________________
નમો અરિહંતાણમ્ઃ મંત્ર
જેમ, જન્મીને વિદાય થઇ ગયા હોત. ઘણા લોકો એ રીતે વિદાય થઇ ગયા છે.
મહાવીરની જિંદગીમાં પણ શોધવા જઇએ તો કેટલા બનાવો છે ? ક્યારેક કોઇએ એમના કાનમાં ખીલા ઠોક્યા, એની વાત છે. પરંતુ આ મહાવીરની જિંદગીની ઘટના નથી. એના કાનમાં ખીલા ઠોકનારના જીવનની ઘટના છે. મહાવીરનો એમાં કાંઇ હાથ નથી. કોઇ આવ્યું અને મહાવીરના ચરણમાં ઝૂકી ગયું. આ મહાવીરની જિંદગીની ઘટના છે કે જે વ્યક્તિ ઝૂકી ગઇ એની જિંદગીની ઘટના છે ? કોઇએ મોટેથી બૂમ મારીને, મહાવીરને તીર્થંકર છે એમ કહ્યું. આ પણ જેણે બૂમ મારી ‘તીર્થંકર’ કહ્યું, એની જિંદગીની ઘટના છે. એક રીતે જોઇએ તો મહાવીરની જિંદગી એક કોરા કાગળ જેવી દેખાશે. સારા માણસની કોઇ જિંદગી હોતી નથી એટલે એમના વિષે કાંઇ લખી શકાતું નથી. વાર્તા જ લખવી હોય તો કોઇ ખરાબ માણસને પસંદ કરવો પડશે.
૧૨૭
રાવણ વિના આપણે રામાયણની કલ્પના કરી જ ન શકીએ. રામની જગ્યાએ કોઇ પણ એ.બી.સી. ગોઠવી શકાય તેમ છે. પરંતુ રાવણની જગ્યાએ કોઇ અન્યને મુકી શકાય એમ નથી. રાવણ વિના રામાયણની કથામાં કોઇ રસ નથી રહેતો. લોકો માને છે કે રામ રામાયણનું કથાવસ્તુ કે કેન્દ્ર છે, હું માનું છું કે રામાયણનું કેન્દ્ર રાવણ છે. હંમેશાં ખરાબ માણસ જ વાર્તાનો નાયક બને છે. વાર્તાનો હીરો બનવા માટે ખરાબ હોવું જરૂરી છે.
સંયમી વ્યક્તિના જીવનની બધી ઘટનાઓમાં ‘હું’ ની ગેરહાજરી છે. જ્યાં ‘હું છું’ એમ કહેવાનો ઉપાય ન હોય ત્યાં ઘટના કેવી રીતે બને ? આપણે બધા આપણા વિષે કાંઇ કહેવા માગીએ છીએ કારણકે આપણો ‘હું” પ્રખર છે. ક્યારેક વધારે ખાઇને જાહેર કરીએ છીએ કે ‘હું છું’, અને ક્યારેક ઉપવાસ કરીને જાહેર કરીએ છીએ કે ‘હું છું’, ક્યારેક વેશ્યાલયોમાં જઇને જાહેર કરીએ છીએ કે ‘હું છું’ અને ક્યારેક મંદિરમાં જઇને જાહેર કરીએ છીએ કે ‘હું છું’. આપણું અનેક બાબતોમાં જાહેરાત કરતા રહેવાનું ચાલું રહે છે. મંદિરમાં પણ આપણને કોઇ જોનાર ન હોય, તો મંદિરમાં જવાનું આપણને મન પણ નથી થતું.
આપણે એ જ કરીએ છીએ કે જે લોકો જોતા હોય અને આપણે કાંઇ છીએ એ વાત માનતા હોય. મનોવૈજ્ઞાનિકો કહે છે કે માણસો આ પૃથ્વી પર ખરાબ થઇ જાય છે, તેનું મુખ્ય કારણ પોતાની અસ્મિતાની એમને જાહેરાત કરવી છે. એમાં એમના અહંકારની પુષ્ટી છે. જો બધા જ માણસો સારા હોય એવો સમાજ આપણે બનાવી શકીએ અને જેટલું નામ ખરાબ માણસોને મળે છે એટલું જ નામ સારા માણસોને મળતું હોય તો કોઇ માણસ ખરાબ થવાનું પસંદ કદી નહી કરે. તમે કોઇને જુઓ જ નહીં, એના તરફ ધ્યાન જ ન આપો, એની હાજરીનો સ્વીકાર જ ન કરો, તો એણે કાંઇને કાંઇ કરીને, તમને બતાવવું પડે કે એ પણ છે. સમાચારપત્રો, કોઇ ધ્યાન કરનાર વ્યકિત વિષે લખતા નથી, પરંતુ કોઇની છાતીમાં કોઇએ છરો માર્યો હોય તેના ખરાબ સમાચાર છાપે છે. એક પત્ની પોતાના પતિ પ્રત્યે જીવનભર નિષ્ઠાવાન રહી, એની ખબર કોઇ સમાચારપત્ર છાપતું નથી,