________________
૧૮
‘સંયમ’ એટલે મધ્યમાં રહેવું તે
પરંતુ કોઇ સ્ત્રી પતિને છોડીને ભાગી ગઇ તેના સમાચાર છપાય છે.
મુલ્લા નસરૂદ્દીન વૃદ્ધ થવા આવ્યો ત્યારે ગામના લોકોએ એને મેજિસ્ટ્રેટ બનાવી દીધો. પહેલા દિવસે બપોર થઇ ગઇ છતાં, એક પણ મુકદમો મુલ્લાની અદાલતમાં ન આવ્યો. મુલ્લાનો જે કલાર્ક હતો તે પણ ઉદાસ થઇ ગયો, બેચેન બની ગયો. મુલ્લાએ એના કલાર્કને કહ્યું, માણસના સ્વભાવ પર ભરોસો રાખ. સાંજ સુધીમાં કાંઇને કાંઇ ફરિયાદ આવી જશે. કોઇને કોઇ માણસની હત્યા થશે, કોઇની સ્ત્રી ભાગી જશે, કોઇ ચોરી કે મારામારી થશે જ થશે. બેચેન ના થઇશ, માણસ જાત કાંઇને કાંઇ કર્યા વિના નહીં રહે !
બધાં વર્તમાનપત્રો, માણસના સ્વભાવ પર ભરોસો રાખીને જ ચાલે છે. માણસ કાંઇ ને કાંઇ ઉપદ્રવ કર્યા જ કરે છે. કોઇની સ્ત્રી ભાગી જાય છે, કોઇની સ્ત્રી ઉપાડી જવાય છે, કોઇનું ખૂન થઇ જાય છે, કોઇ ચોરી કરે છે, કયાંક લૂંટફાટ થાય છે, કોઇ મિનિસ્ટર કાંઇ ગરબડ કરે છે. કયાંક યુદ્ધ શરૂ થઇ જાય છે. કયાંક ક્રાંતિ થઇ જાય છે, ક્યાંક સૈનિકો મોકલવા પડે છે. માણસનો સ્વભાવ જ એવો છે. વર્તમાનપત્રોમાં સમાચાર છાપવા જગ્યા બચતી નથી, એટલા બધા બનાવો બને છે. સારા માણસોની દુનિયા હોય તો વર્તમાનપત્રને બહુ મુશ્કેલી નડે, એટલે મેં સાંભળ્યું છે કે સ્વર્ગમાં એક પણ વર્તમાનપત્ર નથી, બધાં નર્કમાં છે. સ્વર્ગમાં કોઇ ઘટના બનતી જ નથી. ખબર શું છપાય?
સારા માણસોની જિંદગીમાં કોઇ ઘટનાઓ હોતી નથી. આ પ્રમાણે કાંઇને કાંઇ બનતું હોય છે. આપણી હાજરીની નોંધ થાય એવું આપણે ઇચ્છીએ છીએ, એટલે ઘટનાઓ જરૂરી છે. ઘટનાઓ જોઇએ તો આપણે કાંઇક કરવાની તાણમાં રહેવું પડે. દ્વિધામાં અને દ્વંદ્વમાં અટવાવું પડે, ક્રોધ કરવો પડે અને ક્ષમા પણ આપવી પડે. ભોગ કરવો પડે અને ત્યાગ પણ કરવો પડે. દુશ્મનાવટ કરવી પડે અને દોસ્તી પણ કરવી પડે.
સંયમીનો અર્થ એ કે વ્યક્તિ ક્રંદ્રની બહાર સરકી જાય છે. એ દોસ્તી કરતો નથી અને શત્રુતા પણ કરતો નથી. મહાવીર કોઇની સાથે મિત્રતા કરતા નથી કારણકે મહાવીર જાણે છે કે મિત્રતા દ્વંદ્વનો એક છેડો છે. મહાવીર કોઇ સામે શત્રુતા નથી કરતા, કારણકે મહાવીર જાણે છે કે શત્રુતા દ્વંદ્વનો બીજો છેડો છે. પરંતુ આપણે ઊલટું જ વિચારીએ છીએ. આપણે એમ વિચારીએ છીએ કે દુનિયામાં જો રહેવું હોય તો બધા માણસો સાથે મિત્રતા રાખવી જોઇએ. પરંતુ એમાં તમારી ભૂલ થાય છે. મિત્રતા કરવા જતાં શત્રુતા પેદા થઇ જાય છે. જેટલી મિત્રતા તમે એક તરફ કરો છો, એટલી જ કોઇ બીજા સાથે શત્રુતા પેદા થઇ જાય છે. એક પ્રકારનું સંતુલન ઊભું કરવું પડે છે.
હસન નામે એક મુસલમાન ફકીર હતો. એ પોતાની ઝૂંપડીમાં બેઠો છે. આજુબાજુ એના થોડા સાધકો બેઠા છે. ત્યાં અચાનક કોઇ અજાણ્યો સૂફી ફકીર આવે છે. એકદમ એ હસનના ચરણોમાં ઝૂકી પડે છે અને કહે છે, ‘તમે તો ભગવાન છો. સાક્ષાત ઇશ્વરના અવતાર છો, તમે જ્ઞાનનું એક