________________
નમો અરિહંતાણમ્ મંત્ર
૧૧૩
જતાં હું તો નહીંફસાઈ જાઉને? તમે પચીસ વાતનો વિચાર કરશો, પરંતુ મહાવીર પોતાનાથી થઈ શકે કે નહીં એનો વિચાર નહીં કરે. વિચારવાનું વ્યર્થ છે. મહાવીરનું વિચારવાનું તો ક્યારનું બંધ થઈ ગયું છે. વિચારવાનું બંધ થયું એટલે તો મહાવીર બન્યા. હવે વિચાર આવતા નથી. વિચાર હંમેશા પક્ષપાતી હોય છે, જ્યારે દર્શન પૂર્ણ હોય છે. દષ્ટિ, દર્શન હંમેશા પૂર્ણ હોય છે. મહાવીરને પોતાના દર્શનમાં એક પરિસ્થિતિ દેખાય છે. પછી જે થવાનું હોયતે થાય છે. મહાવીર પાછું વળીને જોતા - નથી અને વિચારતા નથી કે મેં શું ક્યું? કારણકે મહાવીરે ખરેખર કાંઈ જ ક્યું નથી. એટલે જ મહાવીરે કહ્યું છે કે કોઈ પૂરૂંકૃત્ય, બંધન બનતું નથી. મહાવીરથી શું બનશે, મહાવીર શું કરશે એ વિષે આપણે ભવિષ્યવાણી કરી શકીએ. મહાવીર પણ પહેલેથી કહી નહી શકે કે એ શું કરશે. એ સંયોગોમાં, એ પરિસ્થિતિમાં, મહાવીરથી શું થશે તે કોઈ જ્યોતિષી પણ નહીં કહી શકે. આપણા વિષે ભવિષ્યવાણી થઈ શકે છે. આ સમજવા જેવી વાત છે. જેટલી સમજ ઓછી હશે, એટલી ભવિષ્યવાણી આપણા વિશે કરી શકાશે. જેટલા નાસમજ આપણે હોઈશું, જેટલા યાંત્રિક જીવનારા આપણે હોઈશું, એટલી વધારે ભવિષ્યવાણી આપણે માટે કરી શકાશે. એક મશીન હોય તો તે કેટલું અને કેવું કામ કરશે તેની ભવિષ્યવાણી કરી શકાય છે. એક જાનવર માટે ભવિષ્ય ભાખવામાં થોડી અડચણ પડે, છતાંય ૯૦% આપણે કહી શકીએ કે ગાય સાંજે આવીને શું કરશે? તે કહી શકાય કે નહીં ? ચોક્કસ કહી શકાય. જેમજેમ જીવનની ચેતનાનો વિકાસ થતો જાય છે તેમતેમ એના વિષે ભવિષ્યવાણી કરવાનું મુશ્કેલ થતું જાય છે. સામાન્ય માણસ માટે કહી શકાય કે એ સવારે શું કરશે ? પરંતુ બુદ્ધ કે મહાવીર જેવી વ્યક્તિઓ માટે તેઓ સવારે શું કરશો તે કહી નહીં શકાય. એમનાથી શું થઈ શકે તે અત્યંત અજ્ઞાત અને રહસ્યથી ભરપૂર છે. કારણકે એમના પૂર્ણ દર્શનમાં એમને શું દેખાશે તે કહી શકાય તેમ નથી. એમને કાંઈક દર્શન થાય છે અને તત્કાલકૃત્ય થાય છે. તેઓ એક દર્પણ જેવા છે. જે ઘટનાઓ એમની ચારે તરફ બની રહી છે તે એમનાદર્પણમાં પ્રતિબિંબિત થઈ જશે. એની કોઈ જવાબદારી માણસ પર છે જ નહીં. જે મહાવીરે કોઈને હત્યા કરતાં રોક્યા હશે કે વ્યભિચાર કરતાં અટકાવ્યા હશો તો મહાવીર કોઈને કહેશે નહીં કે મેં કોઈને વ્યભિચાર કરતાં અટકાવ્યો હતો. મહાવીર કહેશે કે મેં જોયું કે વ્યભિચાર થવાનો હતો અને મેં એ પણ જોયું કે મારા શરીરે એ કાર્યને થતું રોક્યું, હું માત્ર સાક્ષી હતો. મહાવીર માત્ર સાક્ષી બની રહેશે, વ્યભિચારના અને વ્યભિચારને રોકતા કૃત્યના. પણ ત્યારે જ એ કર્મની બહાર રહેશે નહિ તો કર્મની બહાર નહી રહી શકે. વિચારપૂર્વક વાસનાથી, ઈચ્છાથી, અભિપ્રાયથી, પ્રયોજનથી કરેલાં કર્મ ફળ લાવે છે. મહાવીર જ્ઞાની થઈ ગયા પછી, એ જે કાંઈ કરે છે તે બધું પ્રયોજનરહિત, ધ્યેયરહિત, ફળરહિત, વિચારરહિત, શૂન્યમાંથી ઉદ્દભવેલું કર્મ છે. જ્યારે શૂન્યમાંથી કર્મઉદ્ભવે છે ત્યારે તે વિષે ભવિષ્યવાણી કરી શકાતી નથી; એ ભવિષ્યની બહાર હોય છે. એટલે મહાવીર કહી શકતા નથી કે હું પણ કહી નથી શક્તો કે મહાવીર શું કરશે? મહાવીર કહેશે કે શું થઈ રહ્યું છે તે તમે જોશો. હું પણ જોઈશ, શું થઈ રહ્યું છે તે. મહાવીરે કરવાનું બધું છોડી દીધું છે. એટલે