનતા તુલનાત્મક છે. સાપેક્ષ છે. જ્યાંસુધી શ્રેષ્ટતર ન મળે ત્યાં સુધી જે હાથમાં છે તે જ શ્રેષ્ટતર છે. કોઇ એને ગમે તેટલું કહે કે આ શ્રેષ્ડતર નથી, પરંતુ તમારું મન કહ્યા કરશે કે જે હાથમાં છે તે શ્રેષ્ટતર છે. કારણકે જ્યાંસુધી આપણી પાસે છે તેનાથી વધારે શ્રેષ્ઠને આપણે ન જાણીએ, ત્યાંસુધી એને નિકૃષ્ટ કેમ માની શકાય ? જ્યારે શ્રેષ્ટતર હાથમાં આવશે ત્યારે જે હાથમાં છે તે નિકૃષ્ટ બનીને છૂટી જશે. આ એક બહુ મજાની વાત છે કે નિકૃષ્ટને છોડવું નથી પડતું અને શ્રેષ્ઠને પકડવું નથી પડતું. આપોઆપ શ્રેષ્ઠ પકડાઇ જાય છે અને નિકૃષ્ટ છૂટી જાય છે. નિકૃષ્ટને છોડવું પડે ત્યાં સુધી સમજવું કે શ્રેષ્ઠ હજી મળ્યું નથી. શ્રેષ્ઠનો તો એ સ્વભાવ છે કે એ આપણને પકડી લે, નિકૃષ્ટનો એ સ્વભાવ છે,કે આપોઆપ છૂટી જાય.
પરંતુ પરિસ્થિતિ એવી છે કે શ્રેષ્ઠ આપણી પકડમાં આવતું નથી અને નિકૃષ્ટ આપણાથી છૂટતું નથી. આપણે નિકૃષ્ટને છોડવાનો ભારે પ્રયત્ન કરીએ છીએ, એ પ્રયત્નને જ આપણે સંયમ કહીએ છીએ. શ્રેષ્ટને અંધારામાં ફંફોસવાની કોશિશ કરીએ છીએ, પરંતુ એ રીતે શ્રેષ્ઠ આપણી પકડમાં આવતું નથી. માટે સંયમનાં વિધાયક દિશા અને સમજ બરાબર ખ્યાલમાં આવવાં જરૂરી છે. નિષેધાત્મક સંયમ વ્યક્તિને ધાર્મિક બનાવતો નથી, પરંતુ એને માત્ર